ભારત-બેલ્જિયમની આર્થિક ભાગીદારી થશે વધુ મજબૂત, નવા રોકાણને મળશે વેગ
ભારત અને બેલ્જિયમે આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. બંને દેશો વેપાર ઉપરાંત રક્ષા, સ્વચ્છ ઊર્જા, મહત્વના ખનિજ, સેમિકન્ડક્ટર અને ફિનટેક ક્ષેત્રમાં સહકાર વધારશે.

ભારત અને બેલ્જિયમે આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર વચ્ચેની બેઠક બાદ આર્થિક, રક્ષા, સ્વચ્છ ઊર્જા અને ટેક્નોલોજી ક્ષેત્રમાં સહકાર વધુ ગાઢ બનાવવાની જાહેરાત કરવામાં આવી. બંને દેશો નવા વેપાર અને રોકાણના અવસરોને વાસ્તવિક પ્રોજેક્ટમાં ફેરવવા માટે સંસ્થાગત વ્યવસ્થા મજબૂત કરવા માંગે છે.
બેલ્જિયમની કંપનીઓ માટે Fast-Track Mechanism
ભારતે બેલ્જિયમની કંપનીઓ માટે Investment Fast-Track Mechanism સ્થાપવાની જાહેરાત કરી છે. સાથે India-Belgium Business Forumને નિયમિત વ્યવસ્થા બનાવવાનો નિર્ણય લેવાયો છે. બંને દેશો નાણાકીય સંસ્થાઓ, Fintech કંપનીઓ અને નિયામક સંસ્થાઓ વચ્ચે સહકાર વધારશે. આ પગલાં દ્વારા આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
India-EU FTAથી નવા અવસર
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આ વર્ષની શરૂઆતમાં થયેલા India-EU Free Trade Agreementથી ભારત અને બેલ્જિયમ વચ્ચેના આર્થિક સંબંધો માટે નવી તકો ઊભી થઈ છે. બંને દેશો આ કરારનો ઉપયોગ રોકાણ, વેપાર અને ઔદ્યોગિક ભાગીદારી વધારવા માટે કરવા માંગે છે.
રક્ષા ક્ષેત્રમાં સહ-ઉત્પાદન પર ભાર
ભારત અને બેલ્જિયમ સૈન્ય આદાનપ્રદાન અને તાલીમ સહકાર વધારવા સંમત થયા છે.બંને દેશોની સરકારો અને રક્ષા ઉદ્યોગ વચ્ચેના કરારો દ્વારા રક્ષા સાધનોના Co-development અને Co-production માટે તકો ઊભી કરવાની યોજના છે. સાથે ગુનાખોરી સામે સહકાર અને ગુપ્તચર માહિતીના આદાનપ્રદાનને પણ વધુ મજબૂત કરવામાં આવશે.
Renewable Energy અને Critical Mineralsમાં સહકાર
બંને દેશોએ Renewable Energy સંબંધિત MoU પર હસ્તાક્ષર કર્યા છે. Critical Mineralsની Processing અને Recyclingમાં પણ સહકાર વધારવાનો નિર્ણય લેવાયો છે. તેનો હેતુ વધુ વિશ્વસનીય સપ્લાય ચેઇન અને સ્વચ્છ ઊર્જા માળખું વિકસાવવાનો છે.
Semiconductor ક્ષેત્રમાં IMEC સાથે જોડાણ
ભારત બેલ્જિયમની Semiconductor ક્ષેત્રની નિષ્ણાતીનો લાભ લેવા માંગે છે. બંને દેશો બેલ્જિયમની સંસ્થા IMECને ભારતના Semiconductor Ecosystem સાથે જોડવાની દિશામાં કામ કરશે. ભારતની મોટા પાયે ઉત્પાદન ક્ષમતા અને બેલ્જિયમની ટેક્નોલોજી નિષ્ણાતીને પરસ્પર પૂરક ગણાવવામાં આવી છે.
Startup અને Talent Mobilityમાં પણ સહકાર
ભારત અને બેલ્જિયમ Startup, University અને Research ક્ષેત્રમાં સહકાર વધારશે. સાથે પ્રતિભાશાળી લોકોની અવરજવર સરળ બનાવવા Migration and Mobility Partnership Agreement પર ટૂંક સમયમાં હસ્તાક્ષર કરવાની તૈયારી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
આ પણ વાંચો: ઘઉંનું જંગી ઉત્પાદન ભારત માટે ખોલશે $1.5 અબજની નિકાસ તક

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
