Gold Silver Rate Today : રિટેલ બજારમાં સોનામાં આંશિક નરમાઈ, જાણો આજનો ભાવ
ગૂડ રિટર્ન્સ મુજબ ભારતમાં મંગળવારે 24 કેરેટ ગોલ્ડનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,53,170, 22 કેરેટનો રૂ. 1,40,400, 18 કેરેટનો ભાવ 1,14,880 રહ્યો

Gold Silver Rate Today : ભારતના રિટેલ બજારમાં મંગળવારે સવારે સોનાના ભાવમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકા અને ઈરાન યુદ્ધની અનિશ્ચિતતા વચ્ચે લાલ સમુદ્રમાં હુથી બળવાખોરોએ સાઉદી અરબ પર હુમલો કરવાના પગલે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે, જેની સોના-ચાંદી બજાર પર અસર જોવા મળી છે. સાઉદી અરબ પર હુથીના નવા હુમલા તથા અખાતની ખાડીમાં ઈરાન દ્વારા જહાજો પર નવેસરથી હુમલાના અહેવાલો પછી ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી ઉછાળો જોવા મળ્યો હતો.
નવેમ્બર ડિલિવરી માટે આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ વાયદો 1.25 ટકા વધીને પ્રતિ બેરલ 107.00 ડોલર થયો હતો. ઓક્ટોબર માટે યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમિડિયેટ વાયદો પણ 1.27 ટકા વધીને પ્રતિ બેરલ 102.68 ડોલરને પાર થયો હતો. વધુમાં સાઉદી અરબે હોર્મુઝની ખાડીને બાજુમાં રાખી દેતી તેની મહત્વની પૂર્વ-પશ્ચિમ પાઈપલાઈન બંધ કરી દીધી છે. ઈરાકમાંથી ડ્રોન હુમલો થયા પછી આ પાઈપલાઈનને ભારે નુકસાન થયું હતું. બજારમાં ઓઈલના પુરવઠાની ખેંચ ચાલી રહી છે તેવા સમયે સાઉદીની પાઈપલાઈન બંધ થતાં ઓઈલ પુરવઠો ખોરવાઈ શકે છે.
સ્પોટ ગોલ્ડ મંગળવારે સવારે આંશિક ફેરફાર સાથે પ્રતિ ઔંસ 4,300.96 ડોલરે પહોંચ્યો હતો, જે એક સપ્તાહ પહેલાં 7 ઓગસ્ટે તેના તળીયે પહોંચ્યો હતો. યુએસ ગોલ્ડ વાયદો 0.3 ટકા ઘટીને 4,341.10 ડોલર થયો હતો. આ ઘટનાઓના પગલે ભારતના મોટા શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનામાં આંશિક ઘટાડો થયો હતો. સ્થાનિક બુલિયન બજારમાં ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. MCX પર સોનાનો ભાવ મંગળવારે સવારે 0.06 ટકા ઘટીને પ્રતિ 10 ગ્રામ 1,51,830ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. MCX પર ચાંદી વાયદો 0.39 ટકા ઘટીને પ્રતિ કિલો રૂ. 2,31,670ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.
સોનાનો ભાવ અલગ અલગ શહેરોમાં
નવી દિલ્હી
24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,51,380/10 ગ્રામ
22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,38,765/10 ગ્રામ
ચાંદી 999 ફાઈન રેટ - રૂ. 2,31,220/1 કિલો
મુંબઈ
24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,51,621/10 ગ્રામ
22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,39,003/10 ગ્રામ
ચાંદી 999 ફાઈન રેટ - રૂ. 2,31,610/1 કિલો
કોલાકાતા
24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,51,440/10 ગ્રામ
22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,33,820/10 ગ્રામ
ચાંદી 999 ફાઈન રેટ - રૂ. 2,31,310/1 કિલો
ચેન્નઈ
24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,51,940/10 ગ્રામ
22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,39,278/10 ગ્રામ
ચાંદી 999 ફાઈન રેટ - રૂ. 2,32,040/1 કિલો
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
- Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
- સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
- ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
