KuberaNowLogo
Thursday, 17/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગ્રીન કાર્ડના સપના પર બ્રેક: ભારતીય પ્રોફેશનલ્સને US ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટની ચેતવણી

ભારતીય નાગરિકો તરફથી ભારે માંગને કારણે EB-1 કેટેગરી નિર્ધારિત નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલાં જ કેટેગરી સંપૂર્ણપણે ભરાઈ શકે છે. આ પરિસ્થિતિને લીધે આગામી દિવસોમાં ભારતીયો માટે આ કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડ મળવાની પ્રક્રિયા અસ્થાયી ધોરણે સ્થગિત થવાની સંભાવના છે.

KuberaNow
desk@kuberanowPublished On : 8 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
US Visa
US VisaAI Generated Image

અમેરિકામાં સ્થાયી થવા અને રોજગાર-આધારિત ગ્રીન કાર્ડ મેળવવાની રાહ જોઈ રહેલા હજારો ભારતીય પ્રોફેશનલ્સને મોટો ઝાટકો મળ્યો છે. US ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે ચેતવણી જાહેર કરી છે કે ભારતીય નાગરિકો તરફથી ભારે માંગને કારણે EB-1 કેટેગરી નિર્ધારિત નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલાં જ કેટેગરી સંપૂર્ણપણે ભરાઈ શકે છે. આ પરિસ્થિતિને લીધે આગામી દિવસોમાં ભારતીયો માટે આ કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડ મળવાની પ્રક્રિયા અસ્થાયી ધોરણે સ્થગિત થવાની સંભાવના છે.

 

અમેરિકન વહીવટીતંત્રનું નાણાકીય વર્ષ 30 સપ્ટેમ્બરે પૂરું થાય છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા સપ્ટેમ્બર મહિનાના 'વિઝા બુલેટિન'માં આ માહિતી આપવામાં આવી છે. બુલેટિન અનુસાર, જો નિર્ધારિત સમયમર્યાદા પહેલાં ભારત માટે ફાળવાયેલો વિઝા ક્વોટા પૂરો થઈ જશે, તો ભારત સાથે સંકળાયેલા અરજદારો માટે આગામી થોડા અઠવાડિયા સુધી EB-1 વિઝા કેટેગરી ઉપલબ્ધ રહેશે નહીં.

 

EB-1 કેટેગરી શું છે અને કોના પર અસર પડશે?

 

EB-1 (એમ્પ્લોયમેન્ટ-બેઝ્ડ ફર્સ્ટ પ્રેફરન્સ) વિઝા એવા વિદેશી નાગરિકો માટે ફાળવવામાં આવે છે જેઓ પોતાના ક્ષેત્રમાં અસાધારણ પ્રતિભા ધરાવે છે. આ શ્રેણી હેઠળ મુખ્યત્વે નીચે મુજબના વ્યાવસાયિકો આવે છે: વિજ્ઞાન, કળા, શિક્ષણ, વેપાર કે રમતગમત ક્ષેત્રે અસાધારણ યોગ્યતા ધરાવતા લોકો, ઉત્કૃષ્ટ પ્રોફેસરો અને સંશોધકો, બહુરાષ્ટ્રીય કંપનીઓના ટોચના એક્ઝિક્યુટિવ્સ અને વરિષ્ઠ મેનેજરો.

 

સામાન્ય રીતે EB-2 કે EB-3 જેવી અન્ય રોજગાર કેટેગરીઓની સરખામણીએ EB-1 કેટેગરીમાં ભારતીયોને પ્રમાણમાં ઝડપથી ગ્રીન કાર્ડ મળી જતું હતું. જોકે હવે આ કેટેગરીમાં પણ ભારે ધસારો થવાને કારણે ભારતીય નિષ્ણાતો માટે રાહ જોવાનો સમયગાળો વધી શકે છે.

 

વિઝા બુલેટિનમાં આપેલી સત્તાવાર માહિતી

 

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે સત્તાવાર જણાવ્યું છે કે, "EB-1 વિઝા શ્રેણીમાં ભારતીય નાગરિકો તરફથી આવેલી પુષ્કળ અરજીઓ અને વિઝાના વધતા ઉપયોગને જોતાં, જો 30 સપ્ટેમ્બર પહેલાં નિર્ધારિત વાર્ષિક મર્યાદા પૂરી થઈ જશે, તો આગામી અઠવાડિયામાં આ કેટેગરી અસ્થાયી રીતે બંધ કરવી પડી શકે છે." ડિપાર્ટમેન્ટે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને પરિસ્થિતિ મુજબ જરૂરી ફેરફારો કરવામાં આવશે.

 

અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ (INA)ની કલમ 201 મુજબ, વિશ્વભરમાં તમામ દેશો માટે વાર્ષિક રોજગાર-આધારિત વિઝાની એક ચોક્કસ મર્યાદા નક્કી હોય છે. નાણાકીય વર્ષ 2026 માટે આ વૈશ્વિક પ્રાથમિકતા મર્યાદા 186317 રાખવામાં આવી છે. અમેરિકન કાયદા અનુસાર કોઈપણ એક દેશને વાર્ષિક કુલ મર્યાદાના વધુમાં વધુ 7% (આશરે 28862 વિઝા) જ ફાળવી શકાય છે. ભારતીય અરજદારોની સંખ્યા આ 7 ટકાની વાર્ષિક મર્યાદા કરતાં ઘણી વધારે હોવાથી દર વર્ષે આ પ્રકારની મુશ્કેલી સર્જાય છે.


આ પણ વાંચો: ટોચના 7 શહેરોમાં ઘર ખરીદવું કેમ મોંઘું બન્યું? જમીનના ભાવમાં 120% સુધીનો ઉછાળો


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. Crash Stock: આ 7 શેર ઓલ ટાઈમ હાઈથી 50%થી વધુ નીચેની સપાટીએ
  2. બજારે ઘટાડો અટકાવ્યો, વૈશ્વિક પડકારો વચ્ચે બજાર 333 પોઇન્ટ વધીને બંધ આવ્યુ
  3. Prasol Chemicals 10 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટ થયા પછી ઇશ્યૂ પ્રાઇસ જોડે બંધ આવ્યો
  4. ચીનમાં પેટન્ટની મંજૂરી મળતા ગોદાવરી બાયોરિફાઇનરીઝનો શેર 13 ટકાથી વધુ વધ્યો

Economy

See more
  1. ભારતની વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Gold Silver Outlook : સોના-ચાંદી આ સપ્તાહે ભારે દબાણ હેઠળ રહેવાની સંભાવના
  2. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ
  3. UPI MDR શું છે? હવે UPI પેમેન્ટ પર કેટલો ચાર્જ લાગશે? જાણો સંપૂર્ણ માહિતી
  4. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM