KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Shanti Inorganicsનાં રોકાણકારોને લાગી લોટરી, લિસ્ટિંગ સાથે ₹1.19 લાખનો જંગી નફો

Shanti Inorganics સલ્ફર આધારિત અકાર્બનિક રસાયણોનું ઉત્પાદન અને વેપાર કરે છે. કંપનીના ઉત્પાદનોમાં સોડિયમ મેટાબાઇસલ્ફાઇટ, સોડિયમ સલ્ફાઇટ, એમોનિયમ બાઇસલ્ફાઇટ અને સોડિયમ બાઇસલ્ફાઇટ સોલ્યુશનનો સમાવેશ થાય છે.

KuberaNow
desk@kuberanowPublished On : 7 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Shanti inorganics shares strong debut
Shanti inorganics shares strong debutAI Generated Image

Shanti Inorganicsના શેરનું સોમવાર, 7 સપ્ટેમ્બરે NSE SME પ્લેટફોર્મ પર મજબૂત લિસ્ટિંગ થયું હતું. કંપનીનો શેર ₹83ની ઇશ્યૂ કિંમતની સામે ₹157.70 પર લિસ્ટ થયો હતો. એટલે કે રોકાણકારોને પ્રતિ શેર ₹74.70 અથવા 90%નો લિસ્ટિંગ લાભ મળ્યો હતો. આ પ્રીમિયમ કેમિકલ ક્ષેત્રની કંપનીના IPO પ્રત્યે રોકાણકારોની મજબૂત માગ દર્શાવે છે.

 

IPO 142 ગણાથી વધુ ભરાયો

 

₹47.24 કરોડનો IPO 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી રોકાણ માટે ખુલ્લો હતો. કંપનીએ પ્રતિ શેર ₹79થી ₹83નો ભાવપટ્ટો નક્કી કર્યો હતો. IPO એકંદરે 142.17 ગણો ભરાયો હતો. ઇશ્યૂમાં 56.91 લાખ નવા શેરનો સમાવેશ થતો હતો. તેમાં Offer for Saleનો કોઈ હિસ્સો નહોતો. એટલે IPOમાંથી મળનારી રકમ સીધી કંપનીને મળશે.

 

લઘુત્તમ રોકાણ ₹2.66 લાખ

 

IPOમાં એક લોટ 1,600 શેરનો હતો. ભાવપટ્ટાના ઉપલા સ્તર ₹83 પ્રમાણે એક લોટ માટે ₹1.33 લાખનું રોકાણ જરૂરી હતું. રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા બે લોટ માટે અરજી કરવાની હોવાથી લઘુતમ રોકાણ ₹2.66 લાખ હતું. અર્થાત, એક લોટમાં 1,600 શેર હતા, એટલે કે ₹1,32,800નું મિનિમમ રોકાણ કરવું પડે. કંપનીનું આજે લિસ્ટિંગ ₹157.70 પર લિસ્ટિંગ થતાં રોકાણકારોને ₹2,52,320 મળ્યાં હતા. એક લોટ પર કુલ નફો ₹74.70 થતા ₹1,19,520 જંગી નફો થયો હતો.

 

મોટી મિનિમમ ઈન્વેસ્ટમેન્ટ પ્રાઈસને કારણે આ ઇશ્યૂ પ્રમાણમાં વધુ જોખમ લેવાની ક્ષમતા ધરાવતા રોકાણકારો માટે હતો. તેમ છતાં મળેલા જંગી પ્રતિસાદે વિશિષ્ટ ઉત્પાદન અને ઔદ્યોગિક ક્ષેત્રની SME કંપનીઓ પ્રત્યે રોકાણકારોનો રસ દર્શાવ્યો છે. એક લોટમાં 1,600 શેર હતા.


Shanti Inorganics શું કરે છે?

 

Shanti Inorganics સલ્ફર આધારિત અકાર્બનિક રસાયણોનું ઉત્પાદન અને વેપાર કરે છે. કંપનીના ઉત્પાદનોમાં સોડિયમ મેટાબાઇસલ્ફાઇટ, સોડિયમ સલ્ફાઇટ, એમોનિયમ બાઇસલ્ફાઇટ અને સોડિયમ બાઇસલ્ફાઇટ સોલ્યુશનનો સમાવેશ થાય છે. કંપનીનાં ઉત્પાદનોનો ઉપયોગ ખાદ્યપદાર્થ અને પીણાં, ફાર્માસ્યુટિકલ્સ, તેલ ડ્રિલિંગ, કાગળ અને પલ્પ તેમજ જળ શુદ્ધિકરણ સહિતના વિવિધ ઉદ્યોગોમાં થાય છે. વિવિધ ઉદ્યોગોમાં ગ્રાહકો હોવાના કારણે કંપની કોઈ એક ક્ષેત્ર પર સંપૂર્ણપણે નિર્ભર નથી.

 

ગુજરાતમાં ઉત્પાદન એકમો

 

કંપની ગુજરાતમાં અમદાવાદના વટવા અને બાવળા ખાતે ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે. બાવળા ફેઝ-1 એકમે ફેબ્રુઆરી 2025માં વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કર્યું હતું. આ એકમની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 18,000 ટન છે.

 

મજબૂત લિસ્ટિંગ બાદ હવે રોકાણકારોની નજર શેર ગૌણ બજારમાં તેની તેજી જાળવી શકે છે કે નહીં તેના પર રહેશે. SME શેરોમાં મજબૂત લિસ્ટિંગ પછી મૂલ્યાંકન, ઓછી લિક્વિડિટી અને કંપનીની કમાણીનું પ્રદર્શન ખાસ મહત્વ ધરાવે છે.

 

આ પણ વાંચો: પ્રાઇમરી માર્કેટમાં IPOનો ધસારો, 11 ઇશ્યૂથી ₹7,054 કરોડ એકત્ર થશે



અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM