તહેવારો પહેલાં જ ઝવેરી બજારમાં ધમાલ, જ્વેલરી કંપનીઓના વેચાણમાં 28% સુધી ઉછાળો
નવરાત્રી ઓક્ટોબરમાં હોવા છતાં સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કલ્યાણ જ્વેલર્સ, પીએન ગાડગિલ, ટાઈટન અને પીસી જ્વેલરને મજબૂત માગનો લાભ મળ્યો, જ્વેલરી કંપનીઓની નજર હવે દિવાળી સીઝન પર

તહેવારોની મોસમ આવતા જ ઘરેણાં બજારમાં તેજી આવે છે. આ સમયમાં સોના અને રત્નોજડીત ઘરેણાંની ખરીદી વધી જાય છે, પરંતુ આ વખતે તહેવારોની મોટી ખરીદી શરૂ થાય તે પહેલાં જ ઝવેરી બજારમાં ગ્રાહકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે લોકોએ મોટાપાયે ઘરેણાંની ખરીદી કરી છે અને દરેક ખરીદી પર પહેલાં કરતાં વધુ રકમ ખર્ચ કરી છે. તેનાથી દેશની અગ્રણી જ્વેલરી કંપનીઓના વેચાણમાં 21થી 28 ટકાનો વધારો નોંધાયો છે.
ગયા વર્ષે નવરાત્રિ સપ્ટેમ્બરમાં હતી જ્યારે આ વખતે ઓક્ટોબરમાં છે. આથી, તહેવારોની ખરીદીનો મોટો હિસ્સો ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક સમયમાં આવવાની આશા છે. જોકે, આ પહેલાં સપ્ટેમ્બર ત્રિમાસિકમાં જ્વેલરી કંપનીઓનું વેચાણ સારું રહ્યું. કલ્યાણ જ્વેલર્સ, ટાઈટન, પીએન ગાડગિલ અને પીસી જ્વેલર જેવી કંપનીઓને ગ્રાહકોની મજબૂત માગનો લાભ મળ્યો.
કલ્યાણ અને પીએન ગાડગિલના વેચાણમાં ઊછાળો
સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કલ્યાણ જ્વેલર્સના વેચાણમાં નોંધપાત્ર ઊછાળો જોવા મળ્યો. ભારતમાં કંપનીનું વેચાણ અંદાજે 27 ટકા વધ્યું. વિશેષ બાબત એ રહી કે તેના પહેલાથી ચાલી રહેલા સ્ટોર્સના વેચાણમાં પણ લગભગ 20 ટકાનો વધારો થયો. બીજીબાજુ વિદેશોમાં કંપનીનો કારોબાર 18 ટકા વધ્યો. કલ્યાણના બ્રાન્ડ કેંડરેએ પણ શાનદાર દેખાવ કર્યો અને તેનું વેચાણ 64 ટકા વધી ગયું. આ રીતેકંપનીના કુલ વેચાણમાં 26 ટકાથી વધુ વધારો નોંધાયો હતો. પીએન ગાડગિલ જ્વેલર્સના કારોબારમાં પણ તેજી જોવા મળી છે. કંપનીનું કુલ વેચાણ 22.4 ટકા વધ્યું છે. વિશેષરૂપે તેના રીટેલ કારોબારે સારો દેખાવ કર્યો, જેમાં 31.1 ટકાનો વધારો નોંધાયો છે. અગાઉથી ચાલી રહેલા સ્ટોર્સના વેચાણમાં 25.5 ટકા વૃદ્ધિ થઈ હતી. કંપનીના ફ્રેન્ચાઈઝી કારોબારમાં પણ 34.7 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.
પીએન ગાડગિલનું સિક્કાના બદલે ઘરેણાં પર ફોકસ
પીએન ગાડગિલ જ્વેલર્સ હવે સોનાના સિક્કાના બદલે ઘરેણાંના વેચાણ પર વધુ ધ્યાન આપી રહી છે. તેનું કારણ એ છે કે સિક્કાની સરખામણીમાં ઘરેણાં વેચવા પર કંપનીને વધુ નફો થાય છે. કંપનીએ ઓછા નફાવાળા સોનાના સિક્કાનું ઓનલાઈન વેચાણ ઘટાડ્યું છે. તેના કારણે તેના ઓનલાઈન વેચાણમાં 83.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કંપનીના કુલ રિટેલ વેચાણમાં પણ સોનાના સિક્કા અને બારનું યોગદાન ઘટ્યું છે. ગયા વર્ષે તેનું યોગદાન 23.3 ટકા હતું, જે હવે ઘટીને 15.8 ટકા થઈ ગયું છે. કંપનીનું કહેવું છે કે ઘરેણાં, વિશેષરૂપે રત્નોજડિત ઘરેણાંનું વેચાણ વધવાથી તેનો નફો કમાવવાની ક્ષમતા વધુ સારી થઈ રહી છે.
ટાઈટન અને પીસી જ્વેલરના વેચાણમાં પણ વધારો નોંધાયો
જ્વેલરી બજારમાં વધતી માગનો લાભ ટાઈટનને પણ મળ્યો છે. તનિષ્ક, મિયા, જોયા, બીયોન્ડ અને કૈરેટલેન જેવા બ્રાન્ડ ધરાવતી આ કંપનીના જ્વેલરી કારોબારમાં અંદાજે 21 ટકાનો વધારો થયો. વિશેષરૂપે રત્નોજડીત ઘરેણાંની માગ સારી રહી અને તેનું વેચાણ 30 ટકાથી વધુ વધ્યું. સાદા સોનાના ઘરેણાંના વેચાણમાં પણ અંદાજે 20 ટકાનો ફાયદો થયો છે.
કંપની મુજબ આ સમયમાં ઘરેણાં ખરીદનારા ગ્રાહકોની સંખ્યા વધવાની સાથે લોકોએ દરેક ખરીદી પર પહેલાં કરતાં વધુ રૂપિયાનો ખર્ચ કર્યો છે. દરેક ખરીદી પર ખર્ચ થતી સરેરાશ રકમમાં બે અંકોનો વધારો થયો. ટાઈટન બ્રાન્ડ કૈરેટલેનનું વેચાણ પણ 32 ટકા વધ્યું. જોકે, રોકાણ માટે ખરીદવામાં આવનારા સોનાના સિક્કાનું વેચાણ ગયા વર્ષના ઊંચા સ્તરની સરખામણીમાં ઓછું રહ્યું. પીસી જ્વેલરનો કારોબાર પણ તિવ્ર ગતિએ વધ્યો છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કંપનીનું કુલ વેચાણ અંદાજે 28 ટકા વધ્યું. કંપનીએ તેનું કારણ ગ્રાહકો તરફથી ઘરેણાંની સારી માગ ગણાવ્યું.
તહેવારોની ખરીદીની અસર ક્યારે?
જ્વેલરી કંપનીઓ માટે આગામી ત્રિમાસિક સમય પણ મહત્વનો રહેશે.ગયા વર્ષે નવરાત્રિના બધા નવ દિવસ જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક સમયની અંદર આવતા હતા. પરંતુ આ વખતે નવરાત્રિ ઓક્ટોબરમાં છે. એવામાં તહેવારો દરમિયાન થનારા ઘરેણાંની ખરીદીનો મોટો હિસ્સો ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિકમાં જોવા મળશે તેવી આશા છે. જોકે, સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સારું વેચાણ રહ્યા પછી હવે કંપનીઓની નજર તહેવારો દરમિયાન થનારી ખરીદી પર છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

RIL Q2 results: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું ધમાકેદાર પરિણામ, કંપનીનો નફો 40.6% ઉછળી ₹25,548 કરોડે પહોંચ્યો

Jio Platforms: લિસ્ટિંગ બાદના પહેલા જ પરિણામમાં Jioનો નફો 13.7% વધ્યો, ₹8,389 કરોડ પર પહોંચ્યો

Q2 Result: PB Fintechનો નફો 43% વધીને ₹192 કરોડ, આવકમાં પણ 35%નો ધરખમ ઉછાળો

Q2 Result: બેંક ઓફ બરોડાનો નફો 36% વધીને ₹6,532 કરોડ, NPA ઘટતાં એસેટ ક્વોલિટીમાં સુધારો

Q2 Result: નફો અનુમાનથી નબળો છતાં Sun Pharmaના શેરમાં ઉછાળો, આવક અને EBITDAએ આપી રાહત

ભોજન મહેમાનની પસંદનું, બિલ યજમાનનું! Zomato લાવ્યું ‘Mehmaan Mode’ ફીચર

IDBI Bankની વેચાણ પ્રક્રિયા પર સરકારની સ્પષ્ટતા: રિઝર્વ પ્રાઇસ બદલાઈ નથી





