અમેરિકાએ એડવાન્સ AI ચિપ્સના રિમોટ એક્સેસ પર પ્રતિબંધ મૂકતા ચાઇનીઝ AI કંપનીઓના શેરોમાં કડાકો
ચીનની ટોચની AI કંપની ઝિપુનો શેર લિસ્ટિંગ પછી 2000 ટકા વધ્યા બાદ જૂનની ટોચ પરથી 85 ટકા તૂટ્યો. ચીનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ભાવિ હવે માનવીય ઇન્ટેલિજન્સ પર આધારિત છે.

બૈજિંગઃ અમેરિકાએ એડવાન્સ AI ચિપ્સના રિમોટ એક્સેસ પર પ્રતિબંધ મૂકતા ચાઇનીઝ AI કંપનીઓના શેરોમાં કડાકો બોલ્યો છે. અમેરિકાના આ પ્રતિબંધના કારણે ચાઇનીઝ AI કંપનીઓની ભાવિ વૃદ્ધિને લઈને રોકાણકારોમાં શંકા ઉઠી છે. ચાઇનીઝ AI કંપનીઓ આજે પણ મોટાપાયા પર અમેરિકાની એડવાન્સ AI ચિપ્સ પર જ આધારિત છે. હવે જો તેને અમેરિકાની એડવાન્સ AI ચિપ્સ નહીં મળે અને તેની સાથે તેનું રિમોટ એક્સેસ પણ નહીં મળે તો તેઓ માટે તાત્કાલિક ધોરણે તેનો ઉકેલ લાવવો અઘરો છે.
આના કારણે હાલમાં તો ચીનમાં AI કંપનીઓના શેરોના વળતા પાણી થયા છે. ચીનની જાણીતી AI ઝિપુનો શેર જુનમાં તેની ટોચ પરથી 85 ટકા ઘટ્યો છે. જાન્યુઆરીમાં બજારમાં પ્રવેશ્યા પછી આ શેરના ભાવમાં 2,000 ટકાનો વધારો નોંધાયો હતો. આ બતાવે છે કે આ શેરના ભાવમાં કેવો કડાકો બોલ્યો છે અને હજી પણ તેમાં વધુ ઘટાડો થઈ શકે છે. ચીનમાં AIના મોરચે કંપનીઓ પર સ્પર્ધા વધુ તીવ્ર બની રહી છે ત્યારે જ અમેરિકાના પ્રતિબંધના કારણે ઘણી કંપનીઓ માટે અસ્તિત્વનો સવાલ સર્જાયો છે.
અમેરિકાએ એડવાન્સ AI ચિપ્સ અને સર્વરના રિમોટ એક્સેસમાંથી ચાઇનીઝ ફર્મ્સને બહાર મૂકતા ઝિપુનો શેર મંગળવારે જ લગભગ સાત ટકા તેટલો તૂટ્યો હતો. તેમા પણ એનવિડિયાના કાંડને લઈને અમેરિકા અને ચીન એકબીજા સામે આવી જતા રાજકીય મોરચે પણ વાતાવરણ તંગ બન્યું છે. ફક્ત ઝિપુ જ નહી તેની હરીફ કંપની મિનિમેક્સ ગ્રુપ ઇન્કોર્પોરેશને પણ તેનું ત્રીજા ભાગનું મૂલ્ય ગુમાવ્યું છે.
ગ્લોબલ એક્સ મેનેજમેન્ટના ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ બિલી લ્યુઇંગે જણાવ્યું હતું કે આ પ્રતિબંધનો સીધો અર્થ એમ કરી શકાય કે ચાઇનીઝ AI ફર્મ્સનો ખર્ચ વધતો જ જશે અને તેની સામે તેના મોડેલની પ્રગતિની ગતિ ધીમી પડી જશે. આ સંજોગોમાં જો AI કંપનીઓ રસ્તો ન કાઢી શકી તો તેમના માટે અસ્તિત્વ ટકાવવું જ અઘરું બની જશે.
આ એક જ નિર્ણયે જણાવ્યું કે ચાઇનીઝ કંપનીઓની AI સપ્લાય ચેઇન કેટલી નાજુક છે. હવે આ કંપનીઓના અસ્તિત્વનો આધાર કે વૃદ્ધિનો આધાર વોશિંગ્ટન અને બૈજિંગ વચ્ચેના રાજકીય સંબંધો પર છે. જો કે આ ઘટાડા છતાં ઝિપુ હજી પણ તેના લિસ્ટિંગ ભાવથી 200 ટકા ઉપર છે તો મિનિમેક્સની જાન્યુઆરીના લિસ્ટિંગથી અત્યાર સુધીની બધી જ વૃદ્ધિ સાફ થઈ ગઈ છે. આમ ચીનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ભાવિ હવે માનવીય ઇન્ટેલિજન્સ પર આધારિત છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

2 વર્ષ બાદ ભારતીય બજારમાં FIIની ધમાકેદાર વાપસી: HDFC બેંક સહિત આ 10 શેરો પર જેફરીઝ તેજીમાં

Closing Bell: ક્રૂડમાં ઘટાડો, રિયલ્ટી અને બેન્કિંગમાં લેવાલીથી સેન્સેક્સ અને નિફ્ટી ઉછળ્યાં

Stock Market closing | 17 November: BSE Sensex 427થી વધુ પોઇન્ટ ઉચકાયો, ઓટો, રિયલ્ટી, બેન્કો ઝળકી

NSEની માર્કેટ કેપ ₹5 લાખ કરોડને પાર! LICને પાછળ છોડી 10મા ક્રમે

Tata Sonsના લિસ્ટિંગ પર RBI મક્કમ! Tata Chemicalsનો શેર 8% ઊછળ્યો, રોકાણકારોની આશા વધી

નિફ્ટી બેન્ક ઇન્ડેક્સે 62,000ની નવી વિક્રમજનક સપાટી બનાવી

BSEના શેરમાં તેજી: BANKEX ફ્યુચર્સ માટે અમેરિકાના દરવાજા ખૂલ્યા, ઈન્ટ્રાડેમાં શેર 2% ઊછળ્યો





