KuberaNowLogo
Thursday, 17/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Appleની મોટી ઇવેન્ટ આવતીકાલે, iPhone 18 Pro સાથે Foldable iPhone પર નજર

Apple 9 સપ્ટેમ્બરે પોતાનો મોટો લોન્ચ ઇવેન્ટ યોજશે. તેમાં iPhone 18 Pro અને iPhone 18 Pro Max રજૂ થવાની અપેક્ષા છે, જ્યારે કંપનીનો પહેલો ફોલ્ડેબલ iPhone પણ રજૂ થઈ શકે છે. ભારતમાં ઇવેન્ટ રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે.

KuberaNow
kuberanowPublished On : 8 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
I PHONE EVENT
Appleનો iPhone લોન્ચ ઇવેન્ટ 9 સપ્ટેમ્બરે યોજાશેAI GENRATED

Appleનો વર્ષનો સૌથી મોટો iPhone લોન્ચ ઇવેન્ટ 9 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાશે. કંપનીએ ઇવેન્ટનું નામ “Surprise and shine” રાખ્યું છે અને તેનું આયોજન કેલિફોર્નિયાના Apple Parkમાં થશે. અહેવાલો મુજબ આ વખતે મુખ્ય ફોકસ iPhone 18 Pro અને iPhone 18 Pro Max પર રહેશે. સાથે Apple પોતાના પ્રથમ Foldable iPhone પરથી પણ પડદો ઉઠાવી શકે છે.


ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે ઇવેન્ટ?

ભારતમાં Appleનો ઇવેન્ટ 9 સપ્ટેમ્બરે રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે. તેને Appleની સત્તાવાર વેબસાઇટ અને Apple TV App પર લાઇવ જોઈ શકાશે. Appleના સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પણ ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેવાની અપેક્ષા છે.


iPhone 18 Proમાં શું નવું મળી શકે?

અહેવાલો મુજબ iPhone 18 Pro સિરીઝમાં પરફોર્મ્સ, કેમેરા અને બેટરીમાં સુધારા જોવા મળી શકે છે. Macworldના અહેવાલ મુજબ Pro મોડલમાં Appleની નવી પેઢીની A20 Chip મળી શકે છે, જે 2nm પ્રોસેસ પર આધારિત હોઈ શકે છે. સાથે Appleનું C2 Modem પણ આપવામાં આવી શકે છે. કેમેરામાં Variable Aperture System મળવાની પણ ચર્ચા છે. જોકે Appleએ આ સ્પેસિફિકેશન્સની સત્તાવાર પુષ્ટિ કરી નથી.


નવા રંગોમાં આવી શકે iPhone 18 Pro

અહેવાલોમાં iPhone 18 Pro સિરીઝ માટે Dark Cherry અને Light Blue જેવા નવા રંગોની ચર્ચા છે. પરંતુ આ રંગોની પણ કંપની તરફથી હજી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


ફોલ્ડેબલ iPhone સૌથી મોટું આકર્ષણ બની શકે

આ ઇવેન્ટની સૌથી મોટી ચર્ચા Appleના પ્રથમ ફોલ્ડેબલ iPhoneને લઈને છે. અહેવાલો મુજબ ફોન Book-Style Foldable Design સાથે આવી શકે છે, જેમાં મોટી અંદરની ડિસ્પ્લે અને બહાર નાની ડિસ્પ્લે મળી શકે છે. કેટલાક અહેવાલોમાં તેને iPhone Ultra નામથી ઓળખવામાં આવી રહ્યું છે. તેની કિંમત $2,000થી વધુ રહી શકે તેવી ચર્ચા છે, પરંતુ Appleએ કિંમત અથવા લોન્ચ અંગે હજી સત્તાવાર પુષ્ટિ કરી નથી.


આ પણ વાંચો: TODAY OPEN IPO: આજે ખુલ્યા 3 મોટા IPO, જાણો કોની GMP છે સૌથી વધુ?


Standard iPhone 18 માટે રાહ જોવી પડી શકે

અહેવાલો મુજબ Standard iPhone 18 આ ઇવેન્ટમાં રજૂ ન પણ થાય. અહેવાલ મુજબ Apple Standard અને અન્ય Non-Pro iPhone મોડલને 2027 સુધી પાછળ ધકેલી શકે છે. એટલે 9 સપ્ટેમ્બરનો ઇવેન્ટ મુખ્યત્વે Premium iPhone મોડલ પર કેન્દ્રિત રહી શકે છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. Crash Stock: આ 7 શેર ઓલ ટાઈમ હાઈથી 50%થી વધુ નીચેની સપાટીએ
  2. બજારે ઘટાડો અટકાવ્યો, વૈશ્વિક પડકારો વચ્ચે બજાર 333 પોઇન્ટ વધીને બંધ આવ્યુ
  3. Prasol Chemicals 10 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટ થયા પછી ઇશ્યૂ પ્રાઇસ જોડે બંધ આવ્યો
  4. ચીનમાં પેટન્ટની મંજૂરી મળતા ગોદાવરી બાયોરિફાઇનરીઝનો શેર 13 ટકાથી વધુ વધ્યો

Economy

See more
  1. ભારતની વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Gold Silver Outlook : સોના-ચાંદી આ સપ્તાહે ભારે દબાણ હેઠળ રહેવાની સંભાવના
  2. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ
  3. UPI MDR શું છે? હવે UPI પેમેન્ટ પર કેટલો ચાર્જ લાગશે? જાણો સંપૂર્ણ માહિતી
  4. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM