Growwની પેરેન્ટ કંપની Billionbrains Garage Venturesમાં બ્લોક ડીલના પગલે 4 ટકાનો કડાકો
જાણીતી બ્રાન્ડ ગ્રોની પેરેન્ટ કંપની બિલિયનબ્રેઇન્સ ગેરેજ વેન્ચર્સના શેર બુધવારે ચાર ટકા ઘટ્યા હતા. કંપનીના શેરમાં બ્લોક ડીલના પગલે આ ઘટાડો નોંધાયો હતો.

અમદાવાદઃ જાણીતી બ્રાન્ડ ગ્રોની પેરેન્ટ કંપની બિલિયનબ્રેઇન્સ ગેરેજ વેન્ચર્સના શેર બુધવારે ચાર ટકા ઘટ્યા હતા. કંપનીના શેરમાં બ્લોક ડીલના પગલે આ ઘટાડો નોંધાયો હતો. કંપનીના 10.41 કરોડનું શેર પ્રતિ શેર રૂ. 192ના ભાવે રૂ. 1,999 કરોડ રૂપિયામાં બ્લોક ડીલ થયું હતું, આ ડીલ કંપનીની ઇક્વિટીના કુલ હિસ્સાના 1.69 ટકા જેટલું થાય છે. જો કે આ ડીલના ખરીદનાર અને વેચનારના નામ જાણી શકાયા નથી.
બ્લોક ડીલમાં 30 દિવસનો લોક-ઇન પીરિયડ
સૂત્રોના જણાવ્યા મુજબ પીક એક્સવી પાર્ટનર્સ ઇન્વેસ્ટમેન્ટ્સ અને સિક્વોઇયા કેપિટલ ગ્લોબલ ગ્રોથ ફંડ-ટુ, યુએસ-ઇન્ડિયા એનેક્સ ફંડ, એલપી બ્લોક ડીલ્સ દ્વારા ગ્રોના શેર વેચવાના હતા. તેની ઓફર સાઇઝ ટોટલ શેર્સ આઉટસ્ટેન્ડિંગ (ટીએસઓ)ના 1.6 ટકા છે, જેનું મૂલ્ય રૂ. 19.18 કરોડ છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. આ સોદાનો તળિયાનો ભાવ રૂ. 190 હતો, જેના અંગે સૂત્રોએ ઉમેર્યુ હતુ. જો કે આ પ્રકારના ડીલમાં 30 દિવસનો લોક-ઇન પીરિયડ છે.
કંપનીમાં પ્રમોટરોનો હિસ્સો 27.14 ટકા
જૂન ક્વાર્ટરના અંતે કંપનીમાં પ્રમોટરોનો હિસ્સો 27.14 ટકા હતો. જ્યારે સામાન્ય રોકાણકારોનો હિસ્સો 71.75 ટકા હતો. જ્યારે એમ્પ્લોયી ટ્રસ્ટનો હિસ્સો 1.11 ટકા છે. સામાન્ય રોકાણકારોમાં જોઈએ તો પીક એક્સવી પાર્ટનર્સ ઇન્વેસ્ટમેન્ટ્સ ગ્રોમાં 15.68 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે સિક્વોઇયા કેપિટલ ગ્રોથ ફંડ અને યુએસ-ઇન્ડિયા એનેક્સ ફંડ 1.46 ટકા હિસ્સો ધરાવે છે.
ગ્રો માટે સારી તક
બ્રોકરેજ ફર્મ જેફરીજે તાજેતરમાં જણાવ્યું હતું કે ગ્રો માટે ઇન્ડિયા ઇક્વિટી સ્ટોરમાં સારી કામગીરી બજાવવાની તક છે. કંપનીની આવકમાં ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સનો હિસ્સો 55 ટકા છે. CASના મુદ્દાના લીધે કંપનીને ફાયદો થશે. કંપની નફામાં 30 ટકાના દરે વૃદ્ધિ નોંધાવી શકે જેફરીઝે જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે કંપની 2026થી 2029ના નાણાકીય વર્ષ દરમિયાન કરબાદ નફામાં 30 ટકાના દરે વૃદ્ધિ નોંધાવી શકે છે. તેનું કારણ બ્રોકિંગ બિઝનેસમાં 18 ટકાની વૃદ્ધિ અને નવી પહેલ જેવી કે એમટીએફ અને વેલ્થ મેનેજમેન્ટ છે. તેના કારણે તેના માર્જિનમાં 10 ટકા સુધીનું વિસ્તરણ થઈ જઈ શકે છે. ગ્રોના પ્લેટફોર્મ પર 2027ના અંત સુધીમાં અમેરિકન શેરોને પણ ઉમેરવાનું આયોજન છે. તેના લીધે તેની આવકમાં 2028ના અંત સુધીમાં પાંચથી આઠ ટકાની વૃદ્ધિ થઈ શકે છે. જેફરીઝે તેના માટે રૂ. 240ના ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયનું રેટિંગ આપ્યું છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
