KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ

અમેરિકાના 10 વર્ષના ટ્રેઝરી બોન્ડની યીલ્ડ 5%થી ઉપર જતાં ભારત જેવા ઊભરતા બજારોનું આકર્ષણ ઘટી શકે છે. સુરક્ષિત અમેરિકન બોન્ડમાં ઊંચું વળતર મળવાથી વિદેશી રોકાણકારો ભારતમાંથી મૂડી પાછી ખેંચી શકે છે.

KuberaNow
desk@kuberanowPublished On : 15 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Indian Bond Market
Indian Bond MarketAI Generated Image

ભારતના બોન્ડ બજાર (Bond Market)માં ફરી દબાણ વધ્યું છે. 15 સપ્ટેમ્બર 2026ના રોજ 10 વર્ષના સરકારી બોન્ડની યીલ્ડ (Bond Yield) વધીને 7.09%થી 7.10% સુધી પહોંચી હતી, જે અગાઉના 7.02%ના બંધ સ્તર કરતાં વધુ છે. એક મહિનામાં યીલ્ડ લગભગ 0.32 ટકા પોઇન્ટ વધી છે. બોન્ડ યીલ્ડમાં આ ઉછાળો સરકાર અને કંપનીઓની સાથે સામાન્ય લોકો માટે પણ ધિરાણ મોંઘું થવાનો સંકેત આપે છે.


મીડિયા અહેવાલ મુજબ, રિઝર્વ બેન્ક ઓપન માર્કેટની કામગીરી હેઠળ ત્રણ તબક્કામાં કુલ ₹1 લાખ કરોડના સરકારી બોન્ડ વેચશે. પ્રથમ હરાજી 16 સપ્ટેમ્બરે થશે, જેમાં ₹50,000 કરોડના બોન્ડ વેચવાની યોજના છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થામાં રહેલી વધારાની રોકડ ઘટાડવાનો છે. RBI બોન્ડ વેચે ત્યારે બેન્કો અને રોકાણકારો તેની ખરીદી માટે નાણાં ચૂકવે છે. પરિણામે બજારમાં ઉપલબ્ધ રોકડ ઘટે છે. જોકે, એકસાથે વધુ બોન્ડ વેચાણ માટે આવતા સપ્લાય વધે છે. માંગ નબળી રહે તો બોન્ડના ભાવ ઘટે છે અને યીલ્ડ વધે છે.

 

RBI રેપો રેટ 0.25% વધારી શકે તેવી આશંકા


રાજ્યોની ₹35,900 કરોડની સ્ટેટ ડેવલપમેન્ટ લોનની હરાજી પણ થવાની છે. કેન્દ્ર, RBI અને રાજ્યોના બોન્ડની સપ્લાય એકસાથે વધતાં રોકાણકારો વધુ યીલ્ડની માગ કરી શકે છે. ઓગસ્ટ 2026માં છૂટક મોંઘવારી વધીને 4.82% થઈ, જે 20 મહિનાનું સર્વોચ્ચ સ્તર છે. ખાદ્ય મોંઘવારી 5.95% અને મુખ્ય મોંઘવારી 4.2% પર પહોંચી છે. આ સ્થિતિને કારણે ઓક્ટોબરની નાણાકીય નીતિમાં RBI રેપો રેટ 0.25% વધારી શકે તેવી આશંકા છે. જોકે, RBI તરફથી કોઈ સત્તાવાર સંકેત આપવામાં આવ્યો નથી. બીજી તરફ, બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $106થી ઉપર હોવાથી ભારતના આયાત ખર્ચ, રૂપિયા અને ભાવવધારા પર દબાણ વધવાની શક્યતા છે.

 

US યીલ્ડ પણ 5%ને પાર

 

અમેરિકાના 10 વર્ષના ટ્રેઝરી બોન્ડની યીલ્ડ 5%થી ઉપર જતાં ભારત જેવા ઊભરતા બજારોનું આકર્ષણ ઘટી શકે છે. સિક્યોર યુએસ બોન્ડમાં ઊંચું વળતર મળવાથી વિદેશી રોકાણકારો ભારતમાંથી મૂડી પાછી ખેંચી શકે છે. ભારતીય યીલ્ડ 7.10%થી ઉપર ટકી રહેશે તો તે 7.15% તરફ આગળ વધી શકે છે. આવી સ્થિતિમાં હોમ અને કાર લોન સસ્તી થવાની આશા નબળી પડશે. રિયલ એસ્ટેટ, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને વધુ દેવું ધરાવતી કંપનીઓના શેર પર પણ દબાણ વધી શકે છે.

આ પણ વાંચો: ભારતીય અથાણાં, મધની વિદેશમાં વધી માંગ, નિકાસ $576 મિલિયનને પાર


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM