Gold Silver Price : ચાંદીમાં એક ઝાટકે આવ્યો રૂ. 10,000નો કડાકો
Gold Silver Price : સ્થાનિક બજારમાં વેચવાલીથી સોનાના ભાવ પણ રૂ. 2,700 તૂટ્યા

Gold Silver Price : રાજધાની નવી દિલ્હીમાં સોના અને ચાંદીમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. દિલ્હીના સર્રાફા બજારમાં શુક્રવારે બપોર પછી એક તરફ ચાંદીના ભાવમાં અચાનક જ રૂ. 10,000નો કડાકો નોંધાયો હતો. બીજીબાજુ સોનાના ભાવ પણ રૂ.2 ,700 ઘટ્યાહતા. સરાફા બજારના વેપારીઓએ કહ્યું કે, કિંમતી ધાતુમાં તાજેતેરના દિવસોમાં આવેલી તેજી પછી સ્થાનિક બજારમાં વેચવાલીના દબાણના પગલે ઘરેલુ સર્રાફા કિંમતોમાં તિવ્ર ઘટાડો થયો છે. આ ઘટાડો વૈશ્વિક બજારોમાં તેજી છતાં જોવા મળ્યો છે.
દિલ્હીના સર્રાફા બજારમાં ચાંદીનો ભાવ રૂ. 10,000ના ઘટાડા સાથે પ્રતિ કિલો રૂ. 2,44,600 પર બંધ થયો હતો. ચાંદી સિવાય સોનાના ભાવમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ રૂ. 2700ના ઘટાડા સાથે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,55,900 થયો હતો. ગુરુવારે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,58,600ના સ્તરે બંધ થયો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી બે ટકા મોંઘી થઈ
આંતરરાષ્ટ્રીય બજારમાં શુક્રવારે સ્પોટ બજારમાં સોનું 49.82 ડોલર અથવા 1.15 ટકા વધીને પ્રતિ ઔંસ 4,366.58 ડોલર પર પહોંચ્યું હતું જ્યારે ચાંદી અંદાજે 2 ટકાની જોરદાર તેજી સાથે પ્રતિ ઔંસ 64.77 ડોલરે પહોંચી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં થોડો સુધારો થયો છે, પરંતુ સોનાના ભાવ હજુ દબાણમાં છે અને સતત ત્રીજા સપ્તાહે ઘટાડાના માર્ગે છે.
ક્રૂડ ઓઈલના ઊંચા ભાવથી ફુગાવા અંગે ચિંતા ફરી વધી ગઈ છે. અમેરિકન ટ્રેઝરી બોન્ડ પર ઊંચા ડિવિડન્ડ દર અને વ્યાજદરમાં વધારાની આશાથી પણ સોના જેવી એસેટ્સ પર દબાણ વધ્યું છે. શુક્રવારે MCX પર ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ રૂ. 9,532ના સ્તરે પહોંચી ગયો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
- Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
- સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
- ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
