KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

અનાજ વ્યવસ્થામાં AIનો પ્રવેશ, ગુણવત્તા ચકાસણી થશે વધુ સચોટ

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમે ડાંગરની ગુણવત્તા ચકાસવા ચાર જિલ્લાના 10 ખરીદ કેન્દ્રો પર AI આધારિત Grain Analyzerનો પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. આ કેન્દ્રો પર કુલ 13,334 નોંધણીઓ સામે 6,191 સેમ્પલનું વિશ્લેષણ કરવામાં આવ્યું હોવાનું નિગમે જણાવ્યું છે.

KuberaNow
desk@kuberanowPublished On : 7 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Digital
AIથી બદલાશે ગુજરાતની અનાજ ખરીદી-વિતરણ વ્યવસ્થાAI GENERATED IMAGE

ગુજરાતમાં લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP હેઠળ થતી અનાજ ખરીદીમાં ગુણવત્તા ચકાસણી માટે AI ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. Kharif Marketing Season 2025-26 હેઠળ ડાંગરની ખરીદી માટે અમદાવાદ, મહિસાગર, આણંદ અને પંચમહાલ જિલ્લાના 10 ખરીદ કેન્દ્રો પર AI આધારિત Grain Analyzer મૂકવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના જણાવ્યા મુજબ આ પાયલોટ પ્રોજેક્ટનો હેતુ ડાંગરના સેમ્પલની તપાસ વધુ એકરૂપ અને પારદર્શક બનાવવાનો છે.


10 કેન્દ્રો પર 13,334 નોંધણી

પાયલોટ હેઠળ મહિસાગરના લુણાવાડામાં 2,278 અને સંતરામપુરમાં 1,246 નોંધણી થઈ હતી. આણંદ જિલ્લાના ખંભાતમાં 2,663 અને બોરસદમાં 884 નોંધણી નોંધાઈ. અમદાવાદ જિલ્લામાં ધોળકામાં 1,000, બાવળામાં 909, વિરમગામમાં 1,078 અને સાણંદમાં 1,288 નોંધણી થઈ હતી. પંચમહાલ જિલ્લાના ગોધરામાં 986 અને શહેરામાં 1,002 નોંધણી સાથે કુલ આંકડો 13,334 થયો હતો.


6,191 સેમ્પલનું AIથી વિશ્લેષણ

નિગમ મુજબ AI Grain Analyzer દ્વારા કુલ 6,191 ડાંગરના સેમ્પલનું વિશ્લેષણ કરવામાં આવ્યું. આ મશીન Foreign Matter, નુકસાનગ્રસ્ત અથવા રંગ બદલાયેલા દાણા, અપરિપક્વ અથવા સંકોચાયેલા દાણા, અન્ય જાતની ભેળસેળ અને Moisture જેવી બાબતોની તપાસ કરે છે. નિગમે ધોળકા ખાતે સૌથી વધુ 24% અને વિરમગામ ખાતે 0% રિજેક્શન નોંધાયું હોવાનું જણાવ્યું છે. નિગમ દ્વારા જાહેર કરાયેલા આંકડામાં 3,379 Grade-A અને 2,812 Common સેમ્પલ દર્શાવવામાં આવ્યા છે, જે મળીને 6,191 થાય છે. સાથે 341 સેમ્પલ રિજેક્ટ થયાનો પણ ઉલ્લેખ છે. તેથી રિજેક્ટ થયેલા સેમ્પલ કઈ શ્રેણીમાં ગણાયા છે તે આપેલી માહિતીમાં સ્પષ્ટ નથી.


હાલની પદ્ધતિ સામે AI મોડલ

AI Grain Analyzer ચલાવવા માટે સતત વીજ પુરવઠો અને દરેક કેન્દ્ર પર એક વ્યક્તિની જરૂર પડે છે. તેની સામે નિગમની હાલની Third-Party Surveying-Grading પદ્ધતિમાં બે વ્યક્તિ વૈજ્ઞાનિક સાધનો દ્વારા સેમ્પલિંગ અને ગ્રેડિંગ કરે છે અને તે માટે સતત વીજ પુરવઠાની જરૂર પડતી નથી. આ પાયલોટ દ્વારા AI આધારિત તપાસ અને હાલની માનવ આધારિત ગુણવત્તા ચકાસણી વચ્ચેના વ્યવહારિક લાભ-મર્યાદાનો પણ અંદાજ મેળવી શકાય છે.


કેટલાક ઉત્પાદનોમાં FSSAI કરતાં કડક ધોરણોનો દાવો

નિગમ ઘઉં, ચોખા, ડાંગર, બાજરી, જુવાર, રાગી, તુવેરદાળ, ચણા, સિંગતેલ, ડબલ ફોર્ટિફાઇડ મીઠું અને સફેદ ખાંડ સહિતની વસ્તુઓની ખરીદી અને વિતરણ કરે છે. ઘઉં અને ચોખાની ખરીદી FCIના ધોરણો તથા MSP અનાજની ખરીદી કેન્દ્ર સરકારના Uniform Specifications મુજબ થાય છે. નિગમના જણાવ્યા મુજબ તુવેરદાળ, ચણા, ખાદ્યતેલ, ખાંડ અને Double Fortified Salt માટે કેટલાક ગુણવત્તા માપદંડ FSSAIના ધોરણોથી પણ વધુ કડક રાખવામાં આવ્યા છે.


100% Cross Verificationની વ્યવસ્થા

તુવેરદાળ અને ચણાના પુરવઠામાં ટ્રકને Single-use Wire Sealથી સીલ કરીને ગોડાઉન મોકલવામાં આવે છે. ગોડાઉન સ્તરે લેવામાં આવેલા સેમ્પલનું Quality Control શાખા મારફતે FRL ખાતે 100% Cross Verification કરાવવામાં આવે છે. વિશ્લેષણ માટે સંબંધિત IS Standardsની પદ્ધતિનો ઉપયોગ થાય છે. નિગમનો દાવો છે કે AI આધારિત તપાસ અને Cross Verification જેવી પ્રક્રિયાઓથી જાહેર વિતરણ વ્યવસ્થામાં ગુણવત્તા નિયંત્રણ વધુ મજબૂત બનાવી શકાય છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


આ પણ વાંચો: EPFO મેમ્બર્સ માટે રાહતના સમાચાર, એક જ ક્લિકથી થઇ જશે એકાઉન્ટ વેરીફાઈ

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. Crash Stock: આ 7 શેર ઓલ ટાઈમ હાઈથી 50%થી વધુ નીચેની સપાટીએ
  2. બજારે ઘટાડો અટકાવ્યો, વૈશ્વિક પડકારો વચ્ચે બજાર 333 પોઇન્ટ વધીને બંધ આવ્યુ
  3. Prasol Chemicals 10 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટ થયા પછી ઇશ્યૂ પ્રાઇસ જોડે બંધ આવ્યો
  4. ચીનમાં પેટન્ટની મંજૂરી મળતા ગોદાવરી બાયોરિફાઇનરીઝનો શેર 13 ટકાથી વધુ વધ્યો

Economy

See more
  1. ભારતની વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Gold Silver Outlook : સોના-ચાંદી આ સપ્તાહે ભારે દબાણ હેઠળ રહેવાની સંભાવના
  2. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ
  3. UPI MDR શું છે? હવે UPI પેમેન્ટ પર કેટલો ચાર્જ લાગશે? જાણો સંપૂર્ણ માહિતી
  4. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM