US Midterm Election Results 2026: ટ્રમ્પ પરાજિત, સેનેટમાં ડેમોક્રેટ્સે પલટી બાજી
અમેરિકાના મિડટર્મ ચૂંટણીના પરિણામોમાં ડેમોક્રેટ્સે સેનેટમાં બહુમતી મેળવીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો રાજકીય ઝટકો આપ્યો છે. પ્રારંભિક પરિણામોમાં ડેમોક્રેટ્સે અનેક મહત્વની બેઠકો પર જીત મેળવી છે.

US Midterm Election Results 2026: અમેરિકામાં 2026ની મિડટર્મ ચૂંટણીના પરિણામોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. સેનેટમાં ડેમોક્રેટ્સે બહુમતી મેળવી લીધી છે. ચૂંટણીમાં પ્રતિનિધિ સભાની તમામ 435 બેઠકો, સેનેટની 35 બેઠકો અને 36 રાજ્યોના ગવર્નર પદ માટે મતદાન થયું હતું. આ પરિણામોને 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણીની રાજકીય દિશા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.
સેનેટમાં ડેમોક્રેટ્સને બહુમતી
મિડટર્મ ચૂંટણીના પરિણામોમાં ડેમોક્રેટ્સે સેનેટમાં બહુમતી મેળવી છે. 100 સભ્યોની સેનેટમાં ડેમોક્રેટ્સ પાસે હવે 51 બેઠકો છે, જ્યારે રિપબ્લિકન પાર્ટી પાસે 39 બેઠકો રહી છે. રિપબ્લિકન પાર્ટી પ્રતિનિધિ સભા અને સેનેટમાં પોતાના બહુમતીના આંકડાને જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી હતી. બીજી તરફ ડેમોક્રેટ્સ બંને ગૃહોમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે ચૂંટણી મેદાનમાં હતા. શરૂઆતના પરિણામોમાં અનેક બેઠકો પર ડેમોક્રેટ ઉમેદવારો આગળ રહ્યા હતા.
ટ્રમ્પ માટે ચૂંટણી બની મોટી કસોટી
આ મિડટર્મ ચૂંટણીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ મહત્વની રાજકીય કસોટી તરીકે જોવામાં આવી રહી હતી. ઈરાન યુદ્ધ, ઇમિગ્રેશન અને ટેરિફ જેવા મુદ્દાઓ વચ્ચે ટ્રમ્પની અપ્રૂવલ રેટિંગ ઘટીને 31% સુધી પહોંચી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આ સ્થિતિમાં મિડટર્મ ચૂંટણીના પરિણામો ટ્રમ્પની લોકપ્રિયતા અને તેમની રાજકીય સ્થિતિ માટે મહત્વપૂર્ણ બની શકે છે.
વિવેક રામાસ્વામી ઓહાયોમાં હાર્યા
ઓહાયો ગવર્નર પદની ચૂંટણીમાં ભારતીય મૂળના વિવેક રામાસ્વામીનો પરાજય થયો છે. ડેમોક્રેટ એમી એક્ટને રિપબ્લિકન ઉમેદવાર રામાસ્વામીને હરાવ્યા છે.રામાસ્વામીને ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન મળ્યું હતું. તેમણે મે મહિનામાં રિપબ્લિકન પ્રાઇમરી ચૂંટણી જીતી હતી.
અનેક મહત્વની બેઠકો પર ડેમોક્રેટ્સની જીત
જ્યોર્જિયામાં ડેમોક્રેટ કીશા લાન્સ બોટમ્સે ગવર્નર પદની ચૂંટણી જીતી છે. અહેવાલ મુજબ, તેઓ કોઈપણ અમેરિકન રાજ્યના ગવર્નર તરીકે ચૂંટાયેલી પ્રથમ અશ્વેત મહિલા બની છે. નોર્થ કેરોલિનામાં ડેમોક્રેટ રોય કૂપરે સેનેટ ચૂંટણીમાં રિપબ્લિકન માઇકલ વ્હેટલીને હરાવ્યા છે. ન્યૂ હેમ્પશાયરમાં ડેમોક્રેટ ક્રિસ પાપાસે રિપબ્લિકન જ્હોન સુનુનુને હરાવ્યા છે. જ્યોર્જિયામાં ડેમોક્રેટ જ્હોન ઓસોફે પણ સેનેટની પોતાની બેઠક જાળવી રાખી છે. વર્જિનિયામાં ડેમોક્રેટ માર્ક વોર્નરે રિપબ્લિકન બર્ટ મિઝુસાવાને હરાવીને સેનેટમાં ચોથી વખત જીત મેળવી છે.
ગવર્નર ચૂંટણીમાં પણ ડેમોક્રેટ્સનું પ્રદર્શન
પેન્સિલવેનિયામાં ડેમોક્રેટ જોશ શાપિરો ફરી ગવર્નર તરીકે ચૂંટાયા છે. તેમણે રિપબ્લિકન ઉમેદવાર સ્ટેસી ગેરિટીને હરાવ્યા છે. મેરીલેન્ડમાં ડેમોક્રેટ વેસ મૂરે પણ ગવર્નર તરીકે ફરી ચૂંટાયા છે. ફ્લોરિડામાં રિપબ્લિકન એશ્લે મૂડીએ સેનેટ ચૂંટણી જીતીને પોતાની બેઠક જાળવી રાખી છે. આ ઉપરાંત રોડ આઇલેન્ડમાં ડેમોક્રેટ હેલેના ફોલ્ક્સે ગવર્નર ચૂંટણી જીતી છે.
2028ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પણ મહત્વપૂર્ણ
અમેરિકાના મિડટર્મ ચૂંટણીના પરિણામો માત્ર કોંગ્રેસની રાજકીય રચના પૂરતા મર્યાદિત નથી. આ પરિણામો 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણીની રાજકીય દિશા પર પણ અસર કરી શકે છે. રિપબ્લિકન પાર્ટીને સેનેટમાં બહુમતી ગુમાવવી પડી છે, જ્યારે ડેમોક્રેટ્સે અનેક મહત્વની ચૂંટણીમાં સફળતા મેળવી છે. તેથી આગામી સમયમાં ટ્રમ્પની સરકાર માટે નીતિગત અને રાજકીય પડકારો વધે તેવી સ્થિતિ બની શકે છે.
આ પણ વાંચો: US Mid-term Election Result 2026 Live: અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પરાજય સ્વીકાર્યો
આ પણ જુઓ :
Also Read

Cristiano Ronaldoના ગોલ પાછળ અબજોનો ખેલ: ફૂટબોલની ખ્યાતિમાંથી ઊભું કર્યું Business Empire

US Midterm Election: ટ્રમ્પના પક્ષના પરાજયના પગલે મસ્કના 120 અબજ ડોલર સાફ

Strait of Hormuzમાં ભારત સહિત ચાર દેશોનાં જહાજોને છૂટ, ટ્રાન્ઝિટ ફી અંગે ઈરાને શું કહ્યું

US Mid-term Election Result 2026: મફતની રેવડી જાહેર કરવા છતાં ટ્રમ્પની રેવડી દાણાદાળ થઈ

મિડ ટર્મ ચૂંટણીમાં પરાજય પછી હવે અમેરિકન પ્રમુખ ટ્રમ્પની સ્થિતિ નહોર વગરના વાઘ જેવી

અમેરિકાના 21માંથી 19 પ્રમુખો મિડ ટર્મ ચૂંટણી હાર્યા, ફક્ત બિલ ક્લિન્ટન અને જ્યોર્જ બુશ જ અપવાદ

Canva Layoffs: કેનવામાં 1,271 નોકરીઓ પર કાપ, કર્મચારીને યાદ આવી Googleની છટણી







