નોકરી છોડો, લાખોનું પેકેજ મેળવો! Microsoftની 60 હજાર કર્મચારીઓને Exit Offer
Microsoftએ ભારત સહિત 4 દેશોમાં આશરે 60,000 કર્મચારીઓને સ્વૈચ્છિક રીતે નોકરી છોડવાનો વિકલ્પ આપ્યો છે.ઓફર સ્વીકારનારા કર્મચારીઓને તેમની પોસ્ટ, સેવા અવધિ અને દેશ પ્રમાણે આર્થિક લાભ મળશે.

દિગ્ગજ ટેક કંપની Microsoftએ ભારત સહિત 4 દેશોમાં પોતાના કર્મચારીઓ માટે સ્વૈચ્છિક રીતે નોકરી છોડવાનો વિકલ્પ આપ્યો છે. આ યોજના હેઠળ આશરે 60,000 કર્મચારીઓ આવી શકે છે. કંપની નોકરી છોડનારા પાત્ર કર્મચારીઓને તેમની પોસ્ટ, કંપનીમાં સેવા અવધિ અને દેશના આધારે આર્થિક મદદ પણ આપશે. આ ફરજિયાત છટણી નહીં પરંતુ કર્મચારીઓ માટે સ્વૈચ્છિક Exit Offer છે.
કયા કર્મચારીઓને મળશે આ ઓફર?
આ યોજના હેઠળ AI, Copilot, Finance, Human Resources, Xbox અને Windows સાથે જોડાયેલી ટીમોના કર્મચારીઓ સામેલ થઈ શકે છે. જોકે, Marketing, Commercial Business અને Security વિભાગોના કર્મચારીઓને આ યોજનામાં સામેલ કરવામાં આવ્યા નથી. આ ઓફર કંપનીના Level 70 અને તેનાથી નીચેના પાત્ર કર્મચારીઓ માટે છે. કર્મચારીઓએ ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ઓફર સ્વીકારવી કે નહીં તેનો નિર્ણય લેવો પડશે. ઓફર સ્વીકારનારા કર્મચારીઓ વર્ષના અંતમાં કંપની છોડી શકશે.
નોકરી છોડવા પર કેટલો આર્થિક લાભ મળશે?
કર્મચારીઓને મળનારી રકમ તેમના પદ, કંપનીમાં સેવા અવધિ અને દેશના આધારે અલગ-અલગ રહેશે. Level 64 અને તેનાથી નીચેના કર્મચારીઓને દર 6 મહિનાની સેવા માટે 1 અઠવાડિયાની Base Salary મળશે. જ્યારે Level 65થી 67 સુધીના કર્મચારીઓને દર 6 મહિનાની સેવા માટે 2 અઠવાડિયાની Base Salary આપવામાં આવશે. કેટલાક કર્મચારીઓને Shares અને Health Insurance સંબંધિત લાભ પણ મળી શકે છે. Level 67 અને તેનાથી નીચેના કર્મચારીઓ માટે નોકરી છોડતી વખતે મળનારી રકમની મહત્તમ મર્યાદા 39 અઠવાડિયાની Base Salary રાખવામાં આવી છે.

ભારતમાં Microsoftનું રોકાણ ચાલુ રહેશે
કર્મચારીઓ માટેની આ યોજના વચ્ચે Microsoftએ ભારતમાં રોકાણ ચાલુ રાખવાની વાત કરી છે. કંપનીએ 2025થી 2029 દરમિયાન ભારતના Cloud અને AI સહિતના ક્ષેત્રોમાં $20.5 બિલિયનનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. કંપનીનો લક્ષ્યાંક 2030 સુધીમાં ભારતમાં 2 કરોડ લોકોને AI સંબંધિત તાલીમ આપવાનો પણ છે.
અગાઉ પણ કર્મચારીઓ માટે આવી યોજના આવી હતી
જૂન 2026 સુધી Microsoftમાં વિશ્વભરમાં 2.23 લાખ કર્મચારીઓ હતા. જુલાઈમાં કંપનીએ Gaming Businessમાં ફેરફારના ભાગરૂપે 4,800 નોકરીઓ ઘટાડવાની જાહેરાત કરી હતી. તે સમયે Senior Employees માટે પણ Voluntary Retirement Scheme શરૂ કરવામાં આવી હતી. આશરે 8,750 પાત્ર કર્મચારીઓમાંથી 30%થી વધુ કર્મચારીઓએ આ ઓફર સ્વીકારી હતી.
આ પણ વાંચો : Ather Energyના શેરમાં બીજા દિવસે પણ તેજીનો કરંટ! 6.5% ઉછળ્યો
આ પણ જુઓ:
Also Read

RIL Q2 results: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું ધમાકેદાર પરિણામ, કંપનીનો નફો 40.6% ઉછળી ₹25,548 કરોડે પહોંચ્યો

Jio Platforms: લિસ્ટિંગ બાદના પહેલા જ પરિણામમાં Jioનો નફો 13.7% વધ્યો, ₹8,389 કરોડ પર પહોંચ્યો

Q2 Result: PB Fintechનો નફો 43% વધીને ₹192 કરોડ, આવકમાં પણ 35%નો ધરખમ ઉછાળો

Q2 Result: બેંક ઓફ બરોડાનો નફો 36% વધીને ₹6,532 કરોડ, NPA ઘટતાં એસેટ ક્વોલિટીમાં સુધારો

Q2 Result: નફો અનુમાનથી નબળો છતાં Sun Pharmaના શેરમાં ઉછાળો, આવક અને EBITDAએ આપી રાહત

ભોજન મહેમાનની પસંદનું, બિલ યજમાનનું! Zomato લાવ્યું ‘Mehmaan Mode’ ફીચર

IDBI Bankની વેચાણ પ્રક્રિયા પર સરકારની સ્પષ્ટતા: રિઝર્વ પ્રાઇસ બદલાઈ નથી





