ગિરનાર લીલી પરિક્રમા 20થી 24 નવેમ્બર સુધી યોજાશે, ભાવિકો માટે 450 બસ અને 11 દવાખાનાં
જૂનાગઢના ગિરનાર ખાતે 20થી 24 નવેમ્બર દરમિયાન લીલી પરિક્રમા યોજાશે. લાખો ભાવિકો માટે 450 એસટી બસ, 11 કામચલાઉ દવાખાનાં, 2,500થી વધુ શૌચાલય અને 2,200થી વધુ સુરક્ષાકર્મીઓની વ્યવસ્થા કરાઈ છે. દત્ત ચોક ખાતે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે.

Girnar Lili Parikrama 2026: ગત વર્ષે વરસાદને કારણે ગિરનારની લીલી પરિક્રમા યોજાઈ શકી નહોતી. આ વર્ષે 20થી 24 નવેમ્બર દરમિયાન જૂનાગઢના ગિરનાર ખાતે પરિક્રમા યોજાશે. જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ તૈયારીઓની સમીક્ષા કરી હતી. નળ પાણીની ઘોડી સહિતના કઠિન ભાગોમાં પીવાના પાણી અને લાઇટિંગ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે.
પાણી, સ્વચ્છતા અને વીજળીની વ્યવસ્થા
પાણી પુરવઠા બોર્ડ 33 બોર, 9 કૂવા, 7 હેન્ડપંપ અને 5,000 લિટરની ક્ષમતાવાળી 50 ટાંકી મારફતે પાણી પૂરું પાડશે. પાણીનું નિયમિત ક્લોરિનેશન અને પરીક્ષણ કરાશે. મહાનગરપાલિકાએ 18 નવેમ્બરથી 43 લાખ લિટરની ક્ષમતાવાળા ભૂગર્ભ સંપ સહિતનાં સાધનો મારફતે પાણી પુરવઠાનું આયોજન કર્યું છે. 200 સફાઈ કર્મચારીઓ અને 17 સુપરવાઇઝર ફરજ બજાવશે. જાહેર શૌચાલયોમાં દિવ્યાંગ અને ટ્રાન્સજેન્ડર યાત્રિકો માટે અલગ સુવિધા રહેશે. જંગલના માર્ગ પર 20 સ્થળે જનરેટર સાથે હંગામી લાઇટિંગ ગોઠવાશે. માળવેલા ઘોડીની ટોચ પર પ્રથમ વખત જનરેટર મુકાશે. ભવનાથ સબસ્ટેશન ઉપરાંત પાંચ બેકઅપ ફીડર તૈયાર રાખવામાં આવ્યા છે. દત્ત ચોકમાં 20થી 24 નવેમ્બર સુધી 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે.
450 બસ અને માર્ગ પર 11 દવાખાનાં
એસટી વિભાગ ભવનાથ તળેટી માટે 50 મિની બસ, મુખ્ય શહેરો માટે 230 બસ અને અન્ય વિભાગોની 170 બસ દોડાવશે. તમામ બસનું GPS ટ્રેકિંગ થશે. પરિક્રમા માર્ગ પર 11 કામચલાઉ દવાખાનાં, 8 વધારાની મેડિકલ ટીમ, 6 સ્થળે એમ્બ્યુલન્સ અને 2 મોબાઇલ હેલ્થ યુનિટ રહેશે. નાકોડા શહેરી આરોગ્ય કેન્દ્રમાં વેન્ટિલેટર સાથે કામચલાઉ ICU ઊભું કરાયું છે. વન વિભાગે આશરે 70 સંસ્થાઓને પ્રસાદ અને ભોજનની વ્યવસ્થા માટે મંજૂરી આપી છે.
ભવનાથમાં વન-વે ટ્રાફિક, જંગલમાં સમૂહમાં ચાલવા અપીલ
જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના જણાવ્યા મુજબ આઠ ઝોનમાં 40 પોલીસ ચોકી કાર્યરત રહેશે. બહારથી આવતાં વાહનો માટે ચાર પ્રવેશબિંદુ, બે જાહેર અને છ ખાનગી પાર્કિંગ સ્થળ રહેશે. ભવનાથમાં વન-વે ટ્રાફિક અમલી રહેશે અને ત્રણ ઇમરજન્સી રૂટ રાખવામાં આવશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ભાવિકોને પ્લાસ્ટિકની થેલી કે બોટલ સાથે ન લેવા અને કચરાનો યોગ્ય નિકાલ કરવા અપીલ કરી છે. જંગલમાં સૂકા ઘાસને કારણે બીડી, સિગારેટ અને જ્વલનશીલ વસ્તુઓનો ઉપયોગ ટાળવા કહ્યું છે. વન્યપ્રાણીઓની અવરજવરને ધ્યાનમાં રાખીને નિર્ધારિત માર્ગ પર સમૂહમાં ચાલવા અને પીવાના પાણીની મર્યાદિત વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વૃદ્ધો, અશક્ત વ્યક્તિઓ તથા બાળકોને સાથે ન લાવવા પણ તેમણે અનુરોધ કર્યો છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

દિવાળીના તહેવારોમાં ગુજરાતના 8 મુખ્ય ધામો પર પ્રવાસીઓનું ઘોડાપૂર, 38 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી

વડનગરમાં 19 અને 20 નવેમ્બરે ‘તાના-રીરી મહોત્સવ-2026’નો ભવ્ય પ્રારંભ, દેશભરના દિગ્ગજ કલાકારો સુરાવલીઓ રેલાવશે

ગુજરાત સહિત દેશની 2,200થી વધુ ટ્રેનોમાં નવી રિઝર્વેશન સિસ્ટમ, એક મિનિટમાં બુક થશે 1.50 લાખ ટિકિટ

ગુજરાતનું ગૌરવ: 1500 વર્ષ પ્રાચીન શામળાજી મંદિરનું નામ 'વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ'માં નોંધાયું

ગુજરાતમાં રવિ વાવેતર 2.61 લાખ હેક્ટરે પહોંચ્યું, બટાકા મોખરે ઘઉંની વાવણી હજુ ધીમી

પંચમહાલમાં 78,000 MVA ક્ષમતાના નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું CMના હસ્તે ભૂમિપૂજન

ગુજરાતીઓએ દિવાળીમાં કરી વાહનોની ધૂમ ખરીદી, 15 દિવસમાં 1.26 લાખ રજિસ્ટ્રેશન





