KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ખાંડ ઉત્પાદન ઘટવાની શક્યતા! ભારતમાં 2027ની સીઝનમાં 2.9થી 3.1 કરોડ ટન ઉત્પાદનનો અંદાજ

El Niño વધુ મજબૂત બનવાની શક્યતાને કારણે એશિયાના કેટલાક મુખ્ય ખાંડ ઉત્પાદક દેશોમાં પાકને નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે.

KuberaNow
desk@kuberanowPublished On : 11 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Likelihood of a drop in sugar production
Likelihood of a drop in sugar productionAI Generated Image

ભારતમાં આગામી ખાંડ સીઝનમાં ઉત્પાદન ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સપ્ટેમ્બર 2027 સુધી ચાલનારી સીઝનમાં દેશનું ગ્રોસ ખાંડ ઉત્પાદન 2.9 કરોડ ટનથી 3.1 કરોડ ટન વચ્ચે રહેવાનો અંદાજ છે.


મીડિયા અહેવાલ અનુસાર દ્વારા 11 ટ્રેડર્સ, એનાલિસ્ટ્સ અને શુગર મિલર્સ વચ્ચે કરવામાં આવેલા સર્વે મુજબ આ અંદાજ છે. તેની સરખામણીમાં વર્તમાન સીઝન માટે ભારતીય શુગર એન્ડ બાયો એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશને આશરે 3.1 કરોડ ટન ઉત્પાદનનું અનુમાન આપ્યું છે.


ખાંડ ઉત્પાદન પર અસર કરનારા મુખ્ય પરિબળોમાં હવામાનની સ્થિતિ મહત્વની બની શકે છે. ખાસ કરીને El Niño વધુ મજબૂત બનવાની શક્યતાને કારણે એશિયાના કેટલાક મુખ્ય ખાંડ ઉત્પાદક દેશોમાં પાકને નુકસાન થવાની આશંકા છે.


આ તરફ, International Sugar Organizationએ વૈશ્વિક ખાંડ બજાર અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. સંસ્થાના અંદાજ પ્રમાણે વૈશ્વિક સ્તરે આશરે 2.6 લાખ ટનનો ખાંડનો પુરવઠા ખાધ (Deficit) જોવા મળી શકે છે.



આ પણ વાંચો: ભારતીય અથાણાં, મધની વિદેશમાં વધી માંગ, નિકાસ $576 મિલિયનને પાર



અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16



Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM