KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ફ્લેટ બજાર વચ્ચે Ather Energyનો શેર ચાર ટકા ઉછળ્યો

નોમુરાએ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીએ એથર એનર્જીએ બાય રેટિંગ આપ્યું છે. તેનો ટાર્ગેટ પ્રાઇસ પ્રતિ શેર રૂ. 1,926 આપ્યો છે

KuberaNow
desk@kuberanowPublished On : 10 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
કંપનીના શેરનો ભાવ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 121 ટકા વળતર આપી ચૂક્યો છે.  વર્તમાન ભાવે કંપનીનું બજારમૂલ્ય 64,000 કરોડ કરતાં પણ વધારે છે.
કંપનીના શેરનો ભાવ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 121 ટકા વળતર આપી ચૂક્યો છે. વર્તમાન ભાવે કંપનીનું બજારમૂલ્ય 64,000 કરોડ કરતાં પણ વધારે છે.AI GENERATED IMAGE

મુંબઈઃ ભારતમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સની માંગ વેગ પકડી રહી છે. આના પગલે નોમુરાએ ઇલેકટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપની એથર એનર્જીને બાય રેટિંગ આપ્યું છે. તેનો ટાર્ગેટ પ્રાઇસ પ્રતિ શેર રૂ. 1,926 આપ્યો છે. આના પગલે કંપનીનો શેર એક સમયે લગભગ ચાર ટકા જેટલો વધીને રૂ. 1,648.60 થઈ ગયો હતો. હાલમાં તેનો ભાવ રૂ. 1,630.60નો છે. કંપનીએ માસ માર્કેટ માટે કોણાર્ક સ્કૂટર લોન્ચ કર્યુ છે અને તેને આશા છે કે ઇલેક્ટ્રિકલ વ્હીકલની સ્વીકાર્યતા વધતા તેને તેનો ફાયદો મળશે.


BSE 500 અને NSE 500નો શેર વધુ ઉચકાયો

BSE 500 અને NSE 500ના ટોપ ગેઇનર્સમાં એથર એનર્જીનો શેર સૌથી વધુ ઉચકાયો હતો અને બંને એક્સ્ચેન્જ પર એક્ટિવ ટ્રેડેડ સ્ટોક્સમાં સ્થાન પામ્યો હતો. આમ નોમુરાએ એથર એનર્જીના અગાઉના બંધથી બીજા 22 ટકા ભાવમાં વૃદ્ધિનો અંદાજ બાંધ્યો છે. કંપનીના શેરનો ભાવ 2026માં લગભગ બમણો થઈ ગયો છે. આમ તેનો ભાવ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 121 ટકા વળતર આપી ચૂક્યો છે.  વર્તમાન ભાવે કંપનીનું બજારમૂલ્ય 64,000 કરોડ કરતાં પણ વધારે છે. તેની તુલનાએ નિફ્ટી 50માં માઇનસ 10.3 ટકા વળતર મળ્યું છે.


એથર એનર્જીની વૃદ્ધિની સંભાવના

બ્રોકરેજે જણાવ્યું હતું કે એથરે ઇવીની સ્વીકાર્યતાની ઝડપ વધતા કંપનીની ભાવિ વૃદ્ધિ મજબૂત માનવામાં આવે છે. નોમુરાએ વૃદ્ધિનો અંદાજ 2026-27 માટે 54 ટકા, 2027-28 માટે 100 ટકા અને 2028-29 માટે 31 ટકા અંદાજ મૂક્યો છે. નોમુરા માને છે કે એથર એનર્જી તેની વૃદ્ધિની સંભાવનાના આધારે એન્ટરપ્રાઇઝ વેલ્યુ ટુ સેલ્સનું પાંચથી સાત ગણુ પ્રીમિયમ ધરાવે છે. 99,999ના ભાવે ઇલેક્ટ્રિક સ્કૂટર સાથે કંપની માસ માર્કેટમાં પ્રવેશવાની છે. આમ કંપનીએ હવે ઇલેકટ્રિક ટુ-વ્હીલર વાહનોના બજારમાં પ્રીમિયમ એન્ડથી આગળ વધવાનો નિર્ણય લીધો છે.

 

એથરે ઉત્પાદન ક્ષમતા વિસ્તારી

એથરના હોસુર ખાતેના પ્લાન્ટમાં તેનું ઉત્પાદન કરવામાં આવશે. કંપની સપ્ટેમ્બર 2026માં ઉત્પાદન શરૂ કરી દેવાની છે, એમ એમ્કે ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસિઝના અગાઉના અહેવાલમાં જણાવાયું છે. તેણે કંપનીના શેર માટે રૂ. 2,200ના ટાર્ગેટ પ્રાઇસ સાથે બાય રેટિંગ આપ્યું છે.

એમ્કેએ જણાવ્યું હતું કે એથરની AURIC ફેસિલિટી ડિસેમ્બર કે માર્ચ ક્વાર્ટરમાં તેની ક્ષમતામાં વધારો કરશે અને 2027-28થી તે સંપૂર્ણ સ્તરે ઉત્પાદન કરે તેમ માનવામાં આવે છે. તેના કારણે કંપનીની માસિક ઉત્પાદન ક્ષમતામાં 42,000 યુનિટ્સનો ઉમેરો થશે તેમ મનાય છે. હોસુરની ઉત્પાદન ક્ષમતામાંથી પણ પ્રતિ માસ છ હજારથી દસ હજાર યુનિટનો ફાયદો મળશે તેમ મનાય છે.


હીરોને ઇવી માર્કેટમાં વિશ્વાસ

હીરો મોટોકોર્પે એથર એનર્જીના 1.18 કરોડ શેર ખરીદીને ઇવી માર્કેટમાં કંપનીની વિશ્વસનીયતાનો પુરાવો આપ્યો છે. હીરોએ સિંગાપોર સરકાર પાસેથી 1,758 કરોડમાં આ શેરની ખરીદી કરી છે. આના પગલે કંપનીમાં તેનો હિસ્સો 32.8 ટકા થયો છે.

આખા દેશમાં શહેરોથી લઈને ગ્રામીણ વિસ્તારોમાં મોટાપાયા પર વીજળીનો અવિરત પુરવઠો મળવાના લીધે હવે ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. ટુ-વ્હીલર એક જ વખતના ચાર્જિંગમાં સરેરાશ 100 કિ.મી.ની એવરેજ આપતા થયા તેના કારણે માંગને વેગ મળ્યો છે.


 

 

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM