BRICS Summit: પુતિનથી જિનપિંગ સુધીના 26 મહાનુભાવો ક્યારે આવશે ભારત
12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી 18મી BRICS શિખર બેઠક માટે સભ્ય દેશોના નેતાઓનું ભારત આગમન શરૂ થયું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સહિતના નેતાઓ નવી દિલ્હી પહોંચ્યા છે.

નવી દિલ્હીમાં યોજાનારી BRICS Summit 2026 માટે વિશ્વના અનેક નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓનું ભારત આગમન શરૂ થયું છે. વિદેશ મંત્રાલયે 10 સપ્ટેમ્બર, રાત્રે 9 વાગ્યા સુધીની માહિતીના આધારે કુલ 26 મહાનુભાવોના આગમનનો કાર્યક્રમ જાહેર કર્યો છે. તેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સહિતના નેતાઓ સામેલ છે.
11 સપ્ટેમ્બરે વૈશ્વિક નેતાઓનું આગમન
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 11 સપ્ટેમ્બરે રાત્રે 1:15 વાગ્યે પાલમ એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારબાદ WHOના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસ સવારે 4:10 વાગ્યે નવી દિલ્હી પહોંચ્યા હતા.
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાનું આગમન સવારે 9:05 વાગ્યે અને યુગાન્ડાનાં ઉપરાષ્ટ્રપતિ જેસિકા અલુપોનું આગમન સવારે 9:15 વાગ્યે નક્કી કરવામાં આવ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ બપોરે 1:25 વાગ્યે અને ન્યૂ ડેવલપમેન્ટ બેન્કનાં પ્રમુખ દિલ્મા રુસેફ બપોરે 2 વાગ્યે પહોંચવાના છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન પણ બપોરે 2 વાગ્યે પાલમ એરફોર્સ સ્ટેશન પહોંચવાના છે.
નાઇજિરિયાના ઉપરાષ્ટ્રપતિ કાશિમ શેટ્ટિમા, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન પણ 11 સપ્ટેમ્બરે ભારત આવશે.
મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ સાંજે 6:40 વાગ્યે અને ઇથોપિયાના પ્રધાનમંત્રી અબી અહમદ અલી સાંજે 7:30 વાગ્યે દિલ્હી પહોંચવાના છે. ત્યારબાદ બુરુન્ડી, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિઓનું આગમન થશે.
શી જિનપિંગ 12 સપ્ટેમ્બરે પહોંચશે
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 12 સપ્ટેમ્બરે બપોરે 12:25 વાગ્યે પાલમ એરફોર્સ સ્ટેશન પહોંચશે. તેમની ભારત મુલાકાત પર વિશેષ નજર રહેશે. કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસિમ-જોમેર્ટ ટોકાયેવ પણ એ જ દિવસે સાંજે 4:10 વાગ્યે પહોંચશે.
બેલારુસ, વિયેતનામ, બહેરીન અને સાઉદી અરેબિયાના પ્રતિનિધિઓનું આગમન પણ 12 સપ્ટેમ્બરે નક્કી કરવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની હાજરી
BRICS બેઠકમાં પાંચ મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ ભાગ લેશે:
- WHOના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસ
- AIIBનાં પ્રમુખ ઝોઉ જિયાઈ
- UNના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ
- NDBનાં પ્રમુખ દિલ્મા રુસેફ
- WTOનાં મહાનિર્દેશક ડૉ. ન્ગોઝી ઓકોન્જો-ઇવેલા
ભારત માટે કેમ મહત્ત્વપૂર્ણ?
અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, વડાપ્રધાનો અને વૈશ્વિક સંસ્થાઓના વડાઓની હાજરી BRICSના વિસ્તરતા પ્રભાવને દર્શાવે છે. બેઠક દરમિયાન વૈશ્વિક વેપાર, ઊર્જા સુરક્ષા, વિકાસ માટેનું ધિરાણ, સ્થાનિક ચલણમાં વેપાર અને બહુપક્ષીય સંસ્થાઓમાં સુધારા જેવા મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો: NSEનો IPO 17 સપ્ટેમ્બરે આવશે
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
