Gold Silver Price Today: સોનું-ચાંદી સસ્તા ક્રૂડના સહારે ફરી તેજીમાં
સસ્તા ક્રૂડ ઓઈલથી મોંઘવારીની ચિંતા ઘટતાં કિંમતી ધાતુઓને ટેકો મળ્યો; MCX પર સોનું 0.22% ઉછળી ₹1.38 લાખ અને ચાંદી 1.49% વધીને ₹1.80 લાખને પાર ગયા, Comex પર પણ બંને કિંમતી ધાતુઓમાં રિકવરી જોવા મળી.

સોના અને ચાંદીમાં ગયા સપ્તાહે મોટા ઘટાડા પછી આ સપ્તાહના પહેલા દિવસે ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે. એક્સપર્ટ્સ મુજબ તેનું કારણ સસ્તુ ક્રૂડ ઓઈલ છે. ક્રૂડ ઓઈલ સસ્તુ થવાથી મોંઘવારીની ચિંતા ઘટી છે. સોમવારે 2 નવેમ્બરે વૈશ્વિક બજાર Comex પર સોના વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 4,000 ડોલર નજીક જ્યારે ચાંદી પ્રતિ ઔંસ 50 ડોલર નજીક ટ્રેડ કરી રહ્યા છે. ઘરેલુ બજાર MCX પર આ સમાચાર લખાય છે ત્યારે સોના વાયદાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,38,790 છે જ્યારે ચાંદી વાયદાનો ભાવ પ્રતિ કિલો રૂ. 1,81,800 છે.
સોનાના ભાવમાં ઉછાળો
સોનાના વાયદાના ભાવની શરૂઆત તેજી સાથે થઈ છે. MCX પર સોનાના બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટનો ભાવ 518 રૂપિયાની તેજી સાથે રૂ. 1,38,003ના સ્તરે ખૂલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,38,485 હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટનો ભાવ 0.22 ટકા વધીને રૂ. 1,38,790ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સોનાના વાયદાના ભાવે આ વર્ષે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,80,779ના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ કર્યો હતો.
ચાંદી પણ ચમકી
ચાંદીના વાયદાના ભાવની શરૂઆત પણ તેજી સાથે થઈ છે. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 1,962ની તેજી સાથે પ્રતિ કિલો રૂ. 1,81,094ના સ્તરે ખૂલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ પ્રતિ કિલો રૂ. 1,79,132 હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટનો ભાવ 1.49 ટકાની તેજી સાથે પ્રતિ કિલો રૂ. 1,81,800ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદી વાયદાના ભાવે આ વર્ષે પ્રતિ કિલો રૂ. 4,20,048ના સર્વોચ્ચ સ્તરને પાર કર્યું હતું.

વૈશ્વિક બજારમાં સોના-ચાંદીમાં ઉછાળો
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી. Comex પર સોનું પ્રતિ ઔંસ 3,890 ડોલરના ભાવે ખુલ્યું હતું. તેનો પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 3,898.90 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટનો ભાવ 18.20 ડોલર એટલે કે 0.47 ટકાની તેજી સાથે પ્રતિ ઔંસ 3,917.10ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સોનાના ભાવે આ વર્ષે 5,586.20 ડોલરના સ્તરે સર્વોચ્ચ સપાટી સર કરી હતી.
Comex પર ચાંદી વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 49.20 ડોલરે ખૂલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 49.27 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 0.994 ડોલર એટલે કે 2.20 ટકાની તેજી સાથે પ્રતિ ઔંસ 50.270 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદી વાયદાએ આ વર્ષે પ્રતિ ઔંસ 121.79 ડોલરનું ટોચનું સ્તર હાંસલ કર્યું હતું.
બજારમાં સોના-ચાંદીમાં તાજી વેચવાલીનું દબાણ
ટેકનિકલરૂપે બજારમાં તાજા વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. ઓપન ઈન્ટરેસ્ટ 4.9 ટકા વધીને 16,368 કોન્ટ્રાક્ટ થઈ ગયો છે જ્યારે ભાવમાં 4,111 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. તેનાથી સંકેત મળે છે કે બજારમાં નવી શોર્ટ પોઝીશન બની રહી છે. સોનાને હાલમાં પ્રતિ 10 ગ્રામ રૂ. 1,36,960ના સ્તરે સપોર્ટ મળી રહ્યો છે. આ સ્તરથી નીચે ગગડતા ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,35,440 સુધી જઈ શકે છે. ઉપરની તરફ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,41,290ના સ્તરે રેસિસ્ટન્સ છે. આ સ્તરથી પર ભાવ ટકી રહેતા રૂ.1,44,090 સુધી પહોંચી શકે છે.
એ જ રીતે ટેકનિકલરૂપે ચાંદીના બજારમાં પણ તાજા વેચવાલીનું દબાણ છે. ઓપન ઈન્ટરેસ્ટ 1.36 ટકા વધીને 18,105 કોન્ટ્રાક્ટ થઈ ગયો જ્યારે ભાવમાં રૂ. 10,321નો ઘટાડો આવ્યો. આ બજારમાં નવી શોર્ટ પોઝીશન બનવાના સંકેત છે. ચાંદીને હાલમાં પ્રતિ કિલો રૂ. 1,75,880 પર સપોર્ટ મળી રહ્યો છે. આ સ્તરથી નીચે ઘટતા ભાવ પ્રતિ કિલો રૂ. 1,72,620ના સ્તરે જઈ શકે છે. ઉપરની તરફ રૂ. 1,85,330 પર રેસિસ્ટન્સ છે. આ સ્તરથી ઉપર ટકી રહેતા ભાવ પ્રતિ કિલો રૂ. 1,91,530ના સ્તરે પહોંચી શકે છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાની સોના-ચાંદી પર અસર
એશિયન કારોબારમાં સોમવારે 2 નવેમ્બરે સોના અને ચાંદીના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો આવવાથી મોંઘવારીની ચિંતા ઘટી છે, જેથી કિંમતી ધાતુઓને ટેકો મળ્યો છે. શુક્રવારે સોનાના ભાવમાં 3.7 ટકા અને ચાંદીમાં અંદાજે 6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. રોકાણકારો ટેક્નોલોજી શૅરોમાં થયેલા નુકસાનની ભરપાઈ માટે સોના-ચાંદી પણ વેચી રહ્યા છે. તેનાથી એ સમજવામાં મદદ મળી છે કે સામાન્ય રીતે અનિશ્ચિતતાના સમયમાં સુરક્ષિત રોકાણ તરીકે માગ વધવા છતાં સોનાના ભાવમાંઆટલો મોટો ઘટાડો શા માટે આવ્યો.
હવે ભાવમાં સુધારો એ બાબત પર નિર્ભર કરશે કે નાણાં નીતિ આકરી થવાની આશંકા કેટલી ઘટે છે. અમેરિકામાં વ્યાજદરોના વાયદા બજારથી ડિસેમ્બરમાં ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદરોમાં 0.25 ટકાની તેજીની 72 ટકા સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. બોન્ડ યીલ્ડ વધવાથી સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓને રાખવાનો ખર્ચ વધી શકે છે. હવે 6 નવેમ્બરે અમેરિકાનો રોજગાર રિપોર્ટ બજાર માટે આગામી મહત્વની પરીક્ષા હશે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Gold Price Outlook: સોનું ₹1.68 લાખ સુધી પહોંચશે? બ્રોકરેજનું 6થી 12 મહિનાનું ભાવલક્ષ્ય

Gold Silver Price Today : ધનતેરસે ખરીદદારોને રાહત! સોનામાં ₹1,934 અને ચાંદીમાં ₹1,641નો કડાકો

ધનતેરસ 2026: સોનું ખરીદવા માટે કયો સમય સૌથી શુભ? મેકિંગ ચાર્જ પર આ રીતે બચાવો પૈસા

ધનતેરસે સોનામાં સતત પાંચમા દિવસે તેજી: અમદાવાદ સહિત તમારા શહેરમાં આજના ભાવ જાણો

Crude Oil Price Today : અમેરિકન ચૂંટણી પછી ક્રૂડમાં કડાકો! Brent Oil 94 ડોલરની નીચે, હવે પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?

Gold Silver Price Today: અમેરિકામાં ટ્રમ્પની હારની અસર! સોનું ₹2,546 અને ચાંદી ₹2,365 થયા મોંઘાં

Crude Oil Price Today: ઈરાન તણાવ વચ્ચે ક્રૂડમાં નરમાઈ, Brent $104 પાર




