ધનતેરસનો ‘ગોલ્ડન’ જુગાર: ₹50 હજારના સિક્કાએ 5 વર્ષમાં સર્જ્યો ચમત્કાર!
દિવાળીની ખરીદીમાં જ્યારે બજારો રોશની અને ખરીદારોથી ઊભરાય છે, ત્યારે દરેક ભારતીય ઘરમાં એક જ ગણતરી ચાલતી હોય છે: "ધનતેરસે માત્ર શુકન કરવું કે મોટું રોકાણ?"

પરંપરા અને સંપત્તિ સર્જન વચ્ચેનો સંબંધ સદીઓ જૂનો છે. પરંતુ કલ્પના કરો કે બરાબર પાંચ વર્ષ પહેલાં—2 નવેમ્બર, 2021 (ધનતેરસ)ના રોજ—તમે બેન્ક એફડી કે બચત ખાતાને બદલે ₹50,000નું જોખમ લઈને સોના કે ચાંદીની લગડી ખરીદીને તિજોરીમાં લોક કરી દીધી હોત, તો આજે એ તિજોરી ખોલતાં કેવો નજારો જોવા મળત?
પાંચ વર્ષ પહેલા ₹50 હજારના સોનાનું રોકાણ આજે કેટલું હોત
તિજોરીમાં બેઠેલા 'કુબેર'નું 2021ની ધનતેરસે જ્યારે સોનું ₹47,750 પ્રતિ 10 ગ્રામ (₹4,775/ગ્રામ) હતું, ત્યારે ₹50,000ના બજેટમાં તમારા હાથમાં 10.471 ગ્રામ શુદ્ધ 24 કેરેટ (999) સોનાનો સિક્કો આવ્યો હોત.2021નું રોકાણ જોઈએ તો ₹50,000 (10.471 ગ્રામ સોનું)આજનો ભાવ (2026): ₹1,40,050 પ્રતિ 10 ગ્રામ અને (₹14,005/ગ્રામ)આજની કુલ કિંમત: ₹1,46,646 છે. આમ ચોખ્ખો નફો જોઈએ તો ₹96,646 થાય છે. આમ સંપૂર્ણ વળતર 193.3% છે. જ્યારે વાર્ષિક ચક્રવૃદ્ધિ વળતર 24.0% ટકા છે. આમ તમારું ₹50,000નું નાનું રોકાણ આજે લગભગ ત્રણ ગણું થઈ ચૂક્યું હોત. વાર્ષિક 24% ચક્રવૃદ્ધિ રિટર્ન એ કોઈપણ બ્લુચિપ મ્યુચ્યુઅલ ફંડ કે રિયલ એસ્ટેટ કરતાં પણ ચડિયાતી સંપત્તિ વૃદ્ધિ સાબિત થઈ છે.

₹50 હજારની ચાંદી લીધી હોત તો...
પાંચ વર્ષ પહેલાની ધનતેરસે ચાંદીનો ભાવ ₹64,200 પ્રતિ 1 કિલો (₹64.20/ગ્રામ) હતો. ₹50,000માં આશરે 778.82 ગ્રામ એટલે કે લગભગ પોણો કિલોથી વધુ ચાંદીની ઈંટ ઘરે આવી હોત. આમ 2021ના રોકાણ ₹50,000ના રોકાણ સામે આજનો ભાવ જોઈ તો ₹1,65,400 પ્રતિ 1 કિલો છે. આમ રૂ. ₹1,28,816 ચોખ્ખો નફો થયો છે. તેમા ₹78,816 સંપૂર્ણ વળતર મળ્યું છે અને 157.6% વાર્ષિક વળતર તો 20.8% ચક્રવૃદ્ધિ વળતર (CAGR) મળ્યું છે. આમ ચાંદીએ પણ અઢી ગણું વળતર આપીને સામાન્ય બેન્ક એફડી (જે 5 વર્ષમાં માંડ ₹65,000 થી ₹70,000 કરે) કરતાં બમણી સ્પીડે મૂડી વધારી આપી છે.
સોના-ચાંદીમાં વળતર આપવામાં કોણ આગળ?
સોનામાં વળતર જોઈએ તો ₹96,464 જ્યારે ચાંદીમાં 78,816 રૂપિયાનો નફો થયો છે. આમ સોનામાં ₹17,830 વધુ ચોખ્ખો નફો થયો છે. આમ સોનામાં ₹96,646 ચાંદીમાં ₹78,816 મળેલું વળતર દર્શાવે છે કે સોનું રૂ. 17,830નું વધુ વળતર આપીને ચાંદીથી આગળ છે. આમ સોનું 193.3 ટકા અને ચાંદી 157.6 ટકા વળતર આપ્યું છે. ચાંદી ઔદ્યોગિક વપરાશ (ઈવી, સોલાર પેનલ્સ) સાથે સંકળાયેલી હોવાથી તેમાં ઉતાર-ચઢાવ વધુ રહે છે, જ્યારે સોનું વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો માટે કટોકટી અને ફુગાવા સામેનું સૌથી મોટું કવચ રહ્યું છે.
પરિણામે, અનિશ્ચિતતાના આ પાંચ વર્ષોમાં સોનાએ ચાંદી કરતાં સીધો ₹17,830 વધુ નફો લાવી આપ્યો. છેલ્લાં 5 વર્ષની ધનતેરસ અને આજના ભાવનું ઐતિહાસિક ટેબલ ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર પાછલા પાંચ વર્ષની ધનતેરસ અને આજના ઐતિહાસિક બંધ ભાવો (GST સિવાય) આજના આ અહેવાલ માટે ઉપયોગમાં લેવાયેલા ઇન્ફોગ્રાફિક્સમાં જોઈ શકાય છે.(નોંધ: વર્ષ 2026ની ધનતેરસ 6 નવેમ્બર, 2026ના રોજ છે.)ધનતેરસના દિવસે માત્ર પરંપરા ખાતર ખરીદાયેલું એક નાનું સોનાનું બિસ્કિટ કે સિક્કો પણ લાંબા ગાળે પરિવાર માટે કેવી મજબૂત સંપત્તિ બની શકે છે, તેનો આ જીવંત પુરાવો છે.
આ પણ જુઓઃ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

દર મહિને ગેરંટીડ પેન્શન જેવી આવક: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મળશે ₹3.33 લાખ વ્યાજ

SBI 444 Days Special FD: દિવાળીએ ગેરંટીડ રિટર્ન! ₹1000થી શરૂ કરો રોકાણ, જાણો નિયમો

ધનતેરસ પર સ્માર્ટ રોકાણ: માત્ર ₹500ની SIPમાં મેળવો સોનું, શેર અને ડેટનો ફાયદો

Gold ETF Investment : Gold ETFનો ક્રેઝ ઘટ્યો! એક મહિનામાં રોકાણ રૂ.1,150 કરોડ ઘટ્યું

ચાલુ વર્ષે ઘટતા બજાર વચ્ચે પણ સ્મોલ કેપ ફંડ્સનું 17.82 ટકા જેટલું ઊંચું વળતર

ભારતમાં વર્ષે 50 લાખથી વધુ આવક દર્શાવનારા કરદાતાઓનું પ્રમાણ ત્રણ વર્ષમાં બમણું

TRAI New Rules: હવે ટેલિકોમ ફરિયાદ માટે 24x7 મળશે મદદ, 15 દિવસમાં જ લાવવું પડશે નિરાકરણ




