સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે કડાકો, ચાંદી પણ તૂટી : Gold Rate Today India 2026
Gold Rate Today India 2026 : સ્પોટ ગોલ્ડ પ્રતિ ઔંસ 0.3 ટકા વધીને 4,414.28 ડોલર વધ્યો છે જ્યારે ડિસેમ્બર માટે યુએસ ગોલ્ડ વાયદો 0.1 ટકા ઘટીને4,457.20 ટકા ઘટ્યો

મુંબઈ : Gold Rate Today India 2026 : મધ્ય-પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વકરતા ભારતમાં રીટેલ બજારમાં સોનામાં ગુરુવારે સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકન યુદ્ધજહાજ પર હુમલાના જવાબમાં અમેરિકાએ ઈરાનના ઓઈલ ટેન્કરનો નાશ કરતા પશ્ચિમ એશિયામાં શાંતિના પ્રયત્નોનિષ્ફળ જઈ રહ્યા છે. બીજીબાજુ સ્પોટ ગોલ્ડ પ્રતિ ઔંસ 0.3 ટકા વધીને 4,414.28 ડોલર વધ્યો છે જ્યારે ડિસેમ્બર માટે યુએસ ગોલ્ડ વાયદો 0.1 ટકા ઘટીને4,457.20 ટકા ઘટ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં ઉતાર-ચઢાવ
વ્હાઈટ હાઉસમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટોચના સલાહકારોએ ખાનગીમાં તેમને ઈરાન યુદ્ધ તેમની પ્રમુખપદની મુદત પુરી થાય ત્યાં સુધી લંબાઈ શકે તેવી આશંકા વ્યક્ત કરી છે તેમ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં જણાવાયું છે. આ સંભાવનાઓના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં ભારે ઉતાર-ચઢાવ ચાલુ રહ્યા છે અને તે 1 ટકાથી વધુ ઊછળ્યો હતો. ડોલર દબાણ હેઠળ રહ્યો હતો જ્યારે રોકાણકારો આ સપ્તાહના અંતે અમેરિકન ફુગાવાના આંકડાની રાહ જોઈ રહ્યા છે. ઓઈલના ભાવમાં તેજી વચ્ચે આ આંકડા ફેડરલ રિઝર્વની નાણાં નીતિની દિશા અંગેના સંકેતો આપશે. સ્પોટ ગોલ્ડ પ્રતિ ઔંસ 1.5 ટકા ઊછળીને 4,418.71 ડોલર થયો હતો જ્યારે ડિસેમ્બર ડિલિવરી માટે યુએસ ગોલ્ડ વાયદો 0.6 ટકા વધીને4,464.30 ડોલર થયો હતો.
મધ્ય-પૂર્વમાં અનિશ્ચિતતાના પગલે ભારતમાં મોટાભાગના શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. સ્થાનિક બુલિયન બજારમાં ચાંદીના ભાવ પણ ઘટ્યા હતા. MCX પર 10 સ્પટેમ્બરે સવારે સોનું 0.03 ટકા ઘટીને પ્રતિ 10 ગ્રામ રૂ. 1,54,240ની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યું હતું. એ જ રીતે ચાંદી વાયદો પણ 0.49 ટકા ઘટીને પ્રતિ 1 કિલો રૂ. 2,42,820ના સ્તરે ટ્રેડ થઈ રહી હતી.
સોનાના ભાવ - 10 સપ્ટેમ્બરે
અમદાવાદ
24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,54,230/10 ગ્રામ
22 કરેટ સોનાનો ભાવ - રૂ. 1,41,390/10 ગ્રામ
ચાંદી 999 ફાઈન રેટ - રૂ. 2,49,100/1 કિલો
નવી દિલ્હી
24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,53,610/10 ગ્રામ
22 કરેટ સોનાનો ભાવ - રૂ. 1,40,809/10 ગ્રામ
ચાંદી 999 ફાઈન રેટ - રૂ. 2,41,860/1 કિલો
મુંબઈ
24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,53,880/10 ગ્રામ
22 કરેટ સોનાનો ભાવ - રૂ. 1,41,057/10 ગ્રામ
ચાંદી 999 ફાઈન રેટ - રૂ. 2,42,280/1 કિલો
કોલકાતા
24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,53,670/10 ગ્રામ
22 કરેટ સોનાનો ભાવ - રૂ. 1,40,864/10 ગ્રામ
ચાંદી 999 ફાઈન રેટ - રૂ. 2,41,960/1 કિલો
ચેન્નઈ
24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,54,470/10 ગ્રામ
22 કરેટ સોનાનો ભાવ - રૂ. 1,41,598/10 ગ્રામ
ચાંદી 999 ફાઈન રેટ - રૂ. 2,42,990/1 કિલો
બેંગ્લુરુ
24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,54,000/10 ગ્રામ
22 કરેટ સોનાનો ભાવ - રૂ. 1,41,167/10 ગ્રામ
ચાંદી 999 ફાઈન રેટ - રૂ. 2,42,470/1 કિલો
હૈદરાબાદ
24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,54,120/10 ગ્રામ
22 કરેટ સોનાનો ભાવ - રૂ. 1,41,277/10 ગ્રામ
ચાંદી 999 ફાઈન રેટ - રૂ. 2,42,660/1 કિલો
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
- Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
- સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
- ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
