HDFC Bankનો શેર બે ટકાથી વધુ ઘટીને બે વર્ષના તળિયે
HDFC Bankના શેરે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 26 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે

મુંબઈઃ શેરબજારની નબળી સ્થિતિ વચ્ચે HDFC Bankના શેરમાં ઘટાડો જારી રહ્યો હતો. તેનો શેર ગુરુવારે બે ટકાથી પણ વધુ ઘટ્યો હતો અને તેણે બે વર્ષનું નવું તળિયું બનાવતા નીચામાં 710 રૂપિયાનો ભાવ નોંધાવ્યો હતો. જ્યારે અગાઉનો બંધ 727.10 રૂપિયા હતો. અમેરિકામાં બેન્ક સામે કેસ થતાં તેના એક્ઝિક્યુટિવ પર ગેરમાર્ગે દોરતા ડિસ્ક્લોઝર અને સંચાલકીય ક્ષતિ બદલ કેસ થતાં તેનો શેર ઘટ્યો છે.
રોકાણકાર જ્વલંત નટવરલાલ સોનેજીએ બેન્ક અને તેના બે ડિરેક્ટર સામે સિક્યોરિટીઝ ફ્રોડ ક્લાસ એક્શન ફ્રોડ કેસ યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કર્યો છે. તેમણે મે 2026થી 17 જુલાઈ વચ્ચે બેન્કના શેરો ખરીદનારા શેરધારકો વતી આ કેસ દાખલ કર્યો છે.
આ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે બેન્કે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનને કરેલી ચૂકવણીને માર્કેટિંગ ખર્ચ તરીકે દર્શાવી છે. જ્યારે વાસ્તવમાં સ્ટેટ એજન્સીને બીજા થાપણદારો કરતાં ઊંચા દરે વ્યાજની ચૂકવણી કરવામાં આવી છે. શેરના ભાવમાં ઘટાડો થયા પછી બેન્કના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમેરિકામાં આ પ્રકારના કેસો સામાન્ય છે. બેન્ક સામે કરવામાં આવેલા દાવામાં કોઈ મેરિટ નથી અને બેન્ક તેનો મક્કમ રીતે પ્રતિકાર કરશે.
અમેરિકામાં કંપનીના શેરના ભાવમાં ઘટાડો થાય તેના પછી શેરધારકો દ્વારા આ પ્રકારના કેસો દાખલ કરવા સામાન્ય છે. અમેરિકામાં લિસ્ટેડ હોય તેવી કેટલીય કંપનીઓ આ પ્રકારના કેસોનો સામનો કરે છે. બેન્કના શેરે બીએસઇ પર આજે તેનું બે વર્ષનું તળિયુ 710 રૂપિયા બનાવ્યું હતું. દિવસના અંતે બે ટકાથી પણ વધુ ઘટી 712 પર બંધ આવ્યો હતો. આમ 2026માં બેન્કનો શેર 26 ટકા ઘટ્યો છે. તેનું માર્કેટ કેપિટલાઇઝેશન 10.95 લાખ કરોડ રૂપિયા છે.
બેન્કે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 19,060 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. આમ તેમણે ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે ગયા વર્ષના 18,155 કરોડની તુલનાએ પાંચ ટકાનો વધારો નોંધાવ્યો હતો. બેન્કની ચોખ્ખી વ્યાજ આવક સાત ટકા વધીને રૂ. 33,534 કરોડ થઈ હતી. જ્યારે એસેટ્સ પરનો નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 3.26 ટકા હતો. બેન્કની એનપીએ 1.4 ટકાથી ઘટી 1.17 ટકા થઈ હતી.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
- Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
- સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
- ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
