KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

વ્યાજદરમાં વધારાની સંભાવનાએ નિફ્ટી રિયલ્ટી બે મહિનાના તળિયે પહોંચ્યો

મધ્યપૂર્વમાં ચાલતા યુદ્ધ, ક્રૂડ ઓઇલમાં ભડકો અને વૈશ્વિક બજારમાં ચાલતી વિપરીત સ્થિતિના કારણે વ્યાજદરમાં વધારો થવાની સંભાવનાના પગલે નિફ્ટી રિયલ્ટીએ તળિયું બનાવ્યું હતું.

KuberaNow
desk@kuberanowPublished On : 11 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
વ્યાજદરમાં વધારો થવાની સંભાવનાના કારણે હોમ લોનના રેટ વધવાની શક્યતાના કારણે રિયલ્ટી શેરો તૂટ્યા હતા
વ્યાજદરમાં વધારો થવાની સંભાવનાના કારણે હોમ લોનના રેટ વધવાની શક્યતાના કારણે રિયલ્ટી શેરો તૂટ્યા હતાAI GENERATED IMAGE

Nifty Realty Index Down: શેરબજારમાં લગભગ 750 પોઇન્ટનો કડાકો બોલ્યો તેની સીધી અસર નિફ્ટી રિયલ્ટી પર પણ પડી હતી. મધ્યપૂર્વમાં ચાલતા યુદ્ધ, ક્રૂડ ઓઇલમાં ભડકો અને વૈશ્વિક બજારમાં ચાલતી વિપરીત સ્થિતિના કારણે વ્યાજદરમાં વધારો થવાની સંભાવનાના પગલે નિફ્ટી રિયલ્ટી બે મહિનાના તળિયે પહોંચ્યો હતો. તેમાં રીતસરનો ચાર ટકાનો કડાકો બોલ્યો હતો. બજારમાં ચાલતી વ્યાપક વેચવાલીના લીધે આ સ્થિતિ જોવા મળી હતી.


ગોદરેજ પ્રોપર્ટીઝ, લોધા ડેવલપર્સ, પ્રેસ્ટિજ એસ્ટેટ્સના લીધે સેક્ટોરલ ઇન્ડેક્સ ઘટ્યો હતો. આ ત્રણેય શેરોએ 6.2 ટકા, 6 ટકા અને 4.6 ટકા તૂટ્યા હતા. નિફ્ટી રિયલ્ટી 4.36 ટકા ઘટીને 834 થયો હતો. ઇન્ડેક્સના અન્ય શેર ઓબેરોય રિયલ્ટી, ડીએલએફ પણ અનુક્રમે 4.24 ટકા અને 3.83 ટકા ઘટેલા હતા.


યુએસ પ્રોડ્યુસર પ્રાઇસ-ઇન્ફ્લેશન ડેટા ગુરુવારે પ્રકાશિત થયો હતો. તેમા ગયા મહિનાના આંકડામાં ઇંધણના ભાવમાં વધારો દર્શાવે છે. તેના કારણે આગામી સપ્તાહે યોજાનારી બેઠકમાં ફેડ રેટના દરમાં વધારો કરવામાં આવે તેવી સંભાવના છે.


આ પણ વાંચોઃ Qualiance Internationalના શેરનું બજારના કડાકા વચ્ચે 77 ટકા પ્રીમિયમ સાથે બમ્પર લિસ્ટિંગ


યુએસ ટ્રેઝરીએ રોકાણકારોની અપેક્ષા કરતાં ઓછી સિક્યોરિટીઝ ખરીદતા બોન્ડ્સની ઊપજ દબાણ હેઠળ આવી છે અને તે પાંચ ટકાની વધુ નજીક પહોંચી ગઈ છે. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવે ફુગાવાનું જોખમ વધાર્યુ છે અને ગ્લોબલ બોન્ડ ઊપજને નવા સ્તરે મૂકી છે. તેના કારણે ઇક્વિટી પર દબાણ આવતા ડાઉ જોન્સ 316 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો હતો. યુરોપીયન બજારો પણ ગઇકાલે ઘટીને બંધ આવ્યા હતા. જ્યારે એશિયન બજારોમાં પણ નિક્કી, હેંગસેંગ, શાંઘાઈ, કોસ્પી અને સિંગાપોર બધા ઘટેલા હતા.


ફેડના પગલાંની સંભાવનાએ નિફ્ટી મેટલ પણ 2.7 ટકા ઘટ્યો હતો. નિષ્ણાતોના જણાવ્યા મુજબ નાણાકીય બજારો મોનેટરી ટાઇટનિંગની મજબૂત સંભાવના સાથે તાલમેળ બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ફેડરલ ફંડ્સ ફ્યુચર્સ સંકેત આપે છે કે આગામી સપ્તાહે દરમાં વધારો થાય તેવી સંભાવના 70 ટકા છે.


ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને ઊંચી અમેરિકન ઊપજના લીધે રોકાણકારના માનસ પર વિપરીત અસર પડતાં ભારત સરકારના બોન્ડ શુક્રવારે ખૂલતા જ ખાબક્યા હતા. દસ વર્ષના બોન્ડની ઊપજ ત્રણ મહિનાની ટોચે સાત ટકા ઉપર પહોંચી ગઈ હતી. ટ્રેડરો ફેડરલ રિઝર્વના પોલિસી પાથનો વધુ સંકેત મેળવવા યુએસ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટાની રાહ જોઈ રહ્યા છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM