KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

સુરત સહિત 6 શહેરનાં પ્રોપર્ટી માર્કેટમાંથી થશે તગડી કમાણી

ભારતના રિયલ એસ્ટેટ માર્કેટમાં રોકાણ કરવાની યોજના હોય તો સુરત સહિતનાં 6 શહેરમાં રોકાણનો વિચાર કરી શકો છો, કારણ કે આ શહેરનું પ્રોપર્ટી માર્કેટ આકર્ષક તક પૂરી પાડી રહ્યું છે.

KuberaNow
desk@kuberanowPublished On : 14 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
Property

ભારતનાં Tier-2 શહેરો હવે રિયલ એસ્ટેટ રોકાણ માટે ઝડપથી સૌથી આકર્ષક સ્થળો તરીકે ઉભરી રહ્યાં છે. મુંબઈ, દિલ્હી અને બેંગલોર જેવા મેટ્રો શહેરોની સરખામણીએ આ શહેરો કદમાં નાના હોવા છતાં 2026માં વિકાસ અને ઈન્વેસ્ટમેન્ટની વિશાળ સંભાવનાઓ ધરાવે છે. ઓછા ખર્ચે વિકસતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તેજ ગતિએ થઈ રહેલા શહેરી વિકાસને કારણે રોકાણકારો હવે ટિયર-2 શહેરો તરફ વધી રહ્યાં છે.


મેટ્રો શહેરો વધતી ભીડ, મોંઘી પ્રોપર્ટી અને ટ્રાફિક જેવી સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકો ટિયર-2 શહેરો પરવડે તેવા રહેઠાણ, આધુનિક સુવિધાઓ અને વધુ સારી જીવનશૈલી માટે રોકાણ તરફ વળી રહ્યાં છે. સસ્તી પ્રોપર્ટી, ઝડપથી વિકસતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વધતી રોજગારીની તકો અને મૂડીવધારાની સંભાવનાઓને કારણે આ શહેરો લાંબાગાળાના રોકાણ માટે આકર્ષક વિકલ્પ બની રહ્યા છે.


2026માં ભારતનાં 6 શહેરો રોકાણ માટે આકર્ષક શહેરો તરીકે ઊભરી આવ્યાં


1. સુરત (ગુજરાત)

'ડાયમંડ સિટી ઓફ ઇન્ડિયા' તરીકે ઓળખાતું સુરત દેશના સૌથી ઝડપથી વિકસતા Tier-2 શહેરોમાંનું એક છે. હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર, મજબૂત સ્થાનિક અર્થતંત્ર; રોડ, રેલ અને એર દ્વારા ઉત્તમ કનેક્ટિવિટી અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુરતની ‘સૂરત’ બદલાઈ રહી છે. રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ અન્ય શહેરોની સરખામણીએ સસ્તું હોવાથી રોકાણકારો માટે આ શહેર એક સારો વિકલ્પ બની રહ્યું છે.


2. લખનઉ (ઉત્તર પ્રદેશ)

લખનઉમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, મેટ્રો વિસ્તરણ અને નવા એક્સપ્રેસ-વેના વિકાસને કારણે રિયલ એસ્ટેટની માંગ સતત વધી રહી છે. ઝડપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, IT અને વ્યાપારી પ્રવૃત્તિઓમાં વધારો, સસ્તા દરે રહેણાંક પ્રોજેક્ટ્સની સતત વધતી માંગને કારણે લખનઉ પ્રગતિનાં પંથે છે.


3. જયપુર (રાજસ્થાન)

'પિંક સિટી' તરીકે જાણીતા જયપુરમાં પર્યટન, IT, મેન્યુફેક્ચરિંગ અને ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરના વિકાસથી પ્રોપર્ટી બજારમાં તેજી જોવા મળી રહી છે.


4. પુરી (ઓડિશા)

જગન્નાથ મંદિર માટે વિશ્વપ્રસિદ્ધ પુરી ધાર્મિક પર્યટન અને વધતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે રોકાણકારોનું ધ્યાન ખેંચી રહ્યું છે. ધાર્મિક પ્રવાસનમાં વધારો, રોડ અને શહેરી સુવિધાઓમાં સુધારો, હોટેલ અને રહેણાંક પ્રોજેક્ટ્સની વધતી માંગને કારણે આગામી સમયમાં પુરીનો વિકાસ ઝડપથી થવાની શક્યતા છે.


5. અયોધ્યા (ઉત્તર પ્રદેશ)

એરપોર્ટ અને વધતી રેલ કનેક્ટિવિટીની સુવિધાને કારણે અયોધ્યા સુધી પહોંચવાનું હવે સરળ બની ગયું છે. શહેરનાં મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને કારણે રિયલ એસ્ટેટ રોકાણ માટેના શ્રેષ્ઠ વિકલ્પોમાંનું એક બની રહ્યું છે.


6. ઈન્દોર (મધ્ય પ્રદેશ)

દેશનાં સૌથી સ્વચ્છ શહેર તરીકે જાણીતું ઈન્દોર બિઝનેસ અને IT હબ તરીકે ઊભરી રહ્યું છે. મેટ્રોની સુવિધા, નવા કોમર્શિયલ પ્રોજેક્ટ્સ અને ક્રિકેટ માટે જાણીતું હોલકર સ્ટેડિયમ પણ આકર્ષણ બન્યું છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM