KuberaNowLogo
Tuesday, 15/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

લાર્સન એન્ડ ટુબ્રોની ઓર્ડરબૂક પાંચ જ મહિનામાં 1.4 લાખ કરોડને પાર

દેશની મહાકાય એન્જિનીયરિંગ કંપની લાર્સન એન્ડ ટુબ્રોને છેલ્લા કેટલાક મહિનામાં મોટાપાયા પર ઓર્ડર મળ્યા છે

KuberaNow
desk@kuberanowPublished On : 22 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
દેશની મહાકાય એન્જિનીયરિંગ કંપની લાર્સન એન્ડ ટુબ્રોને છેલ્લા કેટલાક મહિનામાં મોટાપાયા પર ઓર્ડર મળ્યા છે
લાર્સન પાસે વર્તમાન નાણાકીય વર્ષના જૂનના અંત સુધીમાં 7.79 લાખના ઓર્ડરAI Generated

નવી દિલ્હીઃ દેશની અગ્રણી એન્જિનિયરિંગ મહાકાય કંપની લાર્સન એન્ડ ટુબ્રો પાસે મોટાપાયા પર ઓર્ડરપ્રવાહ આવી રહ્યો છે. ઓગસ્ટ પૂરો થવા આવ્યો છે ત્યારે તેનો ઓર્ડરપ્રવાહ 1.4 લાખ કરોડને અતિક્રમી ગયો છે. કંપનીને ઇન્ફ્રાસ્ટ્રકચર, એનર્જી, ઓફશોર, ડેટા સેન્ટર અને પરિવહન ક્ષેત્રમાં મોટાપાયા પર ઓર્ડરો છેલ્લા પાંચ મહિના દરમિયાન મળ્યા છે.


કંપનીએ છેલ્લા કેટલાક સમયમાં મહત્વના પ્રોજેક્ટ મેળવ્યા છે. તેમાં એનવિડીયા એઆઈ ફેક્ટરીનો 10,000થી 15 હજાર કરોડના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ ઓર્ડર દ્વારા લાર્સને એઆઈ ફેક્ટરી બિઝનેસમાં એન્ટ્રી કરી છે. કંપનીએ આ કામ તેના એઆઈ અને ડેટા સેન્ટર વ્યોમા દ્વારા કર્યુ છે. એઆઈ ફેક્ટરી કમ્પ્યુટિંગ એક્સીલરેટ, હાઈ પર્ફોર્મન્સ નેટવર્કિંગ, લો-લેટન્સી ઇન્ટરકનેક્ટ્સ અને હાઈથ્રોપુટ સ્ટોરેજ દ્વારા એઆઈ નેટિવ ક્લાઉડ પ્લેટફોર્મને પાવર પૂરો પાડે છે.

 

આ ઉપરાંત મધ્યપૂર્વના 15 હજાર કરોડના ઓફશોર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. તેમા તેને એન્જિનિયરિંગ, ડિઝાઇન, બાંધકામ, સપ્લાય, ટેસ્ટિંગ અને ઓપરેશન રેડિનેસનો સમાવેશ થાય છે. તેને ઇન હાઉસ પ્રોજેક્ટ મેનેજમેન્ટ, પ્રોક્યોરમેન્ટ, ફેબ્રિકેશન અને ઇન્સ્ટોલેશન ક્ષમતાનું સમર્થન હશે. આમ LTEH ઓફશોર કેટલાક પડકારજનક ઓફશોર ડેવલપમેન્ટની કામગીરી કરવાની છે.


લાર્સન એન્ડ ટુબ્રોએ જાપાનની મિત્સુબિશી સાથેના કોન્સોર્ટિયમમાં દુબઈના અલ મકતુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઓટોમેટેડ પીપલ મૂવર (એપીએમ) ના પ્રથમ તબક્કાનો 2,500થી 5,000 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. કંપની ડિઝાઇન, પ્રોક્યોરમેન્ટ અને ચાવીરૂપ ઇન્ફ્રાસ્ટ્રકચરના જોડાણની કામગીરી કરવાની છે, તેમા ગાઇડવેઝ, ટ્રેક્શન સબસ્ટેશન્સ, વીજવિતરણ, સિગ્નલિંગ અને ટેલિકોમ સિસ્ટમ્સ, પ્લેટફોર્મ સ્ક્રીન ડોર્સ અને ડેપો ઇક્વિપમેન્ટ્સનો સમાવેશ થાય છે.


કંપનીને આ ઉપરાંત ભારતના પશ્ચિમ કાંઠે  ઓએનજીસીના ઓફશોર પ્રોજેક્ટ પેટે પાંચ હજાર કરોડથી દસ હજાર કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. તેમા પાઇપલાઇન રિપ્લેસમેન્ટ પ્રોજેક્ટ અને ધ વેલ હેડ પ્લેટફોર્મ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. પીઆરપી હેઠળ એલ એન્ડ ટી એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ, કન્સ્ટ્રકશન, ઇન્સ્ટોલેશનનો સમાવેશ થાય છે.


લાર્સનને આ ઉપરાંત કુવૈત ઓઇલ કંપનીમાંથી જુરાસિક લાઇટ એક્સ્પોર્ટ ફેસિલિટીઝ માટે પાંચથી દસ હજાર કરોડ રૂપિયાનો ઇપીસી ઓર્ડર મળ્યો છે. આ ઉપરાંત તેને હિટાચી એનર્જી સાથે ટેનેટ સાથે પણ ઓર્ડર મળ્યો છે, જેનું મૂલ્ય 15 હજાર કરોડથી વધુ હોવાનું માનવામાં આવે છે. પાવર સેક્ટરમાં કંપનીને એનટીપીસીનો 10 હજારથી 15 હજાર કરોડનો ઓર્ડર મળ્યો છે. આ બતાવે છે કે કંપનીની ઓર્ડર પાઇપલાઇન કેટલી મજબૂત છે. કંપનીની ઓર્ડરબૂક જૂનના અંતે 7.79 લાખ કરોડની હતી.

 

 

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM