KuberaNowLogo
Friday, 06/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

India-US Trade Deal: ટ્રમ્પને ઝટકો મળતાં ભારત–અમેરિકા ટ્રેડ ડીલ ઝડપ પકડશે કે શરતો વધુ કડક બનશે

અમેરિકાની મધ્યસત્રની ચૂંટણીમાં ડેમોક્રેટ્સે પ્રતિનિધિ સભા અને સેનેટ બંનેમાં બહુમતી મેળવી છે. નિષ્ણાતો માને છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર ભારત સાથેની વેપાર વાટાઘાટો ઝડપી કરી શકે છે. જોકે, કૃષિ, ડેરી અને આયાત શુલ્ક જેવા મુદ્દે મતભેદો વચ્ચે કરાર ક્યારે થશે તે અનિશ્ચિત છે.

kuberanow deskPublished On : 5 Nov 2026
Trade Deal
India-US Trade DealAI Image

India-US Trade Deal: અમેરિકી કોંગ્રેસમાં બહુમતી ગુમાવ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ માટે ભારત સાથેનો વેપાર કરાર વિદેશ નીતિમાં સફળતા બતાવવાની તક બની શકે છે. પરંતુ વાટાઘાટો ઝડપ પકડે તો પણ ભારત સામે એક મોટો સવાલ રહેશે. શું અમેરિકા ભારતીય કૃષિ અને ડેરી બજારમાં વધુ પ્રવેશ માગશે, જ્યારે ભારતીય માલ પરના પોતાના આયાત શુલ્ક ઘટાડવામાં કડક વલણ રાખશે?


મધ્યસત્રની ચૂંટણીમાં ડેમોક્રેટ્સે અમેરિકી કોંગ્રેસનાં બંને ગૃહો હાઉસ અને સેનેટ જીતી લીધાં છે. ભારત અને અમેરિકા વચ્ચો વેપાર વાટાઘાટોમાં વ્હાઇટ હાઉસની ભૂમિકા મહત્વની રહેશે, પરંતુ કોંગ્રેસમાં કરારની શરતો અને અમેરિકા કેટલી છૂટ આપે છે તેની વધુ ચકાસણી થઈ શકે છે.


ઝડપી કરાર માટે ભારત પર દબાણ વધી શકે

એક સિનિયર રિસર્ચ એનાલિસ્ટના મતે, સ્થાનિક રાજકારણમાં ઝટકા પછી ટ્રમ્પ વહીવટીતંત્ર વિદેશ નીતિમાં ઝડપથી પરિણામ મેળવવા પ્રયત્ન કરી શકે છે. તેથી અમેરિકા નવી દિલ્હી પાસે વહેલી સમજૂતીનો આગ્રહ રાખે તેવી શક્યતા છે. વાટાઘાટોમાં કૃષિ અને ડેરી ખાસ સંવેદનશીલ મુદ્દા છે. અમેરિકા પોતાના ઉત્પાદનોને ભારતીય બજારમાં વેચવા માટે વધુ છૂટ માગી શકે છે. ભારત માટે આ છૂટની શરતો નક્કી કરતી વખતે સ્થાનિક ખેડૂતો અને દૂધ ઉત્પાદકોના હિતનું રક્ષણ કરવાનો પ્રશ્ન રહેશે. ભારતીય નિકાસકારો માટે અમેરિકામાં તેમના માલ પર કેટલું આયાત શુલ્ક લાગશે તે પણ એટલું જ મહત્વનું છે.


Trade Deal


H-1B વિઝા અને રશિયન તેલ પર નજર

માર્કેટ વિશ્લેષકોના મતે, ભારતીય કુશળ કર્મચારીઓ પર આધાર રાખતી અમેરિકી ટેક કંપનીઓને અસર કરતી H-1B અરજી ફી અને અન્ય નિયંત્રણોની કોંગ્રેસમાં વધુ તપાસ થઈ શકે છે. તેના કારણે નવા પ્રતિબંધો મૂકવાની ગતિ ધીમી પડી શકે છે. તેમના મતે, રશિયન તેલ ખરીદતા દેશો સામે સંભવિત અમેરિકી પ્રતિબંધોમાં છૂટ મળે તો ભારતને ઊર્જાની ખરીદીમાં વધુ વિકલ્પ મળી શકે. વિઝાની ફીમાં રાહત અને તેલ ખરીદી પર છૂટ બંને નિષ્ણાતોના અંદાજ છે. તેની અસર અમેરિકાની આગામી નીતિ પર આધારિત રહેશે.


ડોલર, ક્રૂડ અને ભારતીય બજાર પર શું અસર?

અન્ય એક બજાર વિશ્લેષકોના મતે, ડોલર નબળો પડે અને અમેરિકી સરકારી બોન્ડની ઉપજ ઘટે તો ભારતીય બજારમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણ વધવાની શક્યતા છે. ક્રૂડ તેલ સસ્તું થાય તો ભારતનું આયાત બિલ ઘટી શકે, મોંઘવારીનું દબાણ હળવું થઈ શકે અને કાચા માલ તરીકે તેલ વાપરતી કંપનીઓના ખર્ચમાં રાહત મળી શકે. નિષ્ણાતો માને છે કે, પશ્ચિમ એશિયામાં તણાવ ઘટે અને હોર્મુઝ જળમાર્ગે જહાજોની અવરજવર સરળ બને તો તેલના પુરવઠા અંગેની ચિંતા ઘટી શકે છે. સોનું, ચાંદી અને ઔદ્યોગિક ધાતુઓમાં પણ તેજીની શક્યતા જોવાઈ રહી છે. ભારતીય બજાર માટે હવે બે બાબતો પર નજર રહેશે: વેપાર વાટાઘાટોમાં ખરેખર કેટલી પ્રગતિ થાય છે અને ડોલર તથા ક્રૂડના ભાવ કઈ દિશામાં જાય છે.


આ પણ વાંચો: Samsung કેમેરાની ડિઝાઈન બદલશે? Galaxy S27 Ultraએ આપ્યા સંકેત


આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

government schemes epic voter id replacing aadhaar payment

શું સરકારી યોજનાઓ માટે આધાર કાર્ડ હવે જરૂરી નથી? કેન્દ્રીય મંત્રીના નિવેદનથી ચર્ચા

Videocon.png

વેણુગોપાલ ધૂત દેવાળિયા જાહેર! ₹12,668 કરોડના દેવામાં ફસાયા

8th pay commission salary hike stages and fitment factor

8મું પગાર પંચ: રિપોર્ટ આવ્યા પછી તરત પગાર નહીં વધે, 5 તબક્કા અને ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત સમજો

Firecrackers Export

Firecrackers Industry: ઘરે ₹7,000 કરોડનો ધમાકો, વિદેશમાં કેમ ફિક્કા ભારતીય ફટાકડા

EV

ઓક્ટોબરમાં વાહનોના વેચાણમાં ઘટાડો, છતાં EV માર્કેટમાં જબરદસ્ત તેજી!

AI

ઇન્ટરનેટ વગર પણ ચાલશે AI! ભારતે લોન્ચ કર્યા 3 સ્વદેશી મોડલ

Mumbai Dry Fruit Stock

દિવાળીની ઘરાકીમાં મોટો ઝટકો! મુંબઈના વેપારીઓના કરોડોના ડ્રાયફ્રુટ કોલ્ડસ્ટોરેજમાં અટવાયા, FDAની શરતી રાહત

Diwali Travel

Diwali Travel: અજાણ્યા સાથીઓ સાથે રજાઓ માણવાનો વધતો ક્રેઝ, 65% બુકિંગ ગ્રુપ ટ્રાવેલની