Gold Silver Rate : મધ્ય-પૂર્વમાં યુદ્ધ વકરતાં સોના-ચાંદી તૂટ્યા
મધ્ય-પૂર્વમાં અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધની અનિશ્ચિતતાથી ભારતમાં સોના-ચાંદીના ભાવ પર આંશિક અસર

નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં અમેરિકા-ઈરાન યુદ્ધની અનિશ્ચિતતાના પગલે બુધવારે સવારે ભારતમાં રિટેલ બજારમાં સોના અને ચાંદીના ભાવમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. ઈરાને હોર્મુઝની ખાડીમાં અમેરિકાના વેસેલ્સ, ઓઈલ ટેન્કર્સ અને સૈન્ય જહાજો પર હુમલો કર્યો હોવાનો દાવો કર્યા પછી મધ્ય-પૂર્વમાં યુદ્ધ વકર્યું છે. અમેરિકાના હુમલાના જવાબમાં પોતે હુમલો કર્યો હોવાનો ઈરાને દાવો કર્યો હતો. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સે બુધવારે દાવો કર્યો હતો કે, તેમણે ગલ્ફમાં અમેરિકાના બે વેસેલ્સ અને આઠ ઓઈલ ટેન્કર્સ ડૂબાડી દીધા છે. ઈરાનના પાંચ ટેન્કર્સ પર હુમલો કરવાનો અમેરિકાને જડબાતોડ જવાબ અપાયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વકરવાના સંજોગોમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલ ફરી એક વખત 100 ડોલરની નીજીક પહોંચી ગયું છે. ક્રૂડના ભાવમાં ઊછાળાની સોના-ચાંદી બજાર પર પણ અસર પડી છે.
અમેરિકામાં વ્યાજદરોના અંદાજ પર રોકાણકારોની નજર
ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં બુધવારે આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. MCX પર સોનાનો ભાવ રૂ. 166 ઘટ્યો હતો જ્યારે ચાંદીમાં પણ નરમાઈના સોદા થતા હોવાનું જોવા મળઅયું છે. MCX પર સોનું 9 સપ્ટેમ્બરે બુધવારે સવારે રૂ. 166 ઘટીને પ્રતિ 10 ગ્રામ રૂ. 1,52,413ના સ્તરે કારોબાર કરી રહ્યું છે. ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલો રૂ. 2,39,427ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. હવે રોકાણકારોની નજર વધતા ભૂ-રાજકીય તણાવ, ક્રૂડ ઓઈલના ભાવમાં તિવ્ર ઊછાળા અને અમેરિકામાં વ્યાજદરોના અંદાજ પર છે.
ક્રૂડમાં તેજીની સોના-ચાંદી પર મિશ્ર અસર
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વધવાના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી આવી છે. સોના-ચાંદીના બજાર તેની મિશ્ર અસર જોવા મળી શકે છે. યુદ્ધ વધતા રોકાણકારો સુરક્ષિત રોકાણ માટે સોના તરફ વળી શકે છે, પરંતુ મોંઘું ઓઈલ મોંઘવારી વધારવાની પણ ચિંતા ઊભી કરે છે. એવામાં અમેરિકામાં વ્યાજદરોમાં કાપની ગતિ ધીમી પડી શકે છે, જેનાથી સોના-ચાંદીના ભાવ પર દબાણ વધારી શકે છે.
ચાંદીના ભાવમાં પણ આંશિક ઘટાડો નોંધાયો
ઝવેરી બજારમાં 9 સપ્ટેમ્બરે સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો દિલ્હીમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 1,55,510 છે, જ્યારે મુંબઈ, કોલકાતા, બેંગ્લુરુ અને હૈદરાબાદમાં તે રૂ. 1,55,360 પર છે. ચેન્નઈમાં સોનું સૌથી મોંઘુ રૂ. 1,55,680ના સ્તરે છે. અમદાવાદમાં સોનાનો ભાવ રૂ. 1,55,410 જ્યારે જયપુરમાં રૂ. 1,55,510 છે. ચાંદીના ભાવમાં પણ બુધવારે સવારે આંશિક ઘટાડો જોવા મળ્યો. છેલ્લા પાંચ દિવસથી ચાંદીના ભાવ સ્થિર રહ્યા પછી દિલ્હીમાં ચાંદી રૂ. 100 સસ્તી થતા ભાવ પ્રતિ કિલો રૂ. 2,49,900 છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
- Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
- સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
- ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
