KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

India Tech Economy : ભારતમાં ઊભું થઈ રહ્યું છે 100 અબજ ડોલરનું ટેક અર્થતંત્ર

India Tech Economy : સ્પેસ, સેમીકન્ડક્ટર, ડેટા સેન્ટર, ઈલેક્ટ્રોનિક્સ, સોલાર મેન્યુફેક્ચરિંગ અને એરોસ્પેસ સેક્ટર ભારતના આગામી ઔદ્યોગિક વિસ્તારને આગળ વધારશે

KuberaNow
desk@kuberanowPublished On : 10 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Indian Economy
નવા સેક્ટર્સ સાથે ભારતનો આર્થિક વિકાસના નવા યુગમાં પ્રવેશAI Generated Image

India Tech Economy : એક સમય હતો જ્યારે કન્સ્ટ્રક્શન, ટેક્સટાઈલ, કૃષિ ભારતીય અર્થતંત્રના વિકાસના આધાર સ્તંભ હતા. આ સેક્ટર્સ ભારતમાં રોજગારી પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવતા હતા. ત્યાર પછી આ સેક્ટર્સનું સ્થાન આઈટી સર્વિસે લીધું હતું. હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના યુગમાં મેન્યુફેક્ચરિંગ, ટેક્નોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારતીય અર્થતંત્રના આધારસ્તંભ બની રહ્યા છે. ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક જેફરીઝે જણાવ્યું છે કે ભારત આર્થિક વિકાસના નવા યુગમાં પ્રવેશ કરી શકે છે. આ રિપોર્ટ મુજબ ભારત સેમીકન્ડક્ટર પ્લાન્ટ, ડેટા સેન્ટર, સોલાર ઉપકરણો અને સેટેલાઈટથી લઈને ટેક્નોલોજી તથા એઆઈના ક્ષેત્રોમાં ઝડપથી પોતાની ક્ષણતા વધારી રહ્યું છે.


જેફરીઝ મુજબ ભારતનું મોટું ગ્રાહક બજાર, ખાનગી રોકાણમાં વધારો અને નવા ઉદ્યોગને આકર્ષિક કરવા માટે સરકારી પ્રોત્સાહન યોજનાઓથી આ વિકાસને મજબૂતી મળી રહી છે. ભારત હવે માત્ર ટેક્નોલોજી ખરીદનારો દેશ નથી રહેવા માગતો, પરંતુ પોતે ટેક્નોલોજી વિકસિત અને તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે.


ભારતનું ટેક્નોલોજી સેક્ટર્સમાં 100 અબજ ડોલરનું એમ્પાયર

જેફરીઝનું માનવું છે કે સ્પેસ, સેમીકન્ડક્ટર, ડેટા સેન્ટર, ઈલેક્ટ્રોનિક્સ, સોલાર મેન્યુફેક્ચરિંગ અને એરોસ્પેસ સેક્ટર ભારતના આગામી ઔદ્યોગિક વિસ્તારને આગળ વધારશે. ડેટા સેન્ટરની ક્ષમતા પાંચ ઘણી વધારીને 10 ગીગાવોટ થવા, સ્પેસ ઈકોનોમીના 2030 સુધીમાં 40થી 45 અબજ ડોલર સુધી પહોંચવા તથા સેમીકન્ડક્ટરમાં રોકાણ 20 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. આમ, ભારત આ સેક્ટરમાંસ 100 અબજ ડોલરનું એમ્પાયર ઊભું કરી રહ્યું છે.


અવકાશ ક્ષેત્રમાં ભારતમાં ખાનગી ક્ષેત્રની મોટી છલાંગ

ભારત અત્યાર સુધી માત્ર ઈસરોના સહારે રોકેટ લોન્ચ કરતું હતું, પરંતુ હવે ભારત માત્ર રોકેટ લોન્ચ સુધી મર્યાદિત રહેતું નથી. હવે એક આખી સ્પેસ ઈન્ડસ્ટ્રી તૈયાર કરી રહ્યું છે. જેફરીઝ મુજબ ભારતે દુનિયાના પસંદગીના એવા દેશોમાં સ્થાન મેળવ્યું છે, જેમની પાસે અવકાશના ક્ષેત્રમાં વિકાસની મજબૂત ક્ષમતા છે. ભારતની સ્પેસ ઈકોનોમી 2030 સુધીમાં લગભગ પાંચ ઘણી વધીને 40-45 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. આ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓ ઝડપથી આગળ વધી રહી છે.


સેમીકન્ડક્ટર ચીપનું ભારતમાં ઉત્પાદન

ભારત છેલ્લા અનેક વર્ષોથી સેમીકન્ડક્ટર બનાવવાની વાતો કરતું હતું, પરંતુ હવે આ દિશામાં વાસ્તવિક કામ શરૂ થઈ ગયું છે. ભારતમાં અંદાજે 20 અબજ ડોલરનું રોકાણ સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં થયું છે. એક ચિપ ફેબ્રિકેશન પ્લાન્ટનું નિર્માણ થઈ રહ્યું છે જ્યારે ચિપના પેકેજિંગ અને ટેસ્ટિંગ સંબંધિક અનેક પ્રોજેક્ટમાં કામ શરૂ થઈ ગયું છે. આ સિવાય અંદાજે 13 અબજ ડોલરની નવી પ્રોત્સાહન યોજનાઓ પર પણ કામ ચાલી રહ્યું છે. તેનાથી ભારતમાં સેમીકન્ડક્ટર સંબંધિત સંપૂર્ણ ઈકોસિસ્ટમ વિકસિત થવાની આશા છે.


ડેટા સેન્ટરની ક્ષમતામાં પાંચ ઘણો વધારો

ભારતમાં પાંચ વર્ષ પહેલા ડેટા સેન્ટરની ક્ષમતા ઘણી ઓછી હતી. પરંતુ હવે તેમાં પાંચ ઘણો વધારો થયો છે. તે વધીને બે ગીગાવોટ થઈ ગઈ છે. જેફરિઝનું માનવું છે કે આગામી પાંચ વર્ષમાં આક્ષમતા વધીને 10 ગીગાવોટ થઈ શકે છે. તેનાથી વીજળી, કૂલિંગ સિસ્ટમ, નિર્માણ અને નેટવર્કિંગ જેવા ક્ષેત્રોમાં અંદાજે 45 અબજ ડોલરના રોકાણની તકો પેદા થઈ શકે છે. AIનો ઉપયોગ વધવાથી સર્વર અને ડેટા સેન્ટરની માગ વધશે. ભારત આ વધતી જરૂરિયાતો પૂરું કરતું મોટું કેન્દ્ર બની શકે છે.


મોબાઈલ ફોન સહિત ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનો વિકાસ

ભારતમાં પહેલા મોબાઈલ ફોન એસેમ્બલિંગનું કામ થતું હતું. અન્ય દેશોમાં બનેલા પાર્ટ્સ ભારતમાં જોડીને મોબાઈલ ફોન તૈયાર કરાતા હતા. પરંતુ હવે તેમાં પરિવર્તન આવ્યું છે. ભારત માત્ર મોબાઈલ ફોનના એસેમ્બલિંગનું બજાર નથી રહ્યું. તેણે સ્માર્ટફોન માટેજરૂરી પાર્ટ્સ બનાવવાનું શરૂ કર્યું છે. હવે મોબાઈલ સંબંધિત અનેક કોમ્પોનન્ટ્સ ભારતમાં જ બનવા લાગ્યા છે. આગામી છ વર્ષમાં ભારતની ઘરેલુ વેલ્યુ એડિશન વધીને 50 ટકા થઈ શકે છે તેમ જેફરિઝનો અંદાજ છે.


સોલાર પાવરમાં ટોચના સ્થાને પહોંચ્યું ભારત

ભારત પહેલાથી જ દુનિયામાં વધુ સોલાર સેલ બનાવનારા દેશોમાં સામેલ છે. ભારત દુનિયાનું બીજું સૌથી મોટું સોલાર પીવી નિર્માતા છે. ભારતમાં અંદાજે 35 ગીગાવોટની સોલાર સેલ ક્ષમતા પર કામ થઈ રહ્યું છે જ્યારે અંદાજે 100 ગીગાવોટની વધારાની ક્ષમતા વિકસાવવા પર કામ ચાલી રહ્યું છે. જેફરિઝનું માનવું છે કે 2030 સુધી લોરા સાથે સંબંધિત સમગ્ર વેલ્યુ ચેઈનને અંદાજે 90 ટકા હિસ્સો ભારતમાં જ તૈયાર થવા લાગશે. તેનાથી ભારત માત્ર પોતાની જરૂરિયાત માટે સોલાર ઉપકરણ બનાવનાર દેશ નહીં રહે, તે તેની નિકાસમાં પણ મોટી ભૂમિકા ભજવશે.


ભારત હવે વિમાનોના પાર્ટ્સ પણ સપ્લાય કરશે

બોઈંગ અને એરબસ જેવી મોટી વિમાન કંપનીઓ પ્રત્યેક વર્ષે દોઢ અબજ ડોલરથી વધુ મૂલ્યના વિમાન પાર્ટ્સની ભારતમાંથી ખરીદી કરે છે. તેનું મુખ્ય કારણ ભારતમાં ઓછો ખર્ચ અને મોટી સંખ્યામાં ઉપલબ્ધ એન્જિનિયરિંગ પ્રતિભા માનવામાં આવે છે. દુનિયામાં વિમાનોની માગ વધવાના કારણે એરોસ્પેસ કંપનીઓની સપ્લાય ચેઈન પર દબાણ વધી રહ્યું છે. એવામાં ભારતીય કંપનીઓ દુનિયાની મોટી વિમાન ઉત્પાદ કંપનીઓ અને તેના મોટા સપ્લાયર્સ તરીકે મહત્વની ભૂમિકા ભજવી શકે છે.


જેફરીઝના અહેવાલ મુજબ ભારત વૈશઅવિક સર્વિસ હબ બનવાથી આગળ વધીને કોર ટેક્નોલોજી અને એડવાન્સ એન્જિનિયરિંગની મોટી તાકાત બનવાની દિશામાં વધી રહ્યું છે. સેમીકન્ડક્ટર, સ્પેસ સિસ્ટમ અને નવી પેઢીને ડેટા સેન્ટર જેવા ક્ષેત્રોમાં ભારત પોતાની ક્ષમતા વધારી રહ્યું છે. આ સાથે ભારતમાં સ્થાનિક સ્તરે વધુ વેલ્યુવાળા ઉત્પાદનોનું નિર્માણ તથા મોટાપાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ પણ શરૂ થયા છે. આગામી દાયકામાં આ પરિવર્ત ટેક્નોલોજી આધારિત અને ટકાઉ આર્થિક વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી શકે છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM