KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

શેરબજારમાં 400 પોઇન્ટનો ઘટાડો, પરંતુ ડિફેન્સ શેરો ચમક્યા

શેરબજારમાં સળંગ બીજા દિવસે પણ ઘટાડો જારી રહ્યો હતો, પણ બજારના આ ઘટાડા વચ્ચે પણ ડિફેન્સ શેરો ચમક્યા હતા

KuberaNow
desk@kuberanowPublished On : 8 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી50 બંને ઘટાડે ખૂલ્યા હતા અને બજારે અનુક્રમે 75,697 અને 23,657.15 પોઇન્ટનું તળિયું બનાવ્યું
બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી50 બંને ઘટાડે ખૂલ્યા હતા અને બજારે અનુક્રમે 75,697 અને 23,657.15 પોઇન્ટનું તળિયું બનાવ્યુંAI GENERATED IMAGE

મુંબઈઃ શેરબજારમાં સળંગ બીજા દિવસે ઘટાડો જળવાઈ રહ્યો હતો. બજાર 400 પોઇન્ટથી પણ વધુ ડાઉન હતુ. ગઈકાલે 76,132.91 પોઇન્ટ પર બંધ બીએસઈ સેન્સેક્સ 75,970.28 પોઇન્ટ પર ખૂલ્યો હતો અને તેણે 76,012.11 પોઇન્ટની ટોચ બનાવી હતી. તેના પછી 75,697.02નું તળિયું બનાવ્યું હતું. હાલમાં સેન્સેક્સ 75,780ની આસપાસ ચાલી રહ્યો છે. તે લગભગ 350 પોઇન્ટ ડાઉન છે.


નિફ્ટી ઘટાડે ખૂલ્યો

આ જ રીતે ગઇકાલે 23,779.15 પોઇન્ટ પર બંધ આવેલો એનએસઇનો નિફ્ટી 23,734.10 પોઇન્ટ પર ખૂલ્યો હતો. તેણે 23,758.95નો હાઈ બનાવ્યો હતો અને 23,657.15 પોઇન્ટનું તળિયું બનાવ્યું હતું. હાલમાં નિફ્ટી 23,690ની આસપાસ ચાલી રહ્યો છે. આમ નિફ્ટી 100 પોઇન્ટ જેટલો ડાઉન છે. જ્યારે નિફ્ટીના કુલ 50માંથી 17 જ શેર વધેલા છે, બાકીના 33 શેર ડાઉન છે.


મધ્યપૂર્વમાં સ્થિતિ વણસવાની સંભાવના

મધ્યપૂર્વના સંઘર્ષનો વ્યાપ વધવાની સંભાવના અને ક્રૂડ ઓઇલના ઊંચા ભાવના લીધે બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું છે. ઇરાને ધમકી આપી છે કે તહેરાન પર વધુ કોઈ નવો હુમલો થયો તો અમેરિકાના સ્થળો પર તે વળતા હુમલા કરશે. તેણે જણાવ્યું હતું કે અખાતમાં આવેલી અમેરિકાની ઓઇલ-ગેસ એસેટ્સ તેના નિશાન પર છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 97 ડોલરની સપાટી વટાવી ગયો છે. ભારતને તેના કારણે મોટો ફટકો પડે તેવી સંભાવના છે, કારણ કે ભારત ક્રૂડ ઓઇલની જરૂરિયાતના 85 ટકાની આયાત કરે છે.


આઇટી સેક્ટરના શેરોમાં તીવ્ર ઘટાડો

આઇટી સેક્ટરના શેરોમાં તીવ્ર ઘટાડો નોંધાવ્યો હતો. જ્યારે સરકારે 1.10 લાખ કરોડની શસ્ત્ર ખરીદીને મંજૂરી આપતા ડિફેન્સ સેક્ટરના શેરોમાં વધારો થયો હતો. બ્રોડર માર્કેટ ઇન્ડાઇસીસમાં જોઈએ તો મિડકેપ ઇન્ડાઇસીસ 0.1થી 0.2 ટકા ડાઉન હતા. જ્યારે સ્મોલ કેપ ઇન્ડાઇસીસ 0.1 ટકા ડાઉન હતો. નિફ્ટી રિયલ્ટી અંડર પર્ફોર્મર હતો.જ્યારે નિફ્ટી આઇટી 0.7 ટકા ડાઉન હતો. તેનાથી વિપરીત નિફ્ટી મેટલ 0.4 ટકા વધ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ એક ટકાથી વધુ વધ્યો હતો.


ડિફેન્સના શેરોમાં તેજી

ડિફેન્સ સેક્ટરના જોઈએ તો ડેટા પેટર્ન (ઇન્ડિયા), બીઇએમએલ, એક્સિસકેડ્સ ટેકનોલોજીસ, પારસ ડિફેન્સ અને સ્પેસ ટેકનોલોજીસ તથા હિંદુસ્તાન એરોનોટિક્સમાં ત્રણથી ચાર ટકાનો વધારો થયો છે. નિફ્ટી 200 અને નિફ્ટી 500 ઇન્ડાઇસીસમાં જીઇ વર્નોવા ટી એન્ડ ડીમાં છ ટકાનો વધારો થયો છે. જ્યારે ન્યુ ઇન્ડિયા એસ્યોરન્સ લગભગ 9 ટકા જેટલો ઘટ્યો છે.

નિફ્ટી હાલમાં મૂવિંગ એવરેજીસથી નીચેથી ચાલી રહ્યો છે. તેની તાત્કાલિક ટેકારૂપ સપાટી 23,650થી 23,700 છે. જ્યારે પ્રતિકારક સપાટી 23,950થી 24,000 છે. જો નિફ્ટીએ બાઉન્સ બેક કરવું હોય તો આ ટેકારૂપ સપાટી જાળવી રાખવી પડશે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM