KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

35,000 કરોડના ફંડિંગની દરખાસ્તના પગલે Vodafone Ideaનો શેર ઘટતા બજારે બે ટકા વધ્યો

શેરબજારે લગભગ 750 પોઇન્ટનો ઘટાડો નોંધાવ્યો તેના વચ્ચે Vodafone Ideaનો શેર ઘટતા બજારે બે ટકા વધ્યો

KuberaNow
desk@kuberanowPublished On : 11 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Vodafone Ideaના શેરને કવર કરતાં 22 વિશ્લેષકોમાં જેફરીઝે મૂકેલો લક્ષ્યાંક સૌથી વધુ છે. વોડાફોન માટે બાયની આ ચોથી ભલામણ છે. બાકી તેનું કવરેજ કરતાં મોટાભાગના વિશ્લેષકોએ તેને સેલ રેટિંગ આપ્યું છે.
Vodafone Ideaના શેરને કવર કરતાં 22 વિશ્લેષકોમાં જેફરીઝે મૂકેલો લક્ષ્યાંક સૌથી વધુ છે. વોડાફોન માટે બાયની આ ચોથી ભલામણ છે. બાકી તેનું કવરેજ કરતાં મોટાભાગના વિશ્લેષકોએ તેને સેલ રેટિંગ આપ્યું છે.AI GENERATED IMAGE

Vodafone Idea share Price: SBI (સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા) દ્વારા 35,000 કરોડના ફંડિંગની દરખાસ્તના પગલે Vodafone Ideaનો શેર ઘટતા બજારે બે ટકા વધ્યો હતો. હાલમાં SBIની આગેવાની હેઠળનું કોન્સોર્ટિયમ આ દરખાસ્તની સમીક્ષા કરી રહ્યુ છે. આના પગલે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો શેર એક ટકા નીચે તો વોડાફોન આઇડિયાનો શેર ઘટતા બજારે બે ટકા પ્લસમાં હતો. તેણે 15.20 રૂપિયાની ટોચ બનાવી હતી.


સ્ટેટ બેન્કને મળેલી 35,000 કરોડની દરખાસ્તમાં 25,000 કરોડની ફંડિંગ ફેસિલિટી અને 10,000 કરોડની નોન-ફંડિંગ ફેસિલિટીઝનો સમાવેશ થાય છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળના કોન્સોર્ટિયમમાં બીજી બેન્કો ભાગ લઈ શકે છે, પરંતુ હજી સુધી કઈ બેન્કો હશે તે નક્કી થયું નથી. પીએસયુની સાથે પ્રાઇવેટ બેન્કો પણ જોડાઈ શકે છે.


જેફરીઝે આ શેર માટે રૂ. 20નો ટાર્ગેટ પ્રાઇસ મૂક્યો છે. આ શેરને કવર કરતાં 22 વિશ્લેષકોમાં જેફરીઝે મૂકેલો લક્ષ્યાંક સૌથી વધુ છે. વોડાફોન માટે બાયની આ ચોથી ભલામણ છે. બાકી તેનું કવરેજ કરતાં મોટાભાગના વિશ્લેષકોએ તેને સેલ રેટિંગ આપ્યું છે. જેફરીઝ માને છે કે ગ્રાહકો સ્થિર થવાના કારણે કંપની 2026-27થી 2028-29 સુધીના નાણાકીય વર્ષમાં 11 ટકાના ચક્રવૃદ્ધિ દરે વળતર નોંધાવી શકે છે. આ ઉપરાંત કંપની કાર્યકારી નફામાં 25 ટકાના ચક્રવૃદ્ધિ ધોરણે વૃદ્ધિ નોંધાવે તેમ માનવામાં આવે છે.


વોડાફોન આઇડિયાનો EBITDA માર્જિન નાણાકીય વર્ષ 2026માં 50 ટકા રહેવાની સંભાવના છે. કંપની હાલમાં નેટવર્ક રોલ આઉટ કરી રહી હોવાથી આ નીચો માર્જિન જોવા મળ્યો છે. એક વખત લોન્ચ થઈ ગયા પછી તે 2030 કે તેના પછી 60 ટકા પ્લસ માર્જિન દર્શાવી શકે છે.


જેફરીઝના જણાવ્યા મુજબ કંપનીને આગામી કેટલાક વર્ષો સુધી ચલાવવા માટે રૂ. 25,000 કરોડનું ઋણ પૂરતું છે. જો કે કંપનીએ 2030 સુધીમાં રૂ. 16,000 કરોડનો મૂડી ઉમેરો કરવો પડી શકે છે. આ રકમ સરકારને આપવાના રૂ. 15,300 કરોડને ઇક્વિટીમાં પરિવર્તીત કરીને પણ મેળવી શકે છે. એટલે કે આ રકમની ચૂકવણી બચે તે વોડાફોન માટે મૂડી ઉમેરાની ગરજ સારશે.



અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

 

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM