KuberaNowLogo
Tuesday, 17/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

પંચમહાલમાં 78,000 MVA ક્ષમતાના નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું CMના હસ્તે ભૂમિપૂજન

પંચમહાલના હાલોલ તાલુકાના નુરપુરામાં TMC Transformers Indiaના નવા અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ યુનિટનું ભૂમિપૂજન થયું છે. વાર્ષિક 78,000 MVA ક્ષમતાવાળો આ પ્લાન્ટ ઊર્જા ક્ષેત્ર સાથે સ્થાનિક રોજગારી અને MSME ઉદ્યોગોને પણ વેગ આપશે.

Kuberanow DeskPublished On : 17 Nov 2026
Panchmahal

પંચમહાલના હાલોલ તાલુકાના નુરપુરામાં ઊર્જા અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ પહેલની શરૂઆત થઈ છે. TMC Transformers India Limited દ્વારા સ્થાપવામાં આવનારા અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ યુનિટનું ભૂમિપૂજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ટ્રાન્સફોર્મરને વિકાસની કરોડરજ્જુ ગણાવી ગુજરાતને ઊર્જા ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ પ્રોજેક્ટને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.


CM


વાર્ષિક 78,000 MVA ઉત્પાદન ક્ષમતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં TMCનો આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે. નવા મેન્યુફેક્ચરિંગ યુનિટનું નિર્માણ વાર્ષિક 78,000 MVA ઉત્પાદન ક્ષમતા સાથે કરવામાં આવશે. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પ્લાન્ટ માત્ર ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવામાં જ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે રોજગારીની વિશાળ તકો ઊભી કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.


 Panchmahal


વડોદરા-હાલોલ વિસ્તાર બનશે હાઇ-ટેક કોરિડોર

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડોદરા, સાવલી, હાલોલ અને કાલોલનો સમગ્ર વિસ્તાર હાઇ-ટેક એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ કોરિડોર બનવા તરફ આગળ વધી રહ્યો છે. TMCના આગમનથી MSME, નાના સપ્લાયર્સ અને આનુષંગિક ઉદ્યોગોને નવું બળ મળવાની અપેક્ષા છે. સાથે જ સ્થાનિક યુવાનો માટે સ્કીલ ડેવલપમેન્ટ અને રોજગારીની નવી તકો ઊભી થવાની શક્યતા છે.


 Panchmahal


ગુજરાતની ઊર્જા ક્ષમતાને મળશે વધુ વેગ

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના વિકાસના ‘સપ્તધારા’ વિઝન અંતર્ગત આવનારા વર્ષોમાં TMCનું આ મેન્યુફેક્ચરિંગ યુનિટ ગુજરાતના વિકાસ, ભારતની ઊર્જા સુરક્ષા અને વૈશ્વિક ઊર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. TMC Transformersના MD એચ. એન. શુક્લાએ સ્વાગત પ્રવચનમાં કંપની અને કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે કંપની દ્વારા CSR હેઠળ ₹25 લાખનો ચેક કન્યા કેળવણી નિધિ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ, માંજલપુરના ધારાસભ્ય સતીશ પટેલ, જિલ્લા અગ્રણી મયંક દેસાઈ, હાલોલ તાલુકા પંચાયત પ્રમુખ નીરુબેન બારીયા, મુખ્ય સચિવ એમ. કે. દાસ, જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય, મદદનીશ કલેક્ટર સ્મિત પંચાલ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો: ભારતમાં Kia Sorentoનો જબરદસ્ત ક્રેઝ! માત્ર 2 મહિનામાં વેચાણ 4,500ને પાર

આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Gujarat Vehicle Sales

ગુજરાતીઓએ દિવાળીમાં કરી વાહનોની ધૂમ ખરીદી, 15 દિવસમાં 1.26 લાખ રજિસ્ટ્રેશન

 Ahmedabad AMC Hikes DA

AMC DA Hike 2026: અમદાવાદ મ્યુનિ. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો

Vibrant Gujarat 2027

ગુજરાતનું ધોલેરા બનશે સેમિકન્ડક્ટર હબ! હોસ્પિટલ, હોટેલ, સ્કૂલ સહિતની સુવિધાઓથી સજ્જ થશે, રોકાણકારોનું ધ્યાન ખેંચશે

NTC 1.0

NTC 1.0: અમદાવાદમાં 22 નવેમ્બરે યોજાશે ટ્રેડર્સનો મહાકુંભ, શેરબજારના દિગ્ગજો એક મંચ પર

CSEET Result 2026

CSEET Result 2026: ગુજરાતના 1,059 વિદ્યાર્થીઓ પાસ, અમદાવાદના 7 વિદ્યાર્થીઓ દેશના ટોપ 25માં

GST Refund Rules

GST Refund Rules: નાના ઉદ્યોગોને મોટી રાહતની આશા, ટેક્સ ક્રેડિટના રિફંડમાં ફેરફારથી વર્કિંગ કેપિટલની સમસ્યા હળવી થશે

gujarat gas cng price hike 5 rupees per kg new rates

Gujarat Gas CNG Price Hike: પ્રતિ કિલો ₹5નો વધારો ઝીંકાયો, પેટ્રોલ-ડીઝલ નજીક પહોંચ્યા ભાવ

Amul Buttermilk Shrinkflation

અમૂલની છાશમાં 'શ્રિંકફ્લેશન'નો ઝટકો! ભાવ એ જ, પણ પાઉચમાં હવે મળશે ઓછી છાશ