Gold-Silver Price crash : સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો, કેટલા થયા ભાવ?
MCX પર સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂ. 3,500 જ્યારે ચાંદીમાં આશરે રૂ. 5,000નો ઘટાડો નોંધાયો હતો

અમદાવાદ : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષના કારણે ભારતમાં રીટેલ બજારમાં સોમવારે સોનામાં નરમાઈ યથાવત્ રહી હતી. અમેરિકા અને ઈરાન યુદ્ધ સાતમા મહિનામાં પ્રવેશ્યું છે ત્યારે અમેરિકન એનર્જી સેક્રેટરી રાઈટે જણાવ્યું હતું કે, ઈરાનને પરમાણુ હથિયારો મેળવતા રોકવા માટે અમેરિકા કોઈ ભ્રામક સોદો કરવા તૈયાર નહીં થાય. રાઈટનું આ નિવેદન અમેરિકા અને ઈરાન યુદ્ધ હજુ વધુ લંબાવાના સંકેત આપે છે. પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં સોમવારે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોના અને ચાંદીમાં ગયા સપ્તાહે પણ ભાવમાં સતત નરમાઈ જોવા મળી હતી. MCX પર ગયા સપ્તાહે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 3,500 ઘટાડો નોંધાયો હતો જ્યારે ચાંદીમાં આશરે રૂ. 5,000નો ઘટાડો થતાં તે રૂ.1.82ની સર્વોચ્ચ સપાટીએથી વધુ સસ્તી થઈ છે.
અમેરિકન ફુગાવાના આંકડાથી બજારની ચાલ નક્કી થશે
અમેરિકા ઈરાન યુદ્ધ લંબાવાની અપેક્ષા વચ્ચે અમેરિકાના મજબૂત જોબ ડેટાએ ઊંચા વ્યાજદરોની આશા મજબૂત બનાવી છે. બીજીબાજુ બજાર ભાગીદારો અમેરિકન ફુગાવાના આંકડા સામે તેની રાહ જોઈ રહ્યા છે. અમેરિકન ફુગાવાના આંકડા આ સપ્તાહના અંતમાં આવશે. તેનાથી ફેડરલ રિઝર્વની ભાવિ પોલિસી અંગે વધુ સ્પષ્ટતા મળી શકશે.
મોટાભાગના શહેરોમાં સોના-ચાંદીની નરમ શરૂઆત
આ કારણોસર ભારતના મોટાભાગના શહેરોમાં બજારની શરૂઆત નરમાઈથી થઈ હતી. બજાર શરૂ થતાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. MCX પર સોમવારે ટ્રેડિંગની શરૂઆતમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 0.28 ટકા ઘટીને રૂ. 1,52,910ના સ્તરે ટ્રેડ થયો હતો. એ જ રીતે ચાંદીમાં નરમાઈ જોવા મળી હતી. MCX પર સોમવારે શરૂઆતમાં ચાંદી પ્રતિ કિલો 0.14 ટકાના ઘટાડા સાથે રૂ.2,36,840ના સ્તરે ટ્રેડ થઈ હતી.
ગયા સપ્તાહે પણ સોના-ચાંદીના ભાવ ઘટ્યા હતા
સોના અને ચાંદીના ભાવમાં ગયા સપ્તાહે પણ નરમાઈ જોવા મળી હતી. MCX પર ચાંદી ગયા એક સપ્તાહમાં પ્રતિ કિલો આશરે 5,000 રૂપિયા તૂટીને તેની સર્વોચ્ચ સપાટીથી લગભગ રૂ. 1.82 લાખ ઘટી છે. આ વર્ષે જાન્યુઆરીમાં ચાંદીનો ભાવ પહેલીવાર પ્રતિ કિલો રૂ.4 લાખના ઐતિહાસિક સ્તરને પાર ગયો હતો. તે સમયે ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. 4,20,048ની ટોચે પહોંચ્યો હતો. આ ભાવની વર્તમાન કિંમત સાથે સરખામણી કરતાં ચાંદી સર્વોચ્ચ સપાટીએથી રૂ. 1,82,548 ઘટી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
- Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
- સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
- ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
