ચિપ ઉત્પાદનને વેગ આપવા સરકારની ₹1.27 લાખ કરોડની Semicon 2.0ના નિયમો જાહેર
કેન્દ્ર સરકારે અગાઉ મંજૂર કરેલી ₹1.27 લાખ કરોડની Semicon 2.0 યોજનાના હવે વિગતવાર નિયમો જાહેર કર્યા છે. નવી માર્ગદર્શિકામાં ચિપ ડિઝાઇનથી લઈને ઉત્પાદન, પેકેજિંગ, સાધનો અને સંશોધન સુધીના ક્ષેત્રોને કેટલો અને કેવી રીતે ટેકો મળશે તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારે અગાઉ જાહેર કરેલી ₹1.27 લાખ કરોડની Semicon 2.0 યોજનાના હવે વિગતવાર નિયમો જાહેર કર્યા છે. એટલે આ વખતે નવી યોજના જાહેર કરવામાં આવી નથી, પરંતુ પહેલેથી મંજૂર યોજનામાં કયા પ્રકારના Semiconductor Projectને કેટલી સહાય મળશે અને યોજના કેવી રીતે અમલમાં આવશે તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. 31 ઓગસ્ટે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે આ માટે વિગતવાર માળખું જાહેર કર્યું છે.
ચિપ ફેક્ટરીને 40% સહાય
Silicon Semiconductor Wafer Fab એટલે કે ચિપ બનાવતી ફેક્ટરી માટે સરકાર પાત્ર ખર્ચના 40% સુધી નાણાકીય સહાય આપશે. Advanced Packaging માટે પાત્ર મૂડી ખર્ચના 35% સુધી સહાય મળશે. તેમાં 2.5D અને 3D Packaging, Wafer-Level Chip-Scale Packaging અને અલગ-અલગ ચિપને એકસાથે જોડતી ટેકનોલોજીનો સમાવેશ થાય છે. જૂની પદ્ધતિના Packaging Projectsને 25% સુધી સહાયમળશે.
6 મુખ્ય ક્ષેત્રોને આવરી લેવાયા
Semicon 2.0 હેઠળ કુલ 6 મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન આપવામાં આવશે. તેમાં ચિપ ડિઝાઇન, Semiconductor Fab, ચિપ એસેમ્બલી અને પેકેજિંગ, ચિપ ઉત્પાદન માટે જરૂરી સાધનો અને સામગ્રી, સંશોધન તેમજ કુશળ માનવબળનો સમાવેશ થાય છે. એટલે સરકારનો હેતુ માત્ર ભારતમાં ચિપ બનાવવાનો નહીં, પરંતુ સંપૂર્ણ Semiconductor Value Chain દેશમાં વિકસાવવાનો છે.
સંશોધન અને નવી ટેકનોલોજીને પણ ટેકો
યોજનામાં Advanced Semiconductor Researchને પણ સહાય આપવામાં આવશે. તેમાં CMOS Process Technology, Silicon Photonics, Display Fabrication અને Chiplet આધારિત Packaging જેવી ટેકનોલોજીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: પાર્થ જિંદાલ JSW MG Motor Indiaના ચેરમેન બન્યા, તાત્કાલિક અસરથી નિમણૂક
₹4 લાખ કરોડ રોકાણનું લક્ષ્ય
સરકારના અંદાજ મુજબ Semicon 2.0 દ્વારા દેશમાં લગભગ ₹4 લાખ કરોડનું રોકાણ આવી શકે છે. આ ઉપરાંત યોજનાથી આશરે ₹2 લાખ કરોડનું ઉત્પાદન અને ₹1 લાખ કરોડની નિકાસ થવાની અપેક્ષા રાખવામાં આવી છે.
અરજી માટે 3 વર્ષનો સમય
Semicon 2.0 હેઠળ પ્રોજેક્ટ માટે શરૂઆતની અરજી પ્રક્રિયા 3 વર્ષ સુધી ખુલ્લી રહેશે. મંજૂર પ્રોજેક્ટ સામાન્ય રીતે 6 વર્ષ સુધી યોજનાનો લાભ લઈ શકશે. India Semiconductor Mission આ યોજનાને અમલમાં મૂકવા માટે મુખ્ય સંસ્થા તરીકે કામ કરશે.
અમારી WhatsApp ચેનલ સાથે જોડાવવા માટે 7069287000 પર Hi લખીને મોકલો
સાથે સાથે અમને ફોલો કરો
https://www.instagram.com/kuberanow/
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
- Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
- સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
- ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
