KuberaNowLogo
Thursday, 17/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

H-1B વિઝા ફીમાં ધરખમ વધારાના એંધાણથી ભારતીય IT પ્રોફેશનલ્સ ચિંતામાં!

અમેરિકાનું Department of Homeland Security H-1B અને F-1 OPT કાર્યક્રમો માટે નવી ફી લાવવાની તૈયારીમાં છે. H-1B લાભાર્થીઓમાં ભારતીયોનો હિસ્સો 70%થી વધુ હોવાથી કોઈ મોટો ફી વધારો થાય તો ભારતીય કર્મચારીઓ અને તેમને સ્પોન્સર કરતી કંપનીઓ પર સીધી અસર પડી શકે છે.

KuberaNow
desk@kuberanowPublished On : 25 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
H-1B Visa
અમેરિકામાં નોકરીનો રસ્તો થશે મોંઘો, H-1B વિઝા ફીમાં મોટા વધારાની તૈયારીAI GENERATED IMAGE

અમેરિકામાં કામ કરવા ઈચ્છતા વિદેશી પ્રોફેશનલ્સ માટે H-1B Visa વધુ મોંઘું બની શકે છે. US Department of Homeland Security (DHS) H-1B petitions પર નવી મોટી ફી લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે. અહેવાલ મુજબ સંભવિત ફી $100,000થી વધુ હોઈ શકે છે. જોકે નિયમની અંતિમ વિગતો હજુ સત્તાવાર રીતે જાહેર થઈ નથી અને પ્રસ્તાવ અમલમાં આવ્યો નથી.


ભારતીયો પર સૌથી વધુ અસર કેમ?

H-1B Visaનો સૌથી મોટો લાભાર્થી વર્ગ ભારતીયો છે. US Citizenship and Immigration Servicesના 2024ના આંકડા મુજબ કુલ 399,402 H-1B petitions મંજૂર કરવામાં આવી હતી, જેમાંથી લગભગ 71% લાભાર્થી ભારતીય મૂળના હતા. એટલે ફીમાં મોટો વધારો થાય તો ભારતીય IT અને અન્ય skilled professionals ઉપરાંત તેમને અમેરિકામાં નોકરી માટે sponsor કરતી કંપનીઓના ખર્ચમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.


OPT માટે પણ નવી ફીનો પ્રસ્તાવ

H-1B ઉપરાંત અમેરિકામાં અભ્યાસ કર્યા પછી કામ કરવાની તક આપતા F-1 Optional Practical Training (OPT) કાર્યક્રમ માટે પણ નવી ફી લાવવાની તૈયારી છે. આ પ્રકારનો વધારો ખાસ કરીને અમેરિકામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી તરફ આગળ વધતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ખર્ચ વધારી શકે છે.


60 દિવસનો grace period પણ જોખમમાં

DHSએ બેરોજગાર થયેલા કેટલાક H-1B કર્મચારીઓને મળતો હાલનો 60 દિવસનો grace period દૂર કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. હાલ નોકરી છૂટ્યા બાદ પાત્ર H-1B કર્મચારીને નવી નોકરી શોધવા અથવા પોતાનો immigration status બદલવા માટે મર્યાદિત સમય મળે છે. જો આ જોગવાઈ દૂર થાય તો નોકરી ગુમાવનાર કર્મચારીઓ અને તેમના આશ્રિતો પર તાત્કાલિક દબાણ વધી શકે છે.


હજુ અંતિમ નિયમ જાહેર થયો નથી

H-1B અને OPT સંબંધિત ફીના પ્રસ્તાવો regulatory reviewની પ્રક્રિયામાં છે. તેથી કેટલી ફી લાગશે, કયા પ્રકારની અરજીઓ પર લાગશે અને ક્યારથી અમલ થશે તેની સંપૂર્ણ સ્પષ્ટતા અંતિમ નિયમ જાહેર થયા બાદ જ થશે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. Crash Stock: આ 7 શેર ઓલ ટાઈમ હાઈથી 50%થી વધુ નીચેની સપાટીએ
  2. બજારે ઘટાડો અટકાવ્યો, વૈશ્વિક પડકારો વચ્ચે બજાર 333 પોઇન્ટ વધીને બંધ આવ્યુ
  3. Prasol Chemicals 10 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટ થયા પછી ઇશ્યૂ પ્રાઇસ જોડે બંધ આવ્યો
  4. ચીનમાં પેટન્ટની મંજૂરી મળતા ગોદાવરી બાયોરિફાઇનરીઝનો શેર 13 ટકાથી વધુ વધ્યો

Economy

See more
  1. ભારતની વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Gold Silver Outlook : સોના-ચાંદી આ સપ્તાહે ભારે દબાણ હેઠળ રહેવાની સંભાવના
  2. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ
  3. UPI MDR શું છે? હવે UPI પેમેન્ટ પર કેટલો ચાર્જ લાગશે? જાણો સંપૂર્ણ માહિતી
  4. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM