KuberaNowLogo
Thursday, 17/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

દેશના F&O માર્કેટમાંથી નીકળતા ટ્રેડરોઃ 87.7 ટકાએ કરી ખોટ

દેશમાં ટ્રેડરોમાં ફ્યુચર એન્ડ ઓપ્શન્સ માર્કેટ પ્રત્યે ટ્રેડરોનો મોહભંગ થઈ રહ્યો લાગે છે. તેના લીધે ટ્રેડરોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે

KuberaNow
desk@kuberanowPublished On : 21 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
Trader Loss
ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ માર્કેટમાં ટ્રેડરોને દેખાયા ધોળે દિવસે તારાAI Generated

મુંબઈઃ શેરબજારના ફ્યુચર એન્ડ ઓપ્શન્સ માર્કેટ પ્રત્યે રિટેલ રોકાણકારોનો મોહ ભંગ થઈ રહ્યો લાગે છે. સેબીના જ આંકડા દર્શાવે છે કે ટ્રેડરોએ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાં મોટાપાયા પર ખોટ કરી છે. કુલ ટ્રેડરોમાંથી 87.7 ટકાએ ખોટ કરી છે. જ્યારે ચોખ્ખી ખોટ 18 ટકા ઘટીને 91,685 કરોડ થઈ છે, જે 2024-25ના નાણાકીય વર્ષમાં 1,11,788 કરોડ હતી.


ટ્રેડરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

શેરબજારમાં સક્રિય ટ્રેડરોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. આ સંખ્યા 1.06 કરોડથી 18 ટકા ઘટીને 87.5 લાખ થઈ છે. આટલી ખોટ છતાં હજી પણ ઓપ્શન્સનું પ્રભુત્વ જારી છે. સેબીનું તારણ છે કે 99.3 ટકા ટ્રેડરોએ કમસેકમ એક વખત તો ઓપ્શન્સમાં ટ્રેડિંગ કર્યુ જ હોય છે. જ્યારે 93 ટકાએ ફક્ત ઓપ્શન્સમાં જ ટ્રેડિંગ કર્યું હોય છે.

સેબીએ જણાવ્યું હતું કે તેના અભ્યાસમાં નફાકારકતા, ભાગીદારી, સોદાકીય ખર્ચ અને ખોટ સહિતના પાસાને વ્યક્તિગત સ્તરે અને ક્લાયન્ટ લેવલે ચકાસવામાં આવ્યા હતા. તેમા આ સેગમેન્ટના લગભગ 90 ટકા ટ્રેડરોને આવરી લેવામાં આવ્યા છે.

નવા ટ્રેડરોની એન્ટ્રી 34.3 લાખથી 40 ટકા ઘટીને 20.8 લાખ થઈ છે. જ્યારે વર્તમાન ટ્રેડરોનો આંકડો 46 લાખથી 76 ટકા ઘટી 26 લાખ થયો છે. તેના લીધે નાણાકીય વર્ષ 2025-26ના અંત સુધીમાં વ્યક્તિગત ટ્રેડરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

 

ઇક્વિટી ડેરિવેટિવ્સના ટર્નઓવરમાં ઘટાડો

આના પગલે કુલ ઇક્વિટી ડેરિવેટિવ્સ ટર્નઓવર 641 લાખ કરોડ રૂપિયાથી 9 ટકા ઘટી 585 લાખ કરોડ રૂપિયા થયું હતું. જ્યારે ફ્યુચર્સનું ટર્નઓવર 15 ટકા ઘટી 394 લાખ કરોડ થયું હતું, જે અગાઉ 463 લાખ કરોડ હતું. જ્યારે ઓપ્શન્સ પ્રીમિયમનું ટર્નઓવર સાત ટકા વધી 191 લાખ કરોડ થયું હતું, જે અગાઉ 178 કરોડ રૂપિયા હતું.

 

દર 10માંથી નવ ટ્રેડરો ખોટમાં

જો કે ટ્રેડર્સની વ્યક્તિગત સ્તરે ખોટ 26 ટકા ઘટી રૂ.72,243 કરોડ થઈ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 97,882 કરોડ હતો. ખોટ કરતાં ટ્રેડરોનો હિસ્સો 90.9 ટકાથી ઘટીને 87.7 ટકા થયો છે. આમ તેમા 3.2 પોઇન્ટનો ઘટાડો થયો છે. પરંતુ તેમની સરેરાશ નાણાકીય ખોટ વધી છે. આ ખોટ 1.14 લાખ કરોડથી બે ટકા વધીને 1.17 લાખ કરોડ થઈ છે.

 

કુલ ખોટમાં 92 ટકા હિસ્સો ઓપ્શન ટ્રેડરોનો

ઓપ્શન્સ વ્યક્તિગત ટ્રેડરોનો પ્રીતિપાત્ર વિકલ્પ રહ્યો છે. સેબીનું તારણ છે કે 99.9 ટકા ટ્રેડરો ઓપ્શન્સમાં સોદા કરે છે, જ્યારે 6.6 ટકા ટ્રેડરો જ ફ્યુચરમાં સોદા કરે છે. આમ 93 ટકા ઓપ્શન્સમાં જ ટ્રેડિંગ કરે છે અને એક ટકાથી પણ ઓછા લોકો ફ્યુચર્સમાં ટ્રેડિંગ કરે છે. સેબીનું કહેવું છે કે 92 ટકા કુલ લોસ ઓપ્શન ટ્રેડિંગમાં જ થઈ છે. ટર્નઓવરના આંકડા પણ તેને સમર્થન આપે છે. નાણાકીય વર્ષ 2025-26માં ફ્યુચર્સનું ટર્નઓવર 15 ટકા ઘટ્યું હતું, જ્યારે ઓપ્શન પ્રીમિયમનું ટર્નઓવર સાત ટકા વધ્યું હતું.

આનો સીધો અર્થ એમ થાય કે વ્યક્તિગત ડેરિવેટિવ્સ એક્ટિવિટી વિવિધ પ્રોડ્કટ્સમાં પથરાયેલી ન હતી. ફ્યુચરમાં ટ્રેડરોની ભાગીદારી અને ટર્નઓવરમાં ઘટાડો થયો છે, પરંતુ ઓપ્શન્સમાં વ્યક્તિગત રોકાણકારોનો પ્રવાહ ધરખમ ખોટ છતાં અવિરત જારી છે.


યુવાનોની મોટાપાયા પર એન્ટ્રી

અભ્યાસ દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2025-26માં કુલ ટ્રેડરોમાં 43 ટકા હિસ્સો 30થી નીચેના વયના ટ્રેડરોનો છે, જે આંકડો 2021-22માં 31 ટકા હતો. જો કે યુવા ટ્રેડરોમાં ખોટનું પ્રમાણ પણ વધારે છે. 30 વર્ષથી નીચેની વયના 89 ટકા ટ્રેડર્સ ખોટ કરી રહ્યા છે. તેની તુલનાએ 60થી ઉપરની વયના 81 ટકા ટ્રેડર ખોટ કરી રહ્યા છે. આંકડા દર્શાવે છે કે ડેરિવેટિવ્સમાં યુવા સહભાગીઓનો હિસ્સો વધ્યો છે. તેની સાથે ખોટનું પ્રમાણ પણ ઊંચે ગયું છે.

 

 

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. Crash Stock: આ 7 શેર ઓલ ટાઈમ હાઈથી 50%થી વધુ નીચેની સપાટીએ
  2. બજારે ઘટાડો અટકાવ્યો, વૈશ્વિક પડકારો વચ્ચે બજાર 333 પોઇન્ટ વધીને બંધ આવ્યુ
  3. Prasol Chemicals 10 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટ થયા પછી ઇશ્યૂ પ્રાઇસ જોડે બંધ આવ્યો
  4. ચીનમાં પેટન્ટની મંજૂરી મળતા ગોદાવરી બાયોરિફાઇનરીઝનો શેર 13 ટકાથી વધુ વધ્યો

Economy

See more
  1. ભારતની વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Gold Silver Outlook : સોના-ચાંદી આ સપ્તાહે ભારે દબાણ હેઠળ રહેવાની સંભાવના
  2. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ
  3. UPI MDR શું છે? હવે UPI પેમેન્ટ પર કેટલો ચાર્જ લાગશે? જાણો સંપૂર્ણ માહિતી
  4. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM