KuberaNowLogo
Thursday, 17/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

વંદે ભારતનો નવો રૂટ: અમદાવાદથી વેરાવળ હવે ધોળકા-બોટાદ થઈ પહોંચી શકાશે, જાણો સમય અને ભાડું

પશ્ચિમ રેલ્વે દ્વારા સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

KuberaNow
desk@kuberanowPublished On : 18 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
Vande Bharat Express Train
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનાં રૂટમાં ફેરફારAI Generated Image

અમદાવાદ: વંદે ભારતના રૂટમાં મોટો ફેરફાર થયો છે, જેનાથી સૌરાષ્ટ્રના અનેક મુસાફરોને સીધો ફાયદો થશે. 17 ઓગસ્ટથી સાબરમતી-વેરાવળ વંદે ભારત હવે સુરેન્દ્રનગર-રાજકોટ નહીં, પરંતુ ધોળકા, ધંધુકા, બોટાદ અને જૂનાગઢ રૂટ પર દોડતી થઈ. એટલે નવા રૂટ પરના મુસાફરોને પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ઝડપી રેલ સેવાનો લાભ મળશે.


પશ્ચિમ રેલ્વે દ્વારા સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 17 ઓગસ્ટ 2026થી રૂટ બદલાતા મુસાફરો નવા રૂટ મુજબ સાબરમતીથી ધોળકા-ધંધુકા-બોટાદ અને જૂનાગઢ થઈને વેરાવળ પહોંચી શકશે. અગાઉ આ ટ્રેનનો રૂટ સાબરમતીથી સુરેન્દ્રનગર અને રાજકોટ થઈ વેરાવળ હતો.


ટ્રેનનાં ઉદ્ઘાટનમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, ગઢડાના MLA મહંત શંભુનાથ ટુંડિયા, રાજ્યમંત્રી કૌશિક વેકરીયા, સાંસદ ભરત સુતરિયા સહિતના આગેવાનોએ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલ્વે દ્વારા ટ્રેનનાં રૂટમાં ફેરફાર કરાતા વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ સ્ટેશનનાં બદલે ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસા, ચીતલ અને જૂનાગઢ સ્ટેશન પર વંદે ભારત ટ્રેન ઊભી રહેશે, જેથી અહીંના મુસાફરોને પ્રથમ વખત વંદે ભારત રેલ સેવાનો લાભ મળશે. વંદે ભારત એક્સપ્રેસ 26901 ગુરૂવાર સિવાય સાબરમતીથી સવારે 6:00 વાગ્યે ઉપડશે, બપોરે 12:50 વાગ્યે વેરાવળ પહોંચશે. વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ-26902 ગુરુવાર સિવાય વેરાવળથી બપોરે 3:50 વાગ્યે ઉપડશે અને રાત્રે 10:25 વાગ્યે સાબરમતી પહોંચશે.


વંદે ભારત ટ્રેન કેટલા વાગ્યે અને ક્યાંથી ઉપડશે?


સાબરમતીથી વેરાવળ


વેરાવળથી સાબરમતી


ટ્રેનની ટિકિટનો દર


ટ્રેનની ટિકિટ AC ચેર કારના ₹1125

એક્ઝિક્યુટિવ ચેર કારના ₹ 2125


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. Crash Stock: આ 7 શેર ઓલ ટાઈમ હાઈથી 50%થી વધુ નીચેની સપાટીએ
  2. બજારે ઘટાડો અટકાવ્યો, વૈશ્વિક પડકારો વચ્ચે બજાર 333 પોઇન્ટ વધીને બંધ આવ્યુ
  3. Prasol Chemicals 10 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટ થયા પછી ઇશ્યૂ પ્રાઇસ જોડે બંધ આવ્યો
  4. ચીનમાં પેટન્ટની મંજૂરી મળતા ગોદાવરી બાયોરિફાઇનરીઝનો શેર 13 ટકાથી વધુ વધ્યો

Economy

See more
  1. ભારતની વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Gold Silver Outlook : સોના-ચાંદી આ સપ્તાહે ભારે દબાણ હેઠળ રહેવાની સંભાવના
  2. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ
  3. UPI MDR શું છે? હવે UPI પેમેન્ટ પર કેટલો ચાર્જ લાગશે? જાણો સંપૂર્ણ માહિતી
  4. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM