KuberaNowLogo
Thursday, 17/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

8th Pay Commission: લઘુતમ વેતન ₹68,000 કરવાની માંગ, જૂની પેન્શન યોજના પર પણ ભાર

ચેન્નઈ GPO પેન્શનર્સ ફોરમે નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારને વધતી મોંઘવારી સામે વધુ નાણાકીય સુરક્ષા આપવા પેન્શન તથા ફેમિલી પેન્શન વધારવાની માગ કરી છે.

KuberaNow
desk@kuberanowPublished On : 11 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
8th Pay Commission
8th Pay CommissionAI Generated Image

8th Pay Commission: ચેન્નઈમાં યોજાયેલી 8મા પગાર પંચની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો સંબંધિત અનેક માગણીઓ રજૂ કરવામાં આવી છે. ચેન્નઈ GPO પેન્શનર્સ ફોરમે જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા, પેન્શનમાં વધારો કરવા અને લઘુતમ વેતન ₹68,000 નક્કી કરવા સહિતના મુદ્દા ઉઠાવ્યા છે. જોકે આ તમામ માગણીઓ છે અને તેના પર હજુ કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.


ફોરમે નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારને વધતી મોંઘવારી સામે વધુ નાણાકીય સુરક્ષા આપવા પેન્શન તથા ફેમિલી પેન્શન વધારવાની માગ કરી છે. પેન્શનનો એક ભાગ એકસાથે મેળવવાની કમ્યુટેશન વ્યવસ્થામાં વસૂલાતનો સમયગાળો અને ગણતરી સ્પષ્ટ કરવાની રજૂઆત પણ કરવામાં આવી છે. પોસ્ટલ કર્મચારીઓ માટે Modified Assured Career Progression એટલે કે MACP યોજનામાં સુધારો કરીને વધુ સારી કારકિર્દી પ્રગતિ અને યોગ્ય પગારધોરણ સુનિશ્ચિત કરવાની માગ ઉઠી છે.

 

લઘુતમ વેતન ₹68,000 કરવાની રજૂઆત

 

પ્રતિનિધિઓએ પગાર સુધારા માટે દર 10 વર્ષે નવા પંચની રાહ જોવી ન પડે તે માટે કાયમી વેતન સુધારા વ્યવસ્થા બનાવવાની માગ કરી છે. લઘુતમ વેતન ₹68,000 કરવા અને હાલના Pay Matrixની સાથે ‘Running Scale’નો વિકલ્પ ઉમેરવાની રજૂઆત પણ કરવામાં આવી છે. મહિલા કર્મચારીઓ અને દિવ્યાંગ કર્મચારીઓની વિશેષ જરૂરિયાતોને પણ નવી વ્યવસ્થામાં સ્થાન આપવાની માગ છે.

 

કાયદાકીય પડકાર શું છે?

 

કાયદાકીય નિષ્ણાતોના મતે પ્રમાણે પેન્શન અને ગ્રેચ્યુઇટી કર્મચારીની અગાઉની સેવાના બદલામાં મળતા સ્થગિત વળતર સમાન છે. તેથી 2026 પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓના પ્રાપ્ત અધિકારો ઘટાડવાથી કાયદાકીય વિવાદ ઊભો થઈ શકે છે. નાગરિક કર્મચારીઓ માટે ‘વન રેન્ક, વન પેન્શન’ લાગુ કરવું પણ મુશ્કેલ બની શકે છે, કારણ કે વિવિધ વિભાગો, કેડર અને ભરતી વર્ષ પ્રમાણે સેવા માળખું અલગ હોય છે. અસ્પષ્ટ અમલીકરણ, કટ-ઓફ તારીખ અને સંક્રમણ નિયમો કેન્દ્ર તથા રાજ્યોમાં કાયદાકીય વિવાદ સર્જી શકે છે. ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતાવાળું 8મું પગાર પંચ મે-જૂન 2027 સુધીમાં અહેવાલ રજૂ કરે તેવી અપેક્ષા છે. પંચની ભલામણો બાદ અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર કરશે.


આ પણ વાંચો: આજે જાહેર ક્ષેત્રની બેંકોમાં હડતાળ, કેટલા દિવસ કામકાજ બંધ રહેશે



અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. Crash Stock: આ 7 શેર ઓલ ટાઈમ હાઈથી 50%થી વધુ નીચેની સપાટીએ
  2. બજારે ઘટાડો અટકાવ્યો, વૈશ્વિક પડકારો વચ્ચે બજાર 333 પોઇન્ટ વધીને બંધ આવ્યુ
  3. Prasol Chemicals 10 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટ થયા પછી ઇશ્યૂ પ્રાઇસ જોડે બંધ આવ્યો
  4. ચીનમાં પેટન્ટની મંજૂરી મળતા ગોદાવરી બાયોરિફાઇનરીઝનો શેર 13 ટકાથી વધુ વધ્યો

Economy

See more
  1. ભારતની વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Gold Silver Outlook : સોના-ચાંદી આ સપ્તાહે ભારે દબાણ હેઠળ રહેવાની સંભાવના
  2. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ
  3. UPI MDR શું છે? હવે UPI પેમેન્ટ પર કેટલો ચાર્જ લાગશે? જાણો સંપૂર્ણ માહિતી
  4. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM