KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gold ETFs : ભારતમાં ગોલ્ડ ઈટીએફમાં રોકાણ 67 ટકા વધીને રૂ. 2,597 કરોડનું થયું

Gold ETFs : દુનિયામાં ગોલ્ડ ઈટીએફમાં રોકાણકારોએ 18 અબજ ઠાલવ્યા, યુરોપ સૌથી આગળ, ભારતમાં સતત ત્રીજા મહિને રોકાણમાં થયો વધારો

KuberaNow
desk@kuberanowPublished On : 10 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Gold ETFs
દુનિયાભરમાં ગોલ્ડ ઈટીએફ ફંડો પાસે સોનાનો કુલ જથ્થો 121 ટનથી વધીને 4,189 ટન થઈ ગયોAI Generated Image

Gold ETFs : સમગ્ર દુનિયામાં સોનામાં રોકાણ કરનારા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)માં ઓગસ્ટમાં 18 અબજ ડોલરનું રોકાણ આવ્યું. રકમની દૃષ્ટિએ આ અત્યાર સુધીનું બીજું સૌથી મોટું માસિક રોકાણ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના રિપોર્ટ મુજબ ગોલ્ડ ઈટીએફમાં આવેલી આ સૌથી મોટી રકમનું મુખ્ય કારણ ઉત્તરી અમેરિકા અને યુરોપમાં લિસ્ટેડ ફંડોમાં વધેલું રોકાણ રહ્યું છે. ભારતમાં પણ ઓગસ્ટ મહિનામાં ગોલ્ડ ઈટીએફમાં રોકાણ 67 ટકા વધીને રૂ. 2,597 કરોડ રહ્યું છે.


દુનિયામાં ગોલ્ડ ઈટીએફ AUM 16 ટકા વધી 615 અબજ ડોલર થઈ

ઓગસ્ટ 2026માં ઉત્તરીય અણેરિકાના ગોલ્ડ ઈટીએફમાં 7.7 અબજ ડોલરનું રોકાણ આવ્યું છે. આ ક્ષેત્રમાં અત્યાર સુધીમાં તેનું આ ત્રીજું સૌથી મોટું માસિક રોકાણ છે. યુરોપમાંથી ગોલ્ડ ઈટીએફમાં વિક્રમી 7.9 અબજ ડોલરનું રોકાણ આવ્યું છે, જે અત્યાર સુધીમાં કોઈ એક મહિનામાં આવેલું સૌથી વધુ રોકાણ છે. WGCએ જણાવ્યું કે, રોકાણ વધવાની સાથે સોનાના ભાવમાં તેજી આવતા દુનિયાભરના ગોલ્ડ ઈટીએફના એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) 16 ટકા વધીને 615 અબજ ડોલર થઈ હતી. આ ફંડો પાસે સોનાનો કુલ જથ્થો 121 ટનથી વધીને 4,189 ટન થઈ ગયો છે.


એશિયન ગોલ્ડ ઈટીએફમાં બે અબજ ડોલરનું રોકાણ

એશિયન ગોલ્ડ ઈટીએફમાં ઓગસ્ટમાં બે અબજ ડોલરનું રોકાણ થયું. WGCના અહેવાલ મુજબ ફેબ્રુઆરી પછી આ સૌથી મજબૂત રોકાણ રહ્યું છે. એશિયામાં ગોલ્ડ ઈટીએફમાં સૌથી વધુ રોકાણ ચીનમાં થયું છે. ઓગસ્ટમાં સ્થાનિક બજારોમાં સોનાના ભાવમાં સુધારા અને તેજીએ રોકાણકારોને સોના તરફ આકર્ષ્યા છે. આ સમયમમાં સોનાનો ભાવ 13.3 ટકા વધીને પ્રતિ ઔંસ 4,563 ડોલર થયો છે.


આ પણ વાંચો : Gold-Silver ETF : સોના-ચાંદી ETFના નિયમો બદલાયા, તમારા પર થશે શું અસર?


ઓગસ્ટમાં સિલ્વર ઈટીએફમાં રૂ. 1,270.63 કરોડનું રોકાણ

ભારતમાં પણ ઓગસ્ટ 2026માં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF)માં રોકાણમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે તેમ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI)ના અહેવાલમાં જણાવાયું છે. AMFIએ કહ્યું કે, ઓગસ્ટમાં ગોલ્ડ ઈટીએફમાં રૂ. 2,596.70 કરોડનું રોકાણ થયું છે, જે 67 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ગોલ્ડ ઈટીએફમાં જુલાઈમાં રૂ. 1,559 કરોડનું રોકાણ થયું હતું. ઉદ્યોગ સંસ્થાએ કહ્યું કે, ગોલ્ડ ઈટીએફમાં સતત ત્રીજા મહિને રોકાણ પ્રવાહ સકારાત્મક રહ્યો છે. આ જ સમયમાં સિલ્વર ઈટીએફમાં પણ રૂ. 1,270.63 કરોડનું રોકાણ થયું હતું. ઓગસ્ટમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સ્થાનિક સોનાના ભાવમાં 7.7 ટકાના વધારા વચ્ચે ગોલ્ડ ઈટીએફમાં રોકાણ વધ્યું છે.


માત્ર પાંચ કારોબારી દિવસમાં 4 અબજ ડોલરનું રોકાણ

WGCના રિપોર્ટ મુજબ ઉત્તરી અમેરિકામાં મહિનાની શરૂઆતમાં ગોલ્ડ ઈટીએફની માગ વધુ નહોતી. પરંતુ 17 ઓગસ્ટવાળા સપ્તાહમાં રોકાણમાં અચાનક વધારો થયો હતો. આ સમયે માત્ર પાંચ કારોબારી સમયે અંદાજે 4 અબજ ડોલરનું રોકાણ થયું હતું, જે સમગ્ર મહિનામાં થયેલા રોકાણના અડધાથી વધુ હતું. જાપાનના યેનને મદદ કરવા માટે અમેરિકાની દખલ, લાંબાગાળાના બોન્ડના યીલ્ડ વધવા અને ઓગસ્ટમાં સોનાના ભાવમાં સતત તેજીથી રોકાણકારો ગોલ્ડ ઈટીએફ તરફ આકર્ષાયા હતા.


યુરોપમાં ગોલ્ડ ઈટીએફમાં વિક્રમી રોકાણ શા માટે?

યુરોપમાં સરકારી નાણાકીય સ્થિતિ અને સરકારો માટે દેવું મેળવવાના વધતા ખર્ચ અંગે રોકાણકારોની ચિંતા જળવાઈ રહી છે. આવા વાતાવરણમાં રોકાણનું જોખમ ઘટાડવા અને સરકારી બોન્ડના વિકલ્પ તરીકે સોનાની માગ મજબૂત થઈ છે. યુરોપમાં બ્રિટન ગોલ્ડ ઈટીએફ રોકાણની બાબતમાં સૌથી આગળ રહ્યું. ઓગસ્ટમાં બ્રિટનના ફંડોમાં 4.4 અબજ ડોલરનું રોકાણ આવ્યું, જે ત્યાં અત્યાર સુધીનું બીજું સૌથી મોટું માસિક રોકાણ છે. ફ્રાન્સના ગોલ્ડ ઈટીએફમાં પણ ઓગસ્ટમાં વિક્રમી 1.5 અબજ ડોલરનું રોકાણ થયું, જે અત્યાર સુધીનું સૌથી મજબૂત રોકાણ રહ્યું.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM