KuberaNowLogo
Friday, 18/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

શેરબજારમાં ઉછાળે નફાકીય વેચવાલી, ડે હાઈથી 390 પોઇન્ટ ઘટીને બંધ

બીએસઈ સેન્સેક્સ લગભગ 180 પોઇન્ટ નીચે ખૂલ્યા પછી અને નીચામાં 74,163.25 પોઇન્ટ ગઈને લગભગ 200 પોઇન્ટ ડાઉન થયા પછી 74,677.56 પોઇન્ટની ટોચની સપાટી બનાવી હતી.

KuberaNow
desk@kuberanowPublished On : 17 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
BSE

અમદાવાદઃ શેરબજારમાં આજે આવેલા ઉછાળે નફાકીય વેચવાલી જોવા મળતાં બીએસઇ સેન્સેક્સ તેની ડે હાઈથી 390 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો હતો. નિફ્ટી પણ ડે હાઇથી 93 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો હતો. સાઉદી અરેબિયાએ ઓમાનની મદદથી વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલનો પુરવઠો પૂર્વવત રાખ્યો હતો.


બજાર નીચામાં ખૂલ્યા પછી ઉચકાયું

તેના કારણે બીએસઈ સેન્સેક્સ લગભગ 180 પોઇન્ટ નીચે ખૂલ્યા પછી અને નીચામાં 74,163.25 પોઇન્ટ ગઈને લગભગ 200 પોઇન્ટ ડાઉન થયા પછી 74,677.56 પોઇન્ટની ટોચની સપાટી બનાવી હતી. આમ ડે લોથી બજાર 500 પોઇન્ટ ઉચકાયુ હતુ, પરંતુ રોલર કોસ્ટર રાઇડની જેમ ઊંચા મથાળે આવેલી વેચવાલીના લીધે બજાર પાછું પટકાયુ હતુ અને દિવસના અંતે 21.86 પોઇન્ટ ઘટીને 74,314.59 પોઇન્ટ પર બંધ આવ્યુ હતુ. બીએસઇ ઇન્ડેક્સના 30માંથી 21 શેર વધ્યા હતા અને 9 ઘટ્યા હતા.


નિફ્ટીમાં અલગ ટ્રેન્ડ

એનએસઇ ગઇકાલના 23,193.65ની લો અને 23,393.55ની હાઈ બનાવી હતી અને દિવસની અંતે તે 23,270 પર બંધ આવ્યો હતો. આમ તેણે અગાઉના બંધની તુલનાએ 77 પોઇન્ટનો વધારો નોંધાવ્યો હતો. જો કે દિવસની ઊંચી સપાટીની તુલનાએથી 93 પોઇન્ટનો ઘટાડો નોંધાવ્યો હતો. એનએસઇના 50માંથી 36 શેર વધ્યા હતા અને 14 શેર ઘટ્યા હતા.  બજારમાં ઊંચા સ્તરે 'પ્રોફિટ બુકિંગ' (નફો વસૂલવાની પ્રક્રિયા) જોવા મળ્યું હતું; સેન્સેક્સ દિવસની ઊંચી સપાટીથી 390 પોઈન્ટ્સ નીચે ગગડ્યો હતો અને નિફ્ટી 23,250 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

 

ટેકનિકલ કારણ

વિશ્લેષકોના મતે, બજારમાં ફરીથી તેજીનું વલણ જોવા મળે તે માટે નિફ્ટીએ ૨૩,૩૦૦ ની સપાટીને નિર્ણાયક રીતે પાર કરવી જરૂરી છે. "નિફ્ટી ઈન્ડેક્સે હજુ સુધી 'હાયર હાઈ-હાયર લો'નું માળખું બનાવ્યું નથી, જેના કારણે બજારનો એકંદરે મિજાજ સાવચેતીભર્યો રહ્યો છે. મંગળવારની ઊંચી સપાટીને અનુરૂપ 23,600 નું સ્તર મુખ્ય અવરોધ બની રહ્યું છે. જો નિફ્ટી 23,600 ની ઉપર સતત ટકી રહે તો તે વર્તમાન સ્થિતિમાં ચાલતા ડાઉન ટ્રેન્ડને બ્રેક વાગશે."નીચેની તરફ, 23,116 તાત્કાલિક સપોર્ટ તરીકે યથાવત છે. જો આ સ્તર તૂટે છે, તો આગામી સત્રોમાં કરેક્ટિવ મૂવ (સુધારાત્મક ચાલ) 23,000 અને 22,800ના સ્તર તરફ આગળ વધી શકે છે," તેમ બજાજ બ્રોકિંગના ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ-રિસર્ચ, પવિત્ર મુખર્જીએ જણાવ્યું હતું.


"ટેકનિકલ દ્રષ્ટિકોણથી જોઈએ તો, 23,350 નીચે નિફ્ટીનો Trend સાવચેતીભર્યો બેરિશ (ઘટાડા તરફી) રહે છે. તાત્કાલિક સપોર્ટ 23,100 પર છે, અને જો આ સ્તર નિર્ણાયક રીતે તૂટે તો ઇન્ડેક્સ 22,800 તરફ સરકી શકે છે. ઉપરની તરફ, 23,350 અને 23,500 મુખ્ય રેઝિસ્ટન્સ (અવરોધ) સ્તર છે. ક્રૂડના ભાવમાં વધુ ઘટાડો અથવા ફેડ (Fed) તરફથી વ્યાજદરો અંગે નરમ વલણ બજારમાં રિકવરીને ટેકો આપી શકે છે અને ટૂંકા ગાળાના સેન્ટિમેન્ટમાં સુધારો લાવી શકે છે," તેમ એક્સિસ ડાયરેક્ટના રિસર્ચ હેડ રાજેશ પાલવિયાએ જણાવ્યું હતું.


"જો નિફ્ટી 23,100ની નજીકના તાજેતરના 'સ્વિંગ લો' (નીચા સ્તર)થી ઉપર ટકી રહે છે, તો તે 23,500ના રેઝિસ્ટન્સ ઝોન તરફ ફરી ઉછાળો મારી શકે છે. જોકે, 23,100ની નીચે જવાથી નિફ્ટી 22,700ના પોઝિશનલ સપોર્ટ તરફ સરકી શકે છે," તેમ એચડીએફસી સિક્યોરિટી ખાતે પ્રાઇમ રિસર્ચના વડા દેવર્ષ વકીલે જણાવ્યું હતું.

 

 

 

 

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE IPO વચ્ચે SEBI ચીફની સ્પષ્ટતા, NSEને પોતાના જ પ્લેટફોર્મ પર શેર ટ્રેડિંગની મંજૂરી નહીં
  2. UPI MDR પર હવે બ્રોકર્સ અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ ઉઠાવ્યા સવાલ, SEBI ચેરમેને આપ્યા રાહતના સંકેત
  3. શેરબજારમાં ઉછાળે નફાકીય વેચવાલી, ડે હાઈથી 390 પોઇન્ટ ઘટીને બંધ
  4. ગુરુવારે સેમી કંડક્ટર શેરોમાં જોવાયો 10 ટકા સુધીનો ઉછાળો

Economy

See more
  1. RBIએ બજારમાંથી ₹50,000 કરોડની વધારાની લિક્વિડિટી ખેંચી
  2. ભારતની વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  3. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  4. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Gold Silver Outlook : સોના-ચાંદી આ સપ્તાહે ભારે દબાણ હેઠળ રહેવાની સંભાવના
  2. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ
  3. UPI MDR શું છે? હવે UPI પેમેન્ટ પર કેટલો ચાર્જ લાગશે? જાણો સંપૂર્ણ માહિતી
  4. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM