KuberaNowLogo
Tuesday, 17/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

NSEની માર્કેટ કેપ ₹5 લાખ કરોડને પાર! LICને પાછળ છોડી 10મા ક્રમે

NSEના શેરમાં 4.02%ની તેજીથી માર્કેટ કેપ ₹5.12 લાખ કરોડે પહોંચી; LICની ₹5.06 લાખ કરોડની માર્કેટ કેપને પાછળ પાડી

kuberanow deskPublished On : 17 Nov 2026
NSE17.png
AI Generated Image

શેરબજારમાં લિસ્ટિંગના લગભગ બે મહિનાની અંદર નેશનલ સ્ટોક એકસ્ચેન્જ (NSE)એ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. NSEની માર્કેટ કેપ પહેલી વખત રૂ. 5 લાખ કરોડને પાર જતી રહી છે. NSEના સ્ટોકમાં આવેલી જોરદાર તેજીએ એક્સચેન્જને દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓની યાદીમાં 10મા ક્રમે પહોંચાડી દીધી છે. આ બાબતમાં NSEએ ભારતીય જીવન વીમા નીગમ (LIC)ને પાછળ પાડી દીધી છે.


નેશનલ સ્ટોક એક્સચેન્જ હવે પોતે પણ રોકાણકારો માટે મોટી વેલ્યુએશનવાળી કંપની બની ગઈ છે. NSEના શેરોમાં સોમવારે આવેલી તેજી સાથે તેની માર્કેટ કેપ પહેલી વખત રૂ. 5 લાખ કરોડના સ્તરને પાર કરી ગઈ. આ સાથે NSE દેશની ટોચની 11 કંપનીઓમાં સામેલ થઈ છે, જેમની બજાર મૂડી આ સ્તરે છે. BSE પર NSEનો શૅર સોમવારે 4.02 ટકાની તેજી સાથે રૂ. 2,070ના સ્તરે બંધ થયો હતો, જે અત્યાર સુધીમાં સ્ટોકનો સૌથી ઊંચો બંધ ભાવ છે. આ તેજી સાથે કંપનીની માર્કેટ કેપ વધીને અંદાજે રૂ. 5,12 લાખ કરોડ થઈ ગઈ છે. બીજીબાજુ LICની માર્કેટ કેપ અંદાજે 5.06 લાખ કરોડ રહી છે. આ રીતે NSE વેલ્યુએશનની બાબતમાં LICને પાછળ પાડી દીધી છે. જોકે, BSE પર NSEના શૅરનો ભાવ મંગળવારે પ્રતિ શૅર રૂ. 2,090.15ના ભાવે ખૂલ્યો હતો અને રૂ. 2134ની ટોચે જઈને પાછો ફર્યો હતો. આ લખાય છે ત્યારે 12.40 કલાકે NSEનો ભાવ ઘટીને પ્રતિ શૅર રૂ. 2056.75ના સ્તરે આવી ગયો છે.


NSE info.png


NSE હવે દેશી 10મી સૌથી મૂલ્યવાન કંપની

માર્કેટ કેપની દૃષ્ટિએ NSE હવે દેશની 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની ગઈ છે. આ યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પહેલા ક્રમે છે, જેની માર્કેટ કેપ અંદાજે રૂ. 18.16 લાખ કરોડ છે. ત્યાર પછી ભારતી એરટેલ રૂ. 13.43 લાખ કરોડ અને જિયો પ્લેટફોર્મ રૂ. 12.91 લાખ કરોડની માર્કેટ કેપ સાથે ક્રમશઃ બીજા અને ત્રીજા ક્રમે છે. દેશની ટોચની કંપનીઓમાં HDFC બેન્ક, ICICI બેન્ક, SBI, ટાટા કન્સલટન્સી સર્વિસીસ (TCS), બજાજ ફાઈનાન્સ અને લાર્સન એન્ડ ટુબ્રો (L&T) સામેલ છે.


નવેમ્બરમાં સેન્સેક્સ કરતાં બમણી તેજી

NSEના શેરોમાં નવેમ્બરમાં જોરદાર તેજી જોવા મળી છે. મહિનાની શરૂઆતમાં 11 કારોબારી સત્રોમાંથી નવ સત્રમાં NSEનો શૅર તેજી સાથે બંધ થયો હતો. આ દરમિયાન NSEના શૅરોમાં અંદાજે 16.3 ટકાની તેજી આવી છે. તેની સરખામણીમાં બેન્ચમાર્ક સેન્સેક્સમાં આ સમયમાં અંદાજે 8.5 ટકાનો ઊછાળો નોંધાયો હતો.


NSEના શૅર 24 સપ્ટેમ્બરે BSE પર લિસ્ટ થયા હતા. કંપનીની ઈશ્યુ પ્રાઈસ પ્રતિ શૅર રૂ. 1,785 હતી. સોમવારના ક્લોઝિંગના આધારે આ શૅર તેના ઈશ્યુ પ્રાઈસથી અંદાજે 16 ટકા ઉપર પહોંચી ગયો છે. આ રીતે લિસ્ટિંગ પછી NSEના શૅરોમાં રોકાણકારોનો રસ જળવાઈ રહ્યો છે. બજારમાં તેની મજબૂત સ્થિતિ અને શૅરોમાં સતત ખરીદીએ કંપનીની વેલ્યુએશનને નવી ઊંચાઈએ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Jefferies Flags 10 Large-Cap Stocks as FPIs Return

2 વર્ષ બાદ ભારતીય બજારમાં FIIની ધમાકેદાર વાપસી: HDFC બેંક સહિત આ 10 શેરો પર જેફરીઝ તેજીમાં

Global Markets

Closing Bell: ક્રૂડમાં ઘટાડો, રિયલ્ટી અને બેન્કિંગમાં લેવાલીથી સેન્સેક્સ અને નિફ્ટી ઉછળ્યાં

Indian Stock Market

Stock Market closing | 17 November: BSE Sensex 427થી વધુ પોઇન્ટ ઉચકાયો, ઓટો, રિયલ્ટી, બેન્કો ઝળકી

China AI

અમેરિકાએ એડવાન્સ AI ચિપ્સના રિમોટ એક્સેસ પર પ્રતિબંધ મૂકતા ચાઇનીઝ AI કંપનીઓના શેરોમાં કડાકો

Tata Group Shares surge

Tata Sonsના લિસ્ટિંગ પર RBI મક્કમ! Tata Chemicalsનો શેર 8% ઊછળ્યો, રોકાણકારોની આશા વધી

Nifty Bank

નિફ્ટી બેન્ક ઇન્ડેક્સે 62,000ની નવી વિક્રમજનક સપાટી બનાવી

BSE BANKEX Futures

BSEના શેરમાં તેજી: BANKEX ફ્યુચર્સ માટે અમેરિકાના દરવાજા ખૂલ્યા, ઈન્ટ્રાડેમાં શેર 2% ઊછળ્યો

Senco Gold share surge

Senco Gold Share surge: તહેવારમાં રેકોર્ડ વેચાણથી શેર ઇન્ટ્રાડેમાં 8%થી વધુ ઊછળ્યો