બનાસકાંઠાથી ખેડૂતોને મોટી ભેટ, ₹14,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ સાથે PM Kisanનો 24મો હપ્તો જાહેર
બનાસકાંઠાના ભીલડી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ₹14,000 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. સાથે PM Kisanનો 24મો હપ્તો જાહેર કરવામાં આવ્યો. દેશના 9.34 કરોડથી વધુ ખેડૂતોને સીધી આર્થિક સહાય મળી, જ્યારે કૃષિ, પશુપાલન, ડેરી, બાયોગેસ, રેલવે અને મેટ્રો સહિતના ક્ષેત્રોને પણ નવા પ્રોજેક્ટ્સ મળ્યા.

બનાસકાંઠાના ભીલડી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના PM Kisan Utsav દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ, પશુપાલન, ડેરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી સાથે જોડાયેલા અનેક મોટા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. બનાસકાંઠામાં ₹14,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ગુજરાતવાસીઓને ભેટ આપવામાં આવી છે. સાથે PM Kisan Samman Nidhi યોજનાનો 24મો હપ્તો પણ જાહેર કરવામાં આવ્યો.
9.34 કરોડથી વધુ ખેડૂતોને PM Kisanનો હપ્તો
PM Kisanના 24મા હપ્તા હેઠળ દેશના 9.34 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં સીધી સહાય ટ્રાન્સફર કરવામાં આવી. આ હપ્તા હેઠળ ₹18,690 કરોડથી વધુની રકમ DBT મારફતે ખેડૂતોને આપવામાં આવી. રાજ્યના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને ₹1,051 કરોડથી વધુની સહાય મળી છે.
બનાસ ડેરીના ત્રણ મોટા પ્રોજેક્ટ્સ
કાર્યક્રમ દરમિયાન બનાસ ડેરી સાથે જોડાયેલા ₹407.56 કરોડના ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તેમાં Bharat Bovine Breeding and Research Centre, નવા Potato Expansion Project અને UHT-ASRS સુવિધાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત થરાદ અને રાધનપુર ખાતે બનાસ ડેરીના બે નવા Compressed Bio-Gas પ્લાન્ટ્સનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. થરાદનો પ્લાન્ટ દરરોજ 75 મેટ્રિક ટન અને રાધનપુરનો પ્લાન્ટ 100 મેટ્રિક ટન ગોબર પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવશે.

પશુપાલન માટે નવી ટેક્નોલોજી
ભીલડી ખાતે Bharat Bovine Breeding and Research Centre તૈયાર કરવામાં આવ્યું છે. લગભગ 127 એકરમાં વિકસાવવામાં આવેલું આ કેન્દ્ર પશુઓની ઓલાદ સુધારણા અને આધુનિક reproductive technology પર કામ કરશે. આ સેન્ટર ખાસ કરીને ગીર, સાહિવાલ, કાંકરેજ જેવી ગાયોની તથા મહેસાણા, મુર્રાહ અને જાફરાબાદી જેવી ભેંસોની જાતોના સંવર્ધન માટે ઉપયોગી બનશે. કાંકરેજ પશુજાત માટે દેશનું આ પ્રકારનું પ્રથમ વિશિષ્ટ સંશોધન કેન્દ્ર છે.

12 Horticulture Clustersને મંજૂરી
ખેડૂતોની આવક વધારવા માટે સરકાર દ્વારા 12 horticulture clusters શરૂ કરવામાં આવ્યા છે. આ ક્લસ્ટર્સ આશરે 1.46 લાખ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા રહેશે અને 1.3 લાખથી વધુ ખેડૂતોને લાભ મળવાની અપેક્ષા છે. ઉત્તર ગુજરાતના બે ક્લસ્ટર્સ ખાસ કરીને બટાકાના ઉત્પાદન સાથે જોડાયેલા રહેશે. આ ઉપરાંત Agriculture Infrastructure Fund હેઠળ વિકસાવાયેલી 521 યુનિટ્સ પણ કૃષિ સ્ટોરેજ, પ્રોસેસિંગ અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી.

બનાસકાંઠાને બે નવી ટ્રેન સેવાઓ
આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતને બે નવી રેલ સેવાઓ પણ મળી છે. તેમાં Ahmedabad (Sabarmati)-Varanasi Express અને Mehsana-Becharaji-Sabarmati MEMU ટ્રેનનો સમાવેશ થાય છે. આ સેવાઓ ઉત્તર ગુજરાત અને અન્ય વિસ્તારો વચ્ચે કનેક્ટિવિટી મજબૂત કરશે. આ સાથે અમદાવાદ મેટ્રોના GIFT City અને Airport Extension સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
ખેડૂતો માટે ખાતર, MSP અને પાક વીમા પર ભાર
કાર્યક્રમમાં વડાપ્રધાને ખેડૂતો માટે સરકાર દ્વારા આપવામાં આવતી આર્થિક સહાયનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે PM Kisan, ખાતર સબસિડી, MSP, Pradhan Mantri Fasal Bima Yojana અને PM Kusum જેવી યોજનાઓ મારફતે ખેડૂતોને છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા પાયે આર્થિક સહાય અને બચત મળી હોવાનો દાવો કર્યો. PM Kisan હેઠળ લગભગ ₹4.5 લાખ કરોડ, ખાતર સબસિડીમાં લગભગ ₹16 લાખ કરોડ અને ઘઉં-ડાંગરના MSP પેટે ₹24 લાખ કરોડથી વધુ ચૂકવાયા છે.

કૃષિથી ડેરી સુધી બનાસકાંઠા પર ફોકસ
બનાસકાંઠા માટેના આ પ્રોજેક્ટ્સમાં કૃષિ ઉત્પાદન, બટાકા પ્રોસેસિંગ, પશુ સંવર્ધન, Bio-CNG, સ્ટોરેજ, રેલ કનેક્ટિવિટી અને શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. એટલે સમગ્ર પેકેજ માત્ર એક જ ક્ષેત્ર પૂરતું સીમિત નથી, પરંતુ ખેડૂતો અને પશુપાલકોની આવક, કૃષિ મૂલ્યવર્ધન અને સ્થાનિક કનેક્ટિવિટી વધારવા પર ફોકસ કરે છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

PM Modi Gujarat Visit: પાટા પર વિકાસની નવી ગતિ! ગુજરાતમાં બે નવી ટ્રેનોથી આર્થિક પ્રવૃત્તિઓને ટેકો

PM Modi Gujarat Visit | PM મોદી આજે ગુજરાતમાં: ₹14,400 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ

હવે અમદાવાદમાં પણ દુબઈ જેવી સ્કાયલાઈન! સિંધુ ભવન રોડ પર બનશે 175 મીટર ઊંચો આઇકોનિક ટાવર

નર્મદા ઘાટનું ₹15.10 કરોડના ખર્ચે કરાયું ભવ્ય અપગ્રેડેશન, PM મોદી મહાઆરતીમાં રહેશે ઉપસ્થિત

ગુજરાતમાં ફાર્મા કંપનીઓ માટે નવી યોજના, જંબુસર પાર્કમાં મળશે સબસિડી અને ખર્ચમાં રાહત

Bullet Train Project: અમદાવાદમાં બુલેટ ટ્રેન નીચેથી પસાર થશે રેલવેની ટ્રેનો

PM મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે, બનાસકાંઠાને મળશે ₹407.56 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ





