NSE EGR : એનએસઈ-ઓગ્મન્ટ EGRના પહેલા જ ટ્રેડમાં વિક્રમી રૂ. 33 કરોડથી વધુનું ટર્નઓવર
પહેલા જ દિવસે 2.27 લાખથી વધુ EGR કોન્ટરાક્ટનું થયું ટ્રેડિંગ, હવે ડીમેટ ખાતા મારફત 100 મિલિગ્રામ સોનામાં પણ રોકાણ શક્ય, એક્સચેન્જે મે મહિનામાં EGRsનું લાઈવ ટ્રેડિંગ શરૂ કર્યાના છ મહિનાથી ઓછા સમયમાં દેશના ઈલેક્ટ્રોનિક ગોલ્ડ બજારમાં નોંધપાત્ર પહેલ

દેશના ઈલેક્ટ્રોનિક ગોલ્ડ બજારના વિકાસની દિશામાં નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને એકીકૃત ગોલ્ડ પ્લેટફોર્મ ઓગ્મન્ટે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. બંનેની ભાગીદારીમાં શુક્રવારે ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (EGR) સેગ્મેન્ટમાં લાઈવ ટ્રેડિંગ શરૂ કર્યું અને પહેલા જ દિવસે આ સેગ્મેન્ટમાં 2.27 લાખથી વધુ EGR કોન્ટ્રાક્ટના વિક્રમી રૂ. 33 કરોડથી વધુ મૂલ્યના સોદા થયા હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ એકીકૃત ગોલ્ડ પ્લેટફોર્મ ઓગ્મન્ટના સહયોગથી શુક્રવારે ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટમાં લાઈવ ટ્રેડિંગ શરૂ કરતાં પહેલા જ દિવસે વિક્રમી રૂ. 33 કરોડથી વધુના મૂલ્યના ટ્રાન્ઝેક્શન્સ થયા હતા. એનએસઈના રાતે 10.00 વાગ્યા સુધીના ડેટા મુજબ એક્સચેન્જ પર કુલ 2,27,444 EGR કોન્ટ્રાક્ટ થયા હતા, જેનું કુલ મૂલ્ય રૂ. 33.11 કરોડ હતું. એનએસઈએ 18 મેના રોજ ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (EGR)માં લાઈવ ટ્રેડિંગ શરૂ કર્યા બાદ છ મહિનાથી ઓછા સમયમાં દેશના ઈલેક્ટ્રોનિક ગોલ્ડ બજારના વિકાસમાં આ મત્વપૂર્ણ પગલું છે.
પહેલા દિવસે ભાવમાં મર્યાદિત ઉતાર-ચઢાવ
એનએસઈ અને ઓગ્મન્ટના સંયુક્ત નિવેદન મુજબ પહેલા કારોબારી દિવસના ભાવમાં વ્યવસ્થિત રીતે ઉતાર-ચઢાવ જોવા મળ્યો. કારોબાર દરમિયાન EGRના ભાવ રૂ.1,450.50 થી રૂ. 1,465ના મર્યાદિત દાયરામાં રહ્યા. આ નવા સેગ્મેન્ટમાં પારદર્શી મૂલ્ય નિર્ધારણ અને બજારની પ્રારંભિક સ્થિરતાના સંકેત છે. એનએસઈએ દેશમાં EGR ઈકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે ઓગ્મન્ટ એન્ટરપ્રાઈઝ સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારીનો આશય EGR બનાવવા, રિડમ્પશન, લિક્વિડિટી, ડિલિવરી અને ભાવ સંશોધનમાં ઓગ્મન્ટની ક્ષમતાઓનો લાભ ઉઠાવી એક્સચેન્જ દ્વારા નિયંત્રિત સ્પોટ ગોલ્ડ બજારને મજબૂત બનાવવાનો છે.
શું છે ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ (EGR)?
ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ એટલે કે EGR એક એવું સિક્યોરિટી ઈન્સ્ટ્રુમેન્ટ છે, જે રોકાણકારોને વોલ્ટમાં સુરક્ષિત રખાયેલા વાસ્તવિક સોના પર ડિજિટલ માલિકી પૂરી પાડે છે. પ્રત્યેક EGR ફિઝિકલ ગોલ્ડના 100 મિલિગ્રામ સમકક્ષ છે. રોકાણકાર દ્વારા ખરીદવામાં આવતા પ્રત્યેક EGR સમકક્ષ સોનું સેબી નિયંત્રીત વોલ્ટમાં રાખવામાં આવે છે. રોકાણકારો તેમના ડીમેટ એકાઉન્ટ મારફત EGR ખરીદી અને વેચી શકે છે. જરૂર પડતા નિર્ધારિત નિયમો અને પ્રક્રિયા હેઠળ ડિજિટલ ગોલ્ડ રિસિપ્ટને ફિઝિકલ ગોલ્ડમાં બદલી શકાય છે.
પારંપરિક રીતે સોનું ખરીદવા માટે રોકાણકારોએ સિક્કા, બાર અથવા ઘરેણાંની ખરીદી કરવી પડે છે જ્યારે EGRમાં સોનાની માલિકી ઈલેક્ટ્રોનિકરૂપે ડીમેટ ખાતામાં નોંધાય છે. તેનાથી સોનામાં રોકાણ અને કારોબાર વધુ પારદર્શી તથા વ્યવસ્થિત થઈ શકે છે.

EGR સેગ્મેન્ટમાં T+1 સેટલમેન્ટ સાઈકલ લાગુ છે. તેનો અર્થ એ છે કે જે દિવસે કારોબાર થશે તેના બીજા કારોબાર દિવસે ટ્રાન્ઝેક્શનનું સેટલમેન્ટ પૂરું કરાશે. આ પ્રક્રિયામાં એક્સચેન્જની નિયામકીય ક્લિયરિંગ અને સેટલમેન્ટ વ્યવસ્થાના માધ્યમથી સિક્યોરિટીઝ તથા ફંડનું હસ્તાંતરણ થાય છે. આ પ્લેટફોર્મ પર 995 અને 999 શુદ્ધતાવાળા સોનાની વિવિધ શ્રેણીઓમાં ગોલ્ડ રિસિપ્ટ્સ ઉપલબ્ધ છે. નાના પ્રમાણમાં સોના સંબંધિત યુનિટ્સ હોવાના કારણે ઓછી રકમથી રોકાણ કરનારા રોકાણકારો માટે પણ ઈલેક્ટ્રોનિક ગોલ્ડમાં ભાગીદારી લેવી સરળ થઈ જાય છે.
ઓગ્મન્ટ અને એનએસઈની ભૂમિકા
આ ભાગીદારી હેઠળ ઓગ્મન્ટ EGRના નિર્માણ, વોલ્ટમાં સોનાની સુરક્ષા, રિડમ્પશન અને લિક્વિડિટી ઉપલબ્ધ કરાવવા જેવી જવાબદારીઓ પૂરી કરશે જ્યારે એનએસઈ ટ્રેડિંગ માટે એક્સચેન્જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવશે. ઓગ્મન્ટ એન્ટરપ્રાઈઝ લિ.ના પૂર્ણકાલિન નિર્દેશક કેતન કોઠારીએ કહ્યું કે, પહેલા દિવસની ટ્રેડિંગ પ્રવૃત્તિ,સતત ખરીદ-વેચાણના ભાવ અને વ્યવસ્થિત પ્રાઈસ ડિસ્કવરી નવા બજાર સેગ્મેન્ટ માટે મહત્વપૂર્ણ પ્રારંભિક સિદ્ધિઓ છે.
તેમણે કહ્યું કે, ઓગ્મન્ટે પોતાની રિફાઈનિંગ ક્ષમતા અને ભૌતિક સોના સાથે સંકળાયેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને એક સાથે લાવીને EGRના નિર્માણ, સુરક્ષિત સંગ્રહ અને રિડમ્પશનની વ્યવસ્થાને મજબૂત કરી છે. આ પહેલ ભૌતિક સોનાના રોકાણકારોને વધુ સુલભ, પારદર્શી અનેદેશની ઔપચારિક નાણાકીય વ્યવસ્થા સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. કંપનીનું ફોકસ આ ઈકોસિસ્ટમને વધુ મજબૂત કરાવવા તથા રોકાણકારો, બ્રોકરો અને અન્ય બજાર ભાગીદારો વચ્ચે તેની સ્વીકૃતિ વધારવા પર રહેશે.
ગોલ્ડ માર્કેટમાં ડિજિટલ રોકાણને મળશે પ્રોત્સાહન
ઓગ્મન્ટ દેશી અગ્રણી એકીકૃત ગોલ્ડ અને સિલ્વર કંપનીઓમાં સામેલ છે. કંપની રિફાઈનિંગ, જથ્થાબંધ કારોબાર, ડિજિટલ ગોલ્ડ, જ્વેલરી, ગોલ્ડ લેન્ડિંગ અને રિટેલ સેવાઓ સહિત કિંમતી ધાતુઓની સંપૂર્ણ વેલ્યુ ચેઈનમાં સક્રિય છે. NSE અને ઓગ્મન્ટની આ ભાગીદારી ભારતમાં સોનાના કારોબારને પારંપરિક ખરીદ-વેચાણથી આગળ વધારી એક્સચેન્જ આધારિત ડિજિટલ વ્યવસ્થા સાથે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. તેનાથી રોકાણકારોને ડીમેટ ખાતાના માધ્યમથી સોનામાં રોકાણનો એક નવો વિકલ્પ મળશે અને ગોલ્ડ માર્કેટમાં પારદર્શિતા તથા સંગઠિત કારોબારને પ્રોત્સાહન મળશે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Diwali Stock Picks: વિક્રમ સંવત 2083 માટે બ્રોકરેજની પસંદગીના શેર

Muhurat Trading સંવત 2083 : એક કલાકમાં કેવી રીતે કરવું સ્માર્ટ ટ્રેડિંગ? જાણો સરળ સ્ટ્રેટેજી

MAHURAT PICKS 2026: બજારમાં ઘટાડાનો લાભ ઉઠાવીને નવા વિક્રમ સંવતમાં રોકાણની તક ઝડપો

Dividend Stocks Next Week : આવતા સપ્તાહે ડિવિડન્ડ સ્ટોક્સની ધૂમ! 67 કંપનીઓ આપશે ડિવિડન્ડ, Bayer CropScience ₹90 આપશે

Muhurat Trading 2026: મુહૂર્ત ટ્રેડિંગ શું છે? જાણો તેનો ઇતિહાસ, મહત્વ અને રોકાણકારો માટેની પરંપરા

SEBIના નવા સેટલમેન્ટ નિયમો આજથી અમલી, ઓનલાઈન અરજી સુવિધા શરૂ કરાઈ

Muhurat Trading 2026: છેલ્લા 10 મુહૂર્ત ટ્રેડિંગમાં નિફ્ટીએ કેટલું રિટર્ન આપ્યું?






