KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gold-Silver ETF : સોના-ચાંદી ETFના નિયમો બદલાયા, તમારા પર થશે શું અસર?

સોના-ચાંદીના ઈટીએફમાં રોકાણ કરનારાઓ માટે ત્રણ મોટા ફેરફાર થાય છે. આ નિયમો હેઠળ હવે ઈટીએફની પ્રાઈસ બેન્ડ નવી રીતે નિશ્ચિત થશે

KuberaNow
desk@kuberanowPublished On : 8 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Gold Silver ETF
નવા નિયમોથી માર્કેટના ભારે ઉતાર-ચઢાવ વચ્ચે પણ ઈટીએફની પ્રાઈસ અને અન્ડરલેઇંગ વેલ્યુમાં મોટો તફાવત નહીં જોવા મળેAI GENERATED IMAGE

મુંબઈ : ઈટીએફ એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમો હેઠળ ઈટીએફની પ્રાઈસ બેન્ડ નવી રીતે નિશ્ચિત કરવામાં આવશે. સોના અને ચાંદીના ઈટીએફ માટે કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કરાયા છે. નવા નિયમોથી હવે માર્કેટના ભારે ઉતાર-ચઢાવ વચ્ચે પણ ઈટીએફની પ્રાઈસ અને અન્ડરલેઇંગ વેલ્યુમાં મોટો તફાવત નહીં જોવા મળે. ગોલ્ડ-સિલ્વર ઈટીએફમાં પ્રી-ઓપન ઓક્શન થશે અને ઓવરનાઈટ વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ પછી પ્રાઈસ બેન્ડને વધારવા માટે વધુ ફ્લેક્સિબિલિટી મળશે.


ઈટીએફના નિયમોમાં ફેરફારથી હવે તેના ભાવ અન્ડરલેઈંગ એસેટ્સ એટલે કે જે એસેટ્સને ઈટીએફ ટ્રેક કરે છે, તેના હિસાબથી તુરંત બદલાશે. તેનાથી ગોલ્ડ અને સિલ્વર ઈટીએફની ઓપનિંગ પ્રાઈસ પણ વધુ વ્યવસ્થિત થઈ શકે છે અને ખરીદ-વેચાણના અલગ અલગ ઓર્ડર્સની અસર ઘટી શકે છે. જોકે,નવી સિસ્ટમ એનવીએની સરખામણીએ પ્રીમિયમ અથવા ડિસ્કાઉન્ટને સંપૂર્ણપણે ખતમ નહીં કરી શકે. વિશેષરૂપે લિક્વિડિટીવાળા ઈટીએફની બાબતમાં રોકાણકારોએ હજુ પણ iNAV ચેક કરવી પડશે અને ટ્રેડિંગ સમયે મર્યાદિત ઓર્ડર્સનો ઉપયોગ ચાલુ રાખવો પડશે.


સમજો એનએવી અને માર્કેટ પ્રાઈસનું ગણિત

દરેક ઈટીએફ સાથે એનએવી અને માર્કેટ પ્રાઈસ એમ બે આંકડા જોડાયેલા હોય છે. એનએવીની ગણતરી દિવસમાં એક વખત થતી હોય છે. દરરોજ બજાર બંધ થયા પછી કુલ એસેટ વેલ્યુ, લાયેબિલિટીસની બાદબાકી, કુલ બાકી શૅરના ભાગાકાર દ્વારા ગણતરી કરવામાં આવે છે. બીજીબાજુ માર્કેટ પ્રાઈસ સામાન્ય સ્ટોક્સની જેમ બાયર્સ અને સેલર્સની માગ પર સતત બદલાતી હોય છે. આ સિવાય રોકાણકારને ટ્રેડિંગ દિવસ દરમિયાન તેના હોલ્ડિંગની વાસ્તવિક કિંમત જાણવા માટે iNAV મદદ કરી છે. આદર્શ રૂપે એનએવી અને માર્કેટ પ્રાઈસમાં મોટો તફાવત ના હોવો જોઈએ. પરંતુ અગાઉના નિયમોના કારણે તેમાં વધુ અંતર જોવા મળતું હતું. એક્સચેન્જ દરરોજ સવારે ઈટીએફ માટે એક બેઝ પ્રાઈસ નિશ્ચિત કરે છે, જે રેફરન્સ પોઈન્ટ હોય છે. જોકે, ઓપનિંગ પ્રાઈસ સહિત માર્કેટ પ્રાઈસ હજુ પણ બાયર્સ અને સેલર્સ જ નિશ્ચિત કરે છે, પરંતુ બેઝ પ્રાઈસ બે ટ્રેડિંગ દિવસ પહેલાના ઈટીએફની એનએવી રહેતી હતી. જેથી રોકાણકારો માટે એનએવીની ગણતરીમાં આ મોટી સમસ્યા ઊભી થતી હતી.


રોકાણકારોને ભારે-ઉતાર ચઢાવથી બચાવવા બનાવાયો હતો નિયમ

આ સમસ્યાને એક ઉદાહરણ પરથી સમજી શકાય છે. સોમવારે સાંજે કોઈ ઈટીએફની એનએવી રૂ. 100 છે અને બુધવારે પણ ટ્રેડિંગ રેન્જમાં એનએવી તેની આજુબાજુ જ નિશ્ચિત થાય તો મંગળવારે અન્ડરલાઈંગ માર્કેટમાં તેજી આવવાની સ્થિતિમાં ફંડની ફેરવેલ્યુ રૂ. 125 હોય તો પણ પ્રાઈસ બેન્ડના કારણે તેનું ટ્રેડિંગ રૂ. 120 પર અટકી જશે. રોકાણકારોને બજારના ભારે ઉતાર-ચઢાવથી બચાવવા માટે આ નિયમ બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેના કારણે ઈટીએફની યોગ્ય વેલ્યુ થઈ શકતી નહોતી.


સેબીએ નવા નિયમોનો અમલ એક સપ્તાહના વિલંબથી કર્યો

આ સમસ્યાને દૂર કરવા માટે સેબીએ 15 જૂન 2026ના તેના સર્ક્યુલરમાં ત્રણ ફેરફાર રજૂ કર્યા હતા. પહેલા આ નિયમ 1 સપ્ટેમ્બરથી લાગુ થવાનો હતો, પરંતુ પાછળથી સેબીએ 7 સપ્ટેમ્બરથી તેનો અમલ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. સેબીએ કરેલા નવા ફેરફારથી બેઝ પ્રાઈસ હવે આગલા દિવસની ક્લોઝિંગ પ્રાઈસ રહેશે, જેને પાછલા સેશનની અંતિમ 30 મિનિટમાં ઈટીએફના ટ્રેડ્સના VWAP (વોલ્યુમ-વેઈટેડ એવરેજ પ્રાઈસ) તરીકે ગણતરી કરવામાં આવશે. એટલે કે નવી ટ્રેડિંગ રેન્જ બે દિવસ જૂની વેલ્યુએશનના બદલે ઈટીએફના એક સેશન પહેલા સાંજે થયેલા ટ્રેડથી જ શરૂ થશે.


ગોલ્ડ-સિલ્વર ઈટીએફની ટ્રેડિંગ રેન્જ 6 ટકાની રેન્જમાં શરૂ થશે

આ સાથે હવે પ્રાઈસ બેન્ડ એસેટના હિસાબથી નિશ્ચિત થશે. ઈક્વિટી અને ડેટ ઈટીએફ માટે પ્રારંભિક કારોબારમાં ટ્રેડિંગ રેન્જ 10 ટકા રહેશે, જે ધીમે ધીમે વધીને 20 ટકા સુધી જઈ શખે છે. દરેક વખતે લિમિટ સુધી પહોંચ્યા પછી 15 મિનિટનો કૂલિંગ-ઓફ બ્રેક રહેશે. જોકે, ગોલ્ડ અને સિલ્વર ઈટીએફની ટ્રેડિંગ રેન્જ 6 ટકાની રેન્જમાં શરૂ થશે પરંતુ ગ્લોબલ બુલિયનની કિંમત 24 ટકા બદલાતી રહે છે. તેથી તેની બેન્ડ કોઈ ઉપલી મર્યાદા વિના 3 ટકાના સ્ટેપ્સમાં વધી શકે છે. તેનાથી સોના-ચાંદીના ઈટીએફને રાતોરાત વૈશ્વિક બજારમાં મોટી હલચલ સામે પોતાની યોગ્ય વેલ્યુ સુધી પહોંચવામાં મદદ મળતી રહેશે. ઓવરનાઈટ અને લિક્વિડ ઈટીએફની વેલ્યુમાં બહુ ઓછું અંતર રહેશે અને તેની પાંચ ટકા ફિક્સ બેન્ડ જળવાઈ રહેશે.


ગોલ્ડ-સિલ્વર ઈટીએફનું પ્રી-ઓપન કોલ ઓક્શન થશે

હવે સ્ટોક્સની જેમ જ ગોલ્ડ અને સિલ્વર ઈટીએફની શરૂઆત દરરોજ પ્રી-ઓપન કોલ ઓક્શનથી થશે. તેના હેઠળ માર્કેટ ખૂલતા પહેલા જ ખરીદ-વેચાણના ઓર્ડરએકત્ર કરાશે અને તેને એક ભાવ એટલે કે ઈક્વિલિબ્રિયમ પ્રાઈસ પર મેચ કરાશે. તેનાથી ઓપનિંગ પ્રાઈસમાં એક દિવસના પહેલાના કોઈ રેન્ડમ ઓર્ડરના બદલે ઓવરઓલ ડિમાન્ડ અને સપ્લાયનો ખ્યાલ આવશે.


નિયમોમાં ફેરફાર છતાં આ નહીં બદલાય

આ ફેરફારો છતાં ઈટીએફના ભાવ હજુ પણ એનએવીની સરખામણીમાં ડિસ્કાઉન્ટ અથવા પ્રીમિયમ પર થઈ શકે છે, કારણ કે આ તફાવત ટ્રેડિંગના નિયમોથી નહીં પરંતુ ડિમાન્ડ-સપ્લાય અને લિક્વિડિટીથી બને છે. આ સિવાય ઈટીએફના રિટર્ન, ખર્ચ અને ટેક્સ પણ અગાઉની જેમ સમાન રહેશે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM