ઓગસ્ટમાં નવા રોકાણકારોની વૃદ્ધિમાં ગુજરાતે યુપીને પાછળ છોડ્યું, 2.3 લાખનો ઉમેરો
દેશમાં ઓગસ્ટમાં કુલ રજિસ્ટ્રેશનનો આંકડો માસિક ધોરણે 16.7 ટકા વધી 15.5 લાખનો ઉમેરો થયો

મુંબઈઃ ઓગસ્ટમાં નવા રોકાણકારોની વૃદ્ધિમાં ગુજરાતે યુપીને પાછળ છોડ્યું હતું. ગુજરાતે 2.30 લાખ નવા રોકાણકારો ઉમેર્યા છે. જ્યારે કુલ રજિસ્ટ્રેશનનો આંકડો માસિક ધોરણે 16.7 ટકા વધીને 15.5 લાખ થયો છે.
ઉત્તરપ્રદેશે ઓગસ્ટમાં બે લાખ નવા રોકાણકારો ઉમેર્યા
ઉત્તરપ્રદેશે ઓગસ્ટમાં બે લાખ નવા રોકાણકારો ઉમેર્યા હતા, આમ માસિક ધોરણે 14.6 ટકાની વૃદ્ધિ થઈ હતી. ઉત્તરપ્રદેશ પછી મહારાષ્ટ્રે 10.2 ટકાની વૃદ્ધિ સાથે 1.60 લાખ રોકાણકારો ઉમેર્યા હતા. રાજસ્થાન અને તમિલનાડુએ 1.10 લાખ અને 90 હજાર નવા રજિસ્ટ્રેશન થયા છે. આમ કુલ નોંધણીમાં 7.1 ટકા અને 5.7 ટકા હિસ્સો ધરાવે છે.
ઓગસ્ટમાં કુલ ઉમેરામાં ટોચના પાંચ રાજ્યોનો હિસ્સો 50.5 ટકા
આમ ઓગસ્ટમાં કુલ ઉમેરામાં ટોચના પાંચ રાજ્યોનો હિસ્સો 50.5 ટકા છે, એમ એનએસઇનો પરચેઝ ડેટા દર્શાવે છે. ગુજરાતના રોકાણકારોમાં માસિક ધોરણે જોઈએ તો 94.8 ટકા અને વાર્ષિક ધોરણે જોઈએ તો 134.9 ટકાનો ઉમેરો થયો છે. રાજસ્થાને બીજા નંબરનો સૌથી ઊંચો 36.7 ટકાનો ઊંચો વૃદ્ધિદર નોંધાવ્યો હતો. તેના પછી આવતા હરિયાણાએ 23.3 ટકાનો વૃદ્ધિદર નોંધાવ્યો હતો. મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશે અનુક્રમે 11.2 ટકા અને 7.2 ટકાનો વૃદ્ધિદર નોંધાવ્યો હતો.
ઉત્તરપ્રદેશ રોકાણકારોની વૃદ્ધિમાં બીજા સ્થાને
ઉત્તરપ્રદેશ રાષ્ટ્રીય સ્તરે બીજા નંબરનો રોકાણકાર બેઝ ધરાવતું હોવા છતાં નવા રોકાણકારોની વૃદ્ધિની આગેવાની ગુજરાતે લીધી છે. ગુજરાતમાં નવી નોંધણીના ઉમેરાએ ઓગસ્ટમાં રોકાણકારની વૃદ્ધિમાં ટોચનું સ્થાન આપ્યું છે, કારણ કે ગુજરાતમાં નવા રોકાણકારોનો સૌથી વધુ ઉમેરો થયો છે.
ઉત્તર ભારત 5.90 લાખ નવા રોકાણકારોનાં ઉમેરા સાથે અગ્રેસર
નવા રોકાણકારોની નોંધણી માસિક ધોરણે 16.7 ટકા અને વાર્ષિક ધોરણે 24.6 ટકા વધી છે. આમ અગાઉના મહિનાઓમાં નવા રોકાણકારોની નોંધણીમાં ઘટાડો થયા પછી તેમા આ વધારો થયો છે. પશ્ચિમ ભારતે જોઈએ તો તેણે માસિક ધોરણે 40.9 ટકાની વૃદ્ધિ નોંધાવી છે અને ઉત્તર ભારતે 12.4 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. પૂર્વ ભારતે 7.3 અને દક્ષિણ ભારતે 3.6 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. પશ્ચિમ ભારતે નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી હોવા છતાં પણ ઉત્તર ભારત નવા રોકાણકારોનો સૌથી મોટો સોર્સ રહ્યું છે. તેણે 5.90 લાખ નવા રોકાણકારો અને 38.4 ટકા હિસ્સા સાથે સૌથી વધુ પ્રદાન આપ્યું છે.
પશ્ચિમ ભારત 4.60 લાખના ઉમેરો સાથે બીજા સ્થાને
જ્યારે પશ્ચિમ ભારત 4.60 લાખના ઉમેરા અને 29.7 ટકાના હિસ્સા સાથે પછીના ક્રમે આવે છે. જ્યારે દક્ષિણ ભારત 3.20 લાખના ઉમેરા અને 20 ટકાના હિસ્સા સાથે ત્રીજા ક્રમે આવે છે. પૂર્વ ભારત 1.70 લાખના ઉમેરા અને 11.2 ટકાના હિસ્સા સાથે ચોથા ક્રમે આવે છે. આ ઉપરાંત ઉત્તર ભારત નવા હિસ્સાના ઉમેરામાં સૌથી વધુ પ્રદાન ધરાવે છે. ઉત્તર ભારતે 2026-27માં અત્યાર સુધીમાં 61.6 લાખનો નવો ઉમેરો કર્યો છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
- Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
- સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
- ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
