KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

NSE IPO મારફતે જૂના 10 મોટા શેરધારકોને કરાવશે જંગી નફો

નેશનલ સ્ટોક એક્સચેન્જના IPOથી એક્સચેન્જના જૂના શેરધારકોને જંગી નફો થવાની શક્યતા છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP)માં જાહેર કરવામાં આવેલી ખરીદ કિંમત અને IPOના ₹1,785ના મહત્તમ ભાવના આધારે 10 મોટા શેરધારકો (સેલિંગ શેરહોલ્ડર્સ)ને તેમના શેરમાંથી કુલ અંદાજીત ₹17,035 કરોડ મળી શકે છે.

KuberaNow
desk@kuberanowPublished On : 16 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
NSE IPO
NSE IPOAI Generated Image

લાંબાગાળાથી રાહ જોવાઈ રહેલો NSEના IPOમાં શેર વેચનારા 10 મોટા સંસ્થાકીય શેરધારકોને મોટો નફો થવાની શક્યતા છે. ₹1,785ના મહત્તમ ભાવ પ્રમાણે વેચાણ માટે મૂકેલા શેરમાંથી કુલ ₹17,035 કરોડ એકત્ર કરશે. આ શેરોની કુલ ખરીદ કિંમત માત્ર ₹534 કરોડ હોવાથી અંદાજિત નફો લગભગ ₹16,501 કરોડ થઈ શકે છે.

 

નેશનલ સ્ટોક એક્સચેન્જના IPOથી એક્સચેન્જના જૂના શેરધારકોને જંગી નફો થવાની શક્યતા છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP)માં જાહેર કરવામાં આવેલી ખરીદ કિંમત અને IPOના ₹1,785ના મહત્તમ ભાવના આધારે 10 મોટા શેરધારકો (સેલિંગ શેરહોલ્ડર્સ)ને તેમના શેરમાંથી કુલ અંદાજીત ₹17,035 કરોડ મળી શકે છે.

 

SBIને સૌથી મોટો નફો

 

શેર વેચનારા શેરધારકોમાં State Bank of India સૌથી વધુ નફો મેળવનારી બની રહેશે. SBI IPO દ્વારા 1.597 કરોડ શેર વેચશે. બેન્કે આ શેર માત્ર ₹0.80 પ્રતિ શેરના ખર્ચે મેળવ્યા હતા. પ્રાઇસ બેન્ડની ઉપલી મર્યાદા મુજબ, માત્ર રૂ. 1.28 કરોડની એક્વિઝિશન કોસ્ટ સામે આ શેરથી અંદાજે રૂ. 2,851 કરોડની રકમ પ્રાપ્ત થશે.

 

CPP Investmentsને ₹1,700 કરોડથી વધુનો સંભવિત નફો

 

Canada Pension Plan Investment Board એટલે કે CPP Investments IPOમાં 1.187 કરોડ શેર વેચશે. તેની સરેરાશ એક્વિઝિશન કોસ્ટ ₹324.13 પ્રતિ શેર છે. વેચાણ માટેના શેરોનો કુલ ખરીદ ખર્ચ આશરે ₹384.9 કરોડ છે, જ્યારે ઉપલા ભાવે તેને લગભગ ₹2,120 કરોડ મળી શકે છે. આ પ્રમાણે CPP Investmentsનો સંભવિત નફો આશરે ₹1,735 કરોડ થઈ શકે છે.

 

Aranda અને MS Strategicને પણ મોટી કમાણી

 

મોરેશિયસ સ્થિત Aranda Investments 1.125 કરોડ શેર વેચશે. કંપનીએ આ શેર ₹62.38 પ્રતિ શેરના ભાવે ખરીદ્યાં હતા. તેની કુલ એક્વિઝિશન કોસ્ટ આશરે ₹70.2 કરોડ હતી, જ્યારે વેચાણથી આશરે ₹2,007 કરોડ મેળવી શકે છે. મોરેશિયસ સ્થિત MS Strategic IPO દ્વારા 1.10 કરોડ શેર વેચશે. તેની પ્રતિ શેર ખરીદ કિંમત ₹66.54 અને કુલ એક્વિઝિશન કોસ્ટ આશરે ₹73.2 કરોડ છે. કંપની ઉપલા ભાવે આ શેરમાંથી લગભગ ₹1,964 કરોડ મેળવી શકે છે.

 


સરકારી વીમા કંપનીઓને જંગી વળતર

 

New India Assurance Company 1.05 કરોડ શેર વેચશે, જે ₹0.32 પ્રતિ શેરના ભાવે ખરીદ્યા હતા. પ્રાઇસ બેન્ડની ઉપલી મર્યાદા (અપર બેન્ડ) મુજબ માત્ર 33.6 લાખ રૂપિયાની એક્વિઝિશન કોસ્ટ સામે આ વેચાણથી અંદાજે 1,874 કરોડ રૂપિયાની આવક થશે.

 

General Insurance Corporation of India 61.9 લાખ શેર વેચી આશરે ₹1,104 કરોડ મેળવશે. કંપનીએ શેર ₹5.26ના સરેરાશ ભાવે ખરીદ્યા હતા. તેનો કુલ એક્વિઝિશન કોસ્ટ આશરે ₹3.25 કરોડ છે.

 

United India Insurance Company 60 લાખ શેર વેચશે. જે ₹0.50 પ્રતિ શેર ₹30 લાખમાં ખરીદ્યાં હતા. IPOના ઉપલા ભાવે કંપનીને આશરે ₹1,071 કરોડ મળી શકે છે.

 

SBI Capital Markets 87.8 લાખ શેર વેચાણ માટે મૂકશે. કંપનીએ આ શેર ₹0.38 પ્રતિ શેરના ખર્ચે ખરીદ્યા હતા. જેની કુલ એક્વિઝિશન કોસ્ટ આશરે ₹33.4 લાખ થાય છે, જ્યારે ઉપલા ભાવે કંપનીને આશરે ₹1,567 કરોડ મળી શકે છે.

 

Bank of Baroda IPOમાં 76.9 લાખ શેર વેચશે. જે ₹0.54 પ્રતિ શેરના ભાવે ખરીદ્યા હતા. ઉપલા ભાવે આ શેરના વેચાણથી આશરે ₹1,373 કરોડ મળી શકે છે.

 

Stock Holding Corporation of India 61.9 લાખ શેર વેચશે અને તેને લગભગ ₹1,104 કરોડ મળવાની શક્યતા છે.

 

OFSનું કદ ઘટાડાયું

 

NSE હવે કુલ લગભગ 12.6 કરોડ શેર ઓફર ફોર સેલ મારફતે વેચશે. SBIએ પોતાના વેચાણ માટેના હિસ્સાને અગાઉના 1%થી ઘટાડીને આશરે 0.7% કર્યો છે. SBI Capital Marketsને વધારાના સેલિંગ શેરહોલ્ડર તરીકે સામેલ કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો: 2 દિવસમાં Solar Industriesનો શેર 17% તૂટ્યો, Jefferiesએ ખરીદીની ભલામણ કરી


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. Crash Stock: આ 7 શેર ઓલ ટાઈમ હાઈથી 50%થી વધુ નીચેની સપાટીએ
  2. બજારે ઘટાડો અટકાવ્યો, વૈશ્વિક પડકારો વચ્ચે બજાર 333 પોઇન્ટ વધીને બંધ આવ્યુ
  3. Prasol Chemicals 10 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટ થયા પછી ઇશ્યૂ પ્રાઇસ જોડે બંધ આવ્યો
  4. ચીનમાં પેટન્ટની મંજૂરી મળતા ગોદાવરી બાયોરિફાઇનરીઝનો શેર 13 ટકાથી વધુ વધ્યો

Economy

See more
  1. ભારતની વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Gold Silver Outlook : સોના-ચાંદી આ સપ્તાહે ભારે દબાણ હેઠળ રહેવાની સંભાવના
  2. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ
  3. UPI MDR શું છે? હવે UPI પેમેન્ટ પર કેટલો ચાર્જ લાગશે? જાણો સંપૂર્ણ માહિતી
  4. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM