KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત

મંદી દરમિયાન હાઈ નેટવર્થ ધરાવતા ગ્રાહકો સામાન્ય રીતે ખરીદી સંપૂર્ણપણે બંધ કરતા નથી. એટલે કે ત્રણ-ચાર વસ્તુ ખરીદવાને બદલે એક મોંઘી અને પ્રતિષ્ઠિત વસ્તુ ખરીદવા તરફ દોરાય છે.

KuberaNow
desk@kuberanowUpdated On : 26 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
Luxury Market in Recession
Luxury MarketAI Generated Image

મંદી આવે ત્યારે સામાન્ય ગ્રાહક ખર્ચ ઘટાડે છે, પરંતુ લક્ઝરી માર્કેટની કહાની થોડી અલગ હોય છે. મોંઘીદાટ ઘડિયાળ, જ્વેલરી, હેન્ડબેગ અને પ્રીમિયમ સેવાઓ ખરીદનારા ગ્રાહકોમાં પણ પસંદગી બદલાય છે. હાઈ નેટવર્થ ધરાવતા ગ્રાહકો ખરીદી સંપૂર્ણપણે બંધ કરવાને બદલે ઓછી પરંતુ વધુ મૂલ્યવાન વસ્તુઓ તરફ વળતા હોય છે. બીજી તરફ, લક્ઝરી ખરીદવાની ઇચ્છા ધરાવતા પરંતુ આવક અને બજારના વિશ્વાસ પર નિર્ભર ગ્રાહકો ખર્ચ મુલતવી રાખે છે. આ ફેરફાર Luxury Brands, Pre-Owned Market, Hospitality અને Premium Services માટે નવા બિઝનેસ ટ્રેન્ડ ઊભા કરે છે.


Luxury Market in Recession


મંદી દરમિયાન હાઈ નેટવર્થ ધરાવતા ગ્રાહકો સામાન્ય રીતે ખરીદી સંપૂર્ણપણે બંધ કરતા નથી. એટલે કે ત્રણ-ચાર વસ્તુ ખરીદવાને બદલે એક મોંઘી અને પ્રતિષ્ઠિત વસ્તુ ખરીદવા તરફ દોરાય છે. આ કારણે આઈકોનિક હેન્ડબેગ્સ, મોંઘીદાટ ઘડિયાળો, જ્વેલરી, લિમિટેડ એડિશન પ્રોડક્ટ્સ જેવી કેટેગરીને પ્રમાણમાં ફાયદો થઈ શકે છે.


‘વધુ’ની જગ્યાએ ‘સારૂં’

મંદી દરમિયાન લક્ઝરી પ્રોડક્ટમાં ગ્રાહકોની ખરીદીની રીતમાં પણ ફેરફાર થઈ શકે છે. ગ્રાહકો ઓછી વસ્તુ ખરીદીને વધુ ગુણવત્તાવાળી અથવા લાંબા સમય સુધી મૂલ્ય જાળવી શકે તેવી વસ્તુ પસંદ કરે છે. ઉદાહરણ તરીકે, એક ગ્રાહક ત્રણ પ્રીમિયમ પ્રોડક્ટ ખરીદવાને બદલે એક જાણીતી બ્રાન્ડની આઈકોનિક પ્રોડક્ટ ખરીદી શકે છે.


Luxury brands માટે ડિસ્કાઉન્ટ એક પડકાર

સામાન્ય બજારમાં મંદી દરમિયાન ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપી વેચાણ વધારવાનો પ્રયાસ થાય છે. પરંતુ લક્ઝરી બ્રાન્ડ્સ માટે ભારે ડિસ્કાઉન્ટ આપવું જોખમી સાબિત થઈ શકે છે. મોટા ડિસ્કાઉન્ટથી બ્રાન્ડની એક્ઝુલિવિટી અને કથિત મૂલ્ય પર અસર થઈ શકે છે. તેથી કેટલીક લક્ઝરી બ્રાન્ડ્સ પ્રોડક્ટ અને ઈન્વેન્ટરી નિયંત્રિત કરવા, લિમિટેડ કલેક્શન અને વધુ ખરીદશક્તિ ધરાવતા ગ્રાહકોને પ્રાથમિકતા આપવા જેવી સ્ટ્રેટેજી અપનાવી શકે છે.


Luxury Market in Recession


Pre-Owned Luxury Marketને મળી શકે છે વેગ

મંદીમાં નવી લક્ઝરી પ્રોડક્ટ્સની ઊંચી કિંમત ગ્રાહકોને સેકન્ડ હેન્ડ/જૂની વસ્તુઓનું વેચાણ ધરાવતા માર્કેટ તરફ લઈ જઈ શકે છે. દરમિયાન ગ્રાહકો ઓછી કિંમતમાં ફેમસ બ્રાન્ડની વસ્તુ ખરીદવા તરફ આકર્ષાતો હોય છે.


Luxury Travel અને માંગ પર અસર

મંદીનાં સમયે ગ્રાહકો મુસાફરી કરવાનું ટાળતા હોવાથી લક્ઝરી ટ્રાવેલ અને હોસ્પિટાલિટી પર મંદીની અસર જોવા મળી શકે છે. જોકે, હાઈ નેટવર્થ ધરાવતા ગ્રાહકોમાં પ્રાઈવેટ વિલા, લક્ઝરી હોટેલ, ક્રૂઝ જેવી સેવાઓની માંગ ચાલુ રહી શકે છે.


Luxury Market in Recession



મંદી દરમિયાન ગ્રાહકોનો વિશ્વાસ ઘટતાં આકાંક્ષાત્મક ખર્ચ (Aspirational spending) પર સીધી અસર પડે છે અને લક્ઝરી પ્રોડક્ટ્સની માંગમાં ઘટાડો થઈ શકે છે. જોકે, હાઈ નેટવર્થ ધરાવતા ગ્રાહકોની ખરીદશક્તિ પ્રમાણમાં સ્થિર રહેતી હોવાથી પ્રિમિયમ અને અલ્ટ્રા લક્ઝરી પ્રોડક્ટ્સની માંગ ટકી શકે છે. આવા સમયમાં ગ્રાહકો વધુ વસ્તુઓ ખરીદવાને બદલે આઈકોનિક પ્રોડક્ટ, ઉચ્ચ ગુણવત્તા અને વિશિષ્ટ અનુભવ પ્રદાન કરવા પર ખર્ચ કરવાનું પસંદ કરી શકે છે. આવા સમયમાં ગ્રાહકો વધુ વસ્તુઓ ખરીદવાને બદલે આઈકોનિક પ્રોડક્ટ, ઉચ્ચ ગુણવત્તા અને વિશિષ્ટ અનુભવ પર ખર્ચ કરવાનું પસંદ કરી શકે છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. Crash Stock: આ 7 શેર ઓલ ટાઈમ હાઈથી 50%થી વધુ નીચેની સપાટીએ
  2. બજારે ઘટાડો અટકાવ્યો, વૈશ્વિક પડકારો વચ્ચે બજાર 333 પોઇન્ટ વધીને બંધ આવ્યુ
  3. Prasol Chemicals 10 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટ થયા પછી ઇશ્યૂ પ્રાઇસ જોડે બંધ આવ્યો
  4. ચીનમાં પેટન્ટની મંજૂરી મળતા ગોદાવરી બાયોરિફાઇનરીઝનો શેર 13 ટકાથી વધુ વધ્યો

Economy

See more
  1. ભારતની વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Gold Silver Outlook : સોના-ચાંદી આ સપ્તાહે ભારે દબાણ હેઠળ રહેવાની સંભાવના
  2. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ
  3. UPI MDR શું છે? હવે UPI પેમેન્ટ પર કેટલો ચાર્જ લાગશે? જાણો સંપૂર્ણ માહિતી
  4. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM