મિડ ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ઝટકો લાગતાં ડોલર ગગડ્યો! એક મહિનાના તળિયે પહોંચ્યો Dollar Index
અમેરિકી ચૂંટણીની અસર! ડોલર ઈન્ડેક્સ 0.6% તૂટીને 101.29 પર પહોંચ્યો. ડોલર નબળો પડતાં ભારતીય રૂપિયા સહિત એશિયન કરન્સીને સપોર્ટ મળી શકે, ટ્રમ્પની નીતિઓ અને સરકારી ખર્ચ અંગે અનિશ્ચિતતા વધતાં રોકાણકારોએ ડોલરમાં વેચવાલી શરૂ કરી.

અમેરિકામાં મધ્યવર્તિ ચૂંટણીના પ્રારંભિક ટ્રેન્ડમાં ડેમોક્રેટિક પાર્ટીને હાઉસ અને સેનેટ બંનેમાં બહુમતી મળતી હોવાનું જણાઈ રહ્યું છે. આવા સમયે અમેરિકન ડોલર પર દબાણ વધી ગયું છે. ડોલર ઈન્ડેક્સ 0.6 ટકા ગગડીને 101.29ના સ્તરે એક મહિનાના નીચા સ્તરે પહોંચી ગયો છે.
અમેરિકામાં ડેમોક્રેટ્સના વિજયની સંભાવનાઓ વચ્ચે ડોલર ઈન્ડેક્સમાં બુધવારે મોટો ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારોએ ડોલરમાં વેચવાલી શરૂ કરી દીધી છે. તેની અસર કરન્સી બજાર પર પડી અને અમેરિકન ડોલર ઈન્ડેક્સ અંદાજે 0.6 ટકા ગગડીને 101.29 પર આવી ગયો, જે છેલ્લા એક મહિનાનું નીચલું સ્તર છે. ડોલરમાં નરમાઈ વચ્ચે એશિયન કરન્સી બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અમેરિકન કોંગ્રેસમાં સત્તાનું સંતુલન બદલાવાથી પ્રમુખ ટ્રમ્પની આર્થિક નીતિઓ, સરકારી ખર્ચ અને નાણાકીય યોજનાઓ પર કેવી અસર પડી શકે છે તેના પર રોકાણકારોની નજર છે.
અમેરિકન ચૂંટણીના ટ્રેન્ડથી ડોલર પર દબાણ વધ્યું
અમેરિકન મધ્યવર્તી ચૂંટણીની શરૂઆતના પરિણામો અને પ્રેડિક્શન બજારના સંકેતોથી ડેમોક્રેટ્સના પ્રતિનિધિ સભા એટલે કે હાઉસ અને સેનેટ બંનેમાં નિયંત્રણ મેળવવાની સંભાવના વધી છે. બજારને આશંકા છે કે ડેમોક્રેટ્સ બંને ગૃહોમાં લીડ હાંસલ કરશે તો ટ્રમ્પ સરકારના અનેક નીતિગત નિર્ણયો અને ખર્ચ સાથે સંકળાયેલી યોજનાઓને આગળ વધારવી મુશ્કેલ થઈ શકે છે. તેનાથી અમેરિકામાં રાજકીય અવરોધ ઊભો થવાની સ્થિતિ સર્જાઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે આવી સ્થિતિમાં વધારાના સરકારી ખર્ચ અને નાણાંકીય વિસ્તરણની આશાઓ નબળી પડી શકે છે. તેની અસર અમેરિકન ટ્રેઝરી બોન્ડના યીલ્ડ અને ડોલરની માગ પર પડી શકે છે.
ડોલર ઈન્ડેક્સ એક મહિનાના તળીયે
ડોલર ઈન્ડેક્સ બુધવારે 0.6 ટકા ઘટીને 101.29 પર પહોંચી ગયો હતો. આ પહેલા પણ અમેરિકન ચૂંટણી અંગે અનિશ્ચિતતા વચ્ચે ડોલરમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ બુધવારે શરૂઆતના કારોબારમાં ડોલર ઈન્ડેક્સ 0.2 ટકા ઘટીને 101.7 પર હતો. તેનાથી ખ્યાલ આવે છે કે ચૂંટણી પરિણામો અંગે ડોલર પર પહેલાથી જ દબાણ બનેલું હતું.
એશિયન કરન્સી બજારમાં મિશ્ર કારોબાર
ડોલરમાં નરમાઈ છતાં એશિયન ચલણોમાં એક સમાન તેજી જોવા મળી નહીં. અમેરિકન ડોલરની સરખામણીમાં જાપાની યેન 0.1 ટકા મજબૂત થઈને 158.49 પ્રતિ ડોલર પર પહોંચી ગયો જ્યારે ઓસ્ટ્રેલિયન ડોલર અંદાજે 0.6967 અમેરિકન ડોલર પર લગભગ સ્થિર રહ્યો. બજારની નજર ચીનના યુઆન, જાપાની યેન અને અન્ય એશિયન ચલણોની ચાલ પર પણ બનેલી છે. અમેરિકન ચૂંટણીના પરિણામો, બોન્ડ યીલ્ડ અને વૈશ્વિકો રાકણ પ્રવાહ આગામી સત્રોમાં આ ચલણોની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ભારતીય રૂપિયાને થયો ફાયદો
અમેરિકન ડોલરની નરમાઈથી ભારતીય રૂપિયાને મજબૂતી મળી શકે છે. ડોલર નબળો થવાથી ફોરેન એક્સચેન્જ બજારમાં રૂપિયા સહિત અન્ય ચલણોને સમર્થન મળી શકે છે. જોકે, રૂપિયાની ચાલ માત્ર ડોલર ઈન્ડેક્સ પર નિર્ભર નથી કરતી. વિદેશી રોકાણકારોના ખરીદ-વેચાણ, ક્રૂડ ઓઈલના ભાવ અને ઘરેલુ ડોલરની માગ પણ તેની દિશા નક્કી કરે છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

વિક્રમ સંવત 2082નો છેલ્લો ટ્રેડિંગ સેશન: સેન્સેક્સ 81,028 અને નિફ્ટી 25,030 પર બંધ

બ્રોકરેજની રેસમાં ઉલટફેર: Angel Oneએ Zerodhaને પાછળ છોડી બીજું સ્થાન મેળવ્યું, Groww ટોચ પર

SEBI New Rule: એપ્રિલ 2027થી મ્યુચ્યુઅલ ફંડ સેટલમેન્ટ નિયમો બદલાશે, રોકાણકારો પર શું અસર?

વૈશ્વિક બજારોમાં બ્લેક ફ્રાઇડે: જાપાન-કોરિયા ધડામ, શું ભારતીય રોકાણકારોએ ડરવું જોઈએ?

સેન્સેક્સએ 80,000ની સપાટી બનાવી, નિફ્ટી50 24,600ની ઉપર

Stocks In News | 06 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Global Cues । 06 November 2026: GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી અને મંદી




