KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે

કોપરની તેજીની સાથે એલ્યુમિનિયમ, ઝિંક (જસત) લેડ તથા નિકલ જેવી નોન ફેરસ ધાતુઓમાં રોકાણકારોનો પ્રવાહ

KuberaNow
desk@kuberanowPublished On : 15 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Non Ferrous Metals
AI Generated Image

મુંબઇ : વૈશ્વિક બજારમાં કોપરની સાથે હવે ઝીંકના ભાવમાં પણ તેજીનો પવન ફૂંકાયો છે. ગત સપ્તાહે લંડન મેટલ એક્સચેન્જ (એલએમઇ) ખાતે ઝિંકના ભાવ ટન દિઠ ૪૦૦૦ ડોલરની સપાટી વટાવી ગયા હતા. જે છેલ્લા ચાર વર્ષની ટોચે હતા. કોપરના ભાવની તેજીની સાથે એલ્યુમિનિયમ, ઝિંક (જસત) લેડ તથા નિકલ જેવી નોન ફેરસ ધાતુઓમાં રોકાણકારોનો પ્રવાહ વધી રહ્યો છે. વૈશ્વિક તેજીના પગલે સ્થાનિક બજારમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પણ ઝિંક કિલો દીઠ ₹૪૧૫ને પાર નીકળી ગયું છે.


વૈશ્વિક બજારમાં અમેરિકન ડોલર નબળો પડવા ઉપરાંત જસતના પુરવઠાની ખેંચ અને સ્મેલ્ટર ઓપરેશન પર વિપરીત અસર થઇ હોવાથી રિફાઇન્ડ જસતના પુરવઠાને પણ અસર પડી છે. બીજીતરફ સ્ટીલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ગેલ્વેનાઇઝીંગ સેકટરોની એપ્લિકેશનોમાં ઝિંકની મોટાપાયે માગ નીકળી હોવાનું પણ નિષ્ણાંતો જણાવે છે. ઝિંક ઓક્સાઇડના ટોચના ઉત્પાદક તાઇવાન સ્ટીલ યુનિયને પોતાનું વર્ષ ૨૦૨૬ માં જેટલું ઉત્પાદન થવાનું છે તેનું અત્યારથી ફોરવર્ડમાં વેચાણ કરી નાખ્યું હોવાના અહેવાલ છે. જો આ અહેવાલ સાચા પડે તો આગામી દિવસોમાં ઝિંક ઓક્સાઇડની પણ ખેંચ ઉભી થશે.


સામા પક્ષે તાંબાનાં ભાવ આસમાને પહોંચતા ઉદ્યોગોમાં લોકો સસ્તા વિકલ્પ તરીકે ઝિંક અને એલ્યુમિનિયમનો વપરાશ વધારી રહ્યા છે. જો આ તેજી લાંબો સમય ચાલે તો ઝિંક ઓક્સાઇડ અને ઝિંક વેસ્ટ ટ્રીટમેન્ટના કારોબારમાં નફાનું પ્રમાણ ઘણું ઉંચુ જવાની શક્યતા છે.


વૈશ્વિક બજારમાં એલએમઇ ખાતે ટન દિઠ ૪૦૦૦ ડોલરની સપાટી અને સ્થાનિક બજારમાં એમસીએક્સ ખાતે કિલો દિઠ ૪૧૫ રુપિયાની સપાટી વટાવ્યા બાદ આગામી દિવસોમા થોડા સમય માટે નફારૂપી વેચવાલી પણ આવી શકે છે. પરંતુ વૈશ્વિક સ્તરે ઇવીના વધતા વપરાશ, ઇલેક્ટ્રિફીકેશન, માળખાકીય સુવિધાઓમા થઇ રહેલા મોટા મુડીરોકાણ અને ઉદ્યોગોની વધી રહેલી માગના કારણે નોન ફેરસ ધાતુઓની, ખાસ કરીને જસતની માગ જળવાઇ રહેશે એવું ઉદ્યોગ જગતનું માનવું છે. તાંબાના ઉંચા ભાવોને પગલે હાલ એલ્યુમિનિયમ, લેડ, નિકલ અને જસત જેવી અન્ય નોન-ફેરસ ધાતુઓ તરફ રોકાણકારોનો પ્રવાહ ઝડપથી વળી રહ્યો છે.


ઉત્પાદનનું એડવાન્સ વેચાણ અને નફાકારકતા

ઝિંક ઓક્સાઇડ ઉત્પાદક ‘તાઇવાન સ્ટીલ યુનિયન’ દ્વારા વર્ષ ૨૦૨૬ના સંભવિત સમગ્ર ઉત્પાદનનું ફોરવર્ડ વેચાણ કરી દેવાયાના અહેવાલો છે. જો આ સ્થિતિ યથાવત રહેશે, તો આગામી દિવસોમાં ઝિંક ઓક્સાઇડની તીવ્ર અછત સર્જાઈ શકે છે. બજાર નિષ્ણાતોના મતે, આ તેજી લાંબો સમય ટકશે તો ઝિંક ઓક્સાઇડ અને ઝિંક વેસ્ટ ટ્રીટમેન્ટ ક્ષેત્રે કામ કરતી કંપનીઓની નફાકારકતામાં મોટો ઉછાળો આવશે.


રેકોર્ડ સપાટી બાદ નજીકના ભવિષ્યમાં ટેકનિકલ કરેક્શન કે નફારૂપી વેચવાલી આવી શકે છે. આમ છતાં, વૈશ્વિક સ્તરે ઇલેક્ટ્રિક વ્હીકલ (EV), ઝડપી ઇલેક્ટ્રિફિકેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં થઈ રહેલા જંગી મૂડીરોકાણને જોતાં ઝિંક સહિતની નોન-ફેરસ ધાતુઓનો અંડરલાઇંગ ટ્રેન્ડ લાંબા ગાળે મજબૂત રહેવાની વકી છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM