KuberaNowLogo
Friday, 06/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gold Silver Price Today: અમેરિકામાં ટ્રમ્પની હારની અસર! સોનું ₹2,546 અને ચાંદી ₹2,365 થયા મોંઘાં

MCX પર સોનું ₹1.45 લાખ અને ચાંદી ₹1.89 લાખની નજીક પહોંચ્યા, અમેરિકી ચૂંટણી બાદ ડોલરની નબળાઈ અને ઘટતા બોન્ડ યીલ્ડથી કિંમતી ધાતુઓમાં ખરીદી વધી

kuberanow deskPublished On : 5 Nov 2026
Godl Silver.png
AI Generated Image

અમેરિકામાં મધ્યવર્તિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના વિજય અને ડોનાલ્ડ ટ્રમ્પની હારથી અમેરિકા અને ઈરાન યુદ્ધ ખતમ થવાની આશા વધી છે. તેનાથી ક્રૂડ ઓઈલના ભાવમાં તિવ્ર ઘટાડો આવ્યો છે. ડોલરમાં નરમાઈ અને અમેરિકન બોન્ડનું યીલ્ડ ઘટવાથી પણ સોના અને ચાંદીને સમર્થન મળ્યું છે. તેનાથી રોકાણકારો માટે સોના તરફ આકર્ષણ વધ્યું છે.


ગુરુવારે 5 નવેમ્બરે 12.00 કલાકે આ સમાચાર લખાય છે ત્યારે વૈશ્વિક બજાર Comex પર સોના વાયદાનો ભાવ 50.20 ડોલર એટલે કે 1.23 ટકા વધીને પ્રતિ ઔંસ 4,123.00 જ્યારે ચાંદી વાયદાનો ભાવ 0.243 ડોલર એટલે કે 0.46 ટકા વધીને પ્રતિ ઔંસ 52.525ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. ઘરેલુ બજાર MCX પર સોના વાયદાનો ભાવ 1.25 ટકા વધીને પ્રતિ 10 ગ્રામ રૂ. 1,45,021 જ્યારે ચાંદી વાદયાનો ભાવ 0.69 ટકા વધીને પ્રતિ કિલો રૂ. 1,89,021.00ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.


સોનામાં મોટો ઊછાળો

સોનાના વાયદાના ભાવની શરૂઆત તેજીથી થઈ હતી. MCX પર સોનાનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 2,546ના ઉછાળા સાથે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,45,780ના સ્તરે ખૂલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,43,234 હતો. જોકે, આ સમાચાર લખાય છે ત્યારે સોનાનો ભાવ 1.25 ટકા વધીને પ્રતિ 10 ગ્રામ રૂ. 1,45,021ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સોનાના વાયદાના ભાવ આ વર્ષે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,80,779ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા.


ચાંદીના ભાવમાં ઊછાળો યથાવત્

ચાંદીના વાયદાના ભાવની શરૂઆત પણ તેજી સાથે થઈ હતી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 2,365ની તેજી સાથે પ્રતિ કિલો રૂ. 1,90,100ના સ્તરે ખૂલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ પ્રતિ કિલો રૂ. 1,84,735 હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 0.69 ટકાના ઊછાળા સાથે પ્રતિ કિલો રૂ. 1,89,021ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીના વાયદાના ભાવે આ વર્ષે પ્રતિ કિલો રૂ. 4,20,048ના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ કર્યો હતો.


Gold Silver Inffo.png


વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં તેજી

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી. Comex પર સોનું પ્રતિ ઔંસ 4,075.40 ડોલરના સ્તરે ખૂલ્યું હતું. તેનો પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 4,073 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે સોનું 50.20 ડોલર એટલે કે 1.23 ટકાની તેજી સાથે પ્રતિ ઔંસ 4,123.20ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. સોનાના ભાવે આ વર્ષે પ્રતિ ઔંસ 5,586.20 ડોલરનું સર્વોચ્ચ સ્તર સ્પર્શ કર્યું હતું.


Comex પર ચાંદીના વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 52.32 ડોલરના સ્તરે ખૂલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 52.28 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટનો ભાવ 0.243 ડોલર એટલે કે 0.46 ટકા વધીને પ્રતિ ઔંસ 52.525 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદી વાયદો આ વર્ષે પ્રતિ ઔંસ 121.79 ડોલરનું સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો.


સોનામાં શોર્ટ કવરિંગ, ચાંદીમાં નવી ખરીદીની તક

ટેકનિકલરૂપે બજારમાં શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યું છે. ભાવમાં રૂ. 3,782ની તેજી સાથે ઓપન ઈન્ટરેસ્ટ 1.15 ટકા ઘટીને 16,095 કોન્ટ્રાક્ટ રહ્યો હતો. સોનામાં હાલમાં પ્રતિ 10 ગ્રામ રૂ. 1,40,470નો સપોર્ટ મળી રહ્યો છે. તેનાથી નીચે ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,37,700ના સ્તર સુધી જઈ શકે છે. ઉપરની તરફ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,44,710ના સ્તરે પ્રતિકારક સ્તર છે. આ સ્તરથી ઉપર ટકતા સોનું રૂ. 1,46,190ના સ્તર સુધી ઉછળી શકે છે.


ટેકનિકલ રૂપે ચાંદીમાં નવી ખરીદી જોવા મળી રહી છે. ભાવમાં રૂ. 8,037ની તેજી સાથે ઓપન ઈન્ટરેસ્ટ 1.86 ટકા ઘટીને 17,143 કોન્ટ્રાક્ટ થઈ ગયો. તેનાથી બજારમાં તેજીની નવી પોઝિશન બનવાના સંકેત મળી રહ્યા છે. ચાંદીને હાલમાં પ્રતિ કિલો રૂ.1,80,890ના સ્તરે સપોર્ટ મળ્યો છે. આ સ્તરની નીચે ભાવ પ્રતિ કિલો રૂ. 1,74,050ના સ્તર સુધી ગગડી શકે છે. ચાંદીમાં ઉપરની તરફ પ્રતિ કિલો રૂ. 1,91,290 પ્રતિકારક સ્તર છે. તેનાથી ઉપર જતા ચાંદીના ભાવ પ્રતિ કિલો રૂ. 1,94,850ના સ્તરે પહોંચી શકે છે.


ડોલરમાં નરમાઈથી કિંમતી ધાતુઓની માગ વધી

અમેરિકામાં મધ્યવર્તિ ચૂંટણીના પરિણામો પછી ડોલરમાં નરમાઈથી કિંમતી ધાતુઓની માગ વધી છે. અમેરિકન ટ્રેઝરી બોન્ડ પર યીલ્ડ ઘટવાથી પણ સોના જેવી વ્યાજ નહીં આપતી સંપત્તિઓમાં રોકાણ આકર્ષક બન્યું છે. ડોલર નબળો થવાથી અન્ય ચલણોમાં સોનું ખરીદનારા માટે તે સસ્તુ થઈ જાય છે, જેથી તેની માગને સમર્થ મળે છે. જોકે, સોનાના ભાવમાં તેજીનો માર્ગ સરળ નથી. બજાર ડિસેમ્બરમાં ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદર વધારવાની સંભાવનાઓને હજુ પણ ઘણું વધુ મહત્વનું માની રહ્યું છે. નાણાં નીતિ આકરી થવાની આશાથી ડોલર અને બોન્ડ યીલ્ડને સમર્થન મળી શકે છે, જેનાથી સોના અને ચાંદીની તેજી મર્યાદિત રહી શકે છે. ફેડના આગામી પગલાંના સંકેતો માટે 6 નવેમ્બરે જાહેર થનાર અમેરિકન રોજગાર આંકડા પર બજારની નજર રહેશે.


ભારતીય રોકાણકારો માટે આંતરરાષ્ટ્રીય ભાવની સાથે રૂપિયાની ચાલ પણ મહત્વની રહેશે. રૂપિયામાં નરમાઈ ઘરેલૂ બજારમાં સોના-ચાંદીમાં તેજી લાવી શકે છે જ્યારે રૂપિયાની મજબૂતી આંતરરાષ્ટ્રીય બજારની તેજીની અસર ઘટાડી શકે છે. ચાંદીમાં ઔદ્યોગિક માગ અને સોનાની સરખામણીમાં વધુ ઉતાર-ચઢાવના કારણે ભાવમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Gold Price Hike

Gold Price Outlook: સોનું ₹1.68 લાખ સુધી પહોંચશે? બ્રોકરેજનું 6થી 12 મહિનાનું ભાવલક્ષ્ય

Gold Silver 6.png

Gold Silver Price Today : ધનતેરસે ખરીદદારોને રાહત! સોનામાં ₹1,934 અને ચાંદીમાં ₹1,641નો કડાકો

dhanteras 2026 gold buying shubh muhurat

ધનતેરસ 2026: સોનું ખરીદવા માટે કયો સમય સૌથી શુભ? મેકિંગ ચાર્જ પર આ રીતે બચાવો પૈસા

gold silver rate today dhanteras

ધનતેરસે સોનામાં સતત પાંચમા દિવસે તેજી: અમદાવાદ સહિત તમારા શહેરમાં આજના ભાવ જાણો

CrudeOill

Crude Oil Price Today : અમેરિકન ચૂંટણી પછી ક્રૂડમાં કડાકો! Brent Oil 94 ડોલરની નીચે, હવે પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?

Crudeoil

Crude Oil Price Today: ઈરાન તણાવ વચ્ચે ક્રૂડમાં નરમાઈ, Brent $104 પાર

 Government Caps Rice-Based Ethanol Production

ખાંડ પછી ચોખાનો વારો! સરકારે Ethanol ઉત્પાદન માટે ચોખાના ઉપયોગ પર મર્યાદા નક્કી કરી

Gold Silverrr.png

Gold Silver Price Today : ધનતેરસ પહેલાં સોનું ફરી ચમક્યું! MCX પર ₹1.42 લાખને પાર