KuberaNowLogo
Tuesday, 15/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Crude Oil Price : ક્રૂડ ઓઈલના ભાવ જ નહીં પરિવહન પણ મોંઘું થયું

Crude Oil Price : ટેન્કરોના ભાડાંની સાથે વોર-રિસ્ક ઈન્સયોરન્સ અને જહાજના માર્ગમાં ફસાવા અથવા વિલંબ થવાની ફીમાં વધારાએ ગ્લોબલ એનર્જી સંકટમાં વધારો કર્યો

KuberaNow
desk@kuberanowPublished On : 10 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Crude Oil Transport
ઓઈલ લઈ જતા ટેન્કરોના ભાવ વધ્યા, દુનિયાભરમાં મોંઘવારીનું જોખમAI Generated Image

Crude Oil Price : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના કારણે ફરી એક વખત ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલરને પાર થઈ ગયા છે. ભારત સહિત દુનિયાભરના દેશો ક્રૂડ ઓઈલના વધતા ભાવોથી ચિંતિત છે. આવા સમયે દુનિયા માટે ચિંતાનું વધુ એક કારણ ઊભું થયું છે. દુનિયાને હવે ક્રૂડ ઓઈલમાં માત્ર ભાવ વધારાની જ સમસ્યા નથી સતાવતી પરંતુ ક્રૂડ ઓઈલના પરિવહનની પણ મોટી સમસ્યા ઊભી થઈ છે. ક્રૂડ ઓઈલને એક દેશથી બીજા દેશ સુધી લઈ જવાનો ખર્ચ વધ્યો છે. હોર્મુઝની ખાડીની સાથે હવે બાબ અલ-મંદેબમાં શરૂ થયેલું યુદ્ધ, જહાજો પર હુમલાના જોખમો અને ક્રૂડ ઓઈલના સલામત પરિવહન માટે બદલાયેલા સમુદ્રી માર્ગોના કારણે ક્રૂડ ઓઈલનું પરીવહન કરતા સુપર ટેન્કરોનું ભાડું ઝડપથી વધી રહ્યું છે. આથી આ કટોકટીને દુનિયામાં ગ્લોબલ એનર્જી સંકટ માનવામાં આવી રહ્યું છે.


સપ્ટેમ્બરમાં સુપર ટેન્કરોનું દૈનિક ભાડું 8 લાખ ડોલર

બાલ્ટિક એક્સચેન્જ પરના ડેટા બતાવે છે કે મધ્ય-પૂર્વથી ચીન જતા બેન્ચમાર્ક સુપરટેન્કરનો ડેઈલી ટાઈમ-ચાર્ટર અર્નિંગ દૈનિક લગભગ 8 લાખ ડોલરે પહોંચી ગઈ છે. ટાઈમ-ચાર્ટર અર્નિંગનો અર્થ છે કે જહાજ માલિકને ક્રૂડ ઓઈલના પરિવહનથી એક દિવસમાં આ કમાણી થઈ રહી છે. ચાર્ટમાં જાન્યુઆરી 2026માં આ કમાણી ઓછી જોવા મળી છે. જોકે, માર્ચમાં અચાનક તેમાં મોટો ઊછાળો આવ્યો હતો. જુલાઈમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ઘર્ષણ હળવું થતાં ભાવ થોડાં નીચે ગયા હતા. પરંતુ ઓગસ્ટમાં ફરીથી બંને દેશો વચ્ચે ઘર્ષણ વધતા સુપર ટેન્કરોના ભાડાંના ભાવમાં ઉછાળો આવ્યો હતો અને સપ્ટેમ્બરમાં ભાડું દૈનિક અંદાજે 8 લાખ ડોલરે પહોંચી ગયું હતું.


વીએલસીસીનું દૈનિક ભાડું પ્રતિ બેરલ 15 ડોલર

અમેરિકાના ગલ્ફ કોસ્ટથી એશિયા સુધી ક્રૂડ લાવતા વીએલસીસી એટલે કે વેરી લાર્જ ક્રૂડ કેરિયર માટે ચાર્ટર કરતી કંપનીઓ 2.95 કરોડ ડોલરની રેકોર્ડ લમ-સમ ફી ઓફર કરી રહી છે. આ સંદર્ભમાં દૈનિક ભાડું ક્રૂડ ઓઈલના શિપિંગ પર પ્રતિ બેરલ અંદાજે 15 ડોલર થાય છે. આ સિવાય વોર-રિસ્ક ઈન્સયોરન્સ એટલે કે યુદ્ધના જોખમનો વીમો અને જહાજના માર્ગમાં ફસાવા અથવા વિલંબ થવાની ફી ઉમેરવામાં આવે છે.


ક્રૂડ ઓઈલ સુરક્ષિત-સમયસર લઈ જવા ટેન્કરોની અછત

પર્શિયન ગલ્ફ ક્રૂડ ઓઈલના પરિવહન માટે દુનિયાના સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝની ખાડીમાંયુદ્ધ લાંબુ ચાલવાથી જહાજ માલિકો જોખમવાળા માર્ગો પર તેમના ટેન્કર મોકલવા માટે વધુ નાણાં માગી રહ્યા છે.કેટલાક જહાજો લાંબા વૈકલ્પિક માર્ગેથી લઈ જવા પડી રહ્યા છે. તેનાથી એક ટ્રીપ પૂરી કરવામાં વધુ સમય લાગે છે અને બજારમાં ઉપલબ્ધ ટેન્કરોની સંખ્યા ઘટી જાય છે. એટલે કે ક્રૂડ ઓઈલને સુરક્ષિત અને સમયસર લઈ જવા માટે જહાજોની અછત સર્જાઈ છે. વધુ માગ સામે ટેન્કરોની સંખ્યા ઓછી હોવાથી સ્વાભાવિક જ ભાડું વધી જાય.આવા સમયે ક્રૂડ ઓઈલના સમુદ્રી સપ્લાયમાં અવરોધે વૈશ્વિક ઓઈલ ઉપલબ્ધા પર દબાણ વધાર્યું છે.


રિફાઈનરીઓની લેન્ડેડ કોસ્ટમાં થયો વધારો

અમેરિકા અને ઈરાન વચ્ચેના વર્તમાન સંઘર્ષમાં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 100 ડોલરને પાર થઈ ગયું છે. ક્રૂડના ભાવ વધવાથી સ્વાભાવિક જ વૈશ્વિક સ્તરે પેટ્રોલ, ડીઝલ, એલપીજીના રીટેલ ભાવમાં વધારાનું જોખમ રહે છે. દુનિયામાં અત્યાર સુધી રિટેલ બજારમાં વધારા માટે માત્ર ક્રૂડ ઓઈલના ભાવ વધારાને જ ધ્યાનમાં લેવાતો હશે તેવી માન્યતા હતી. જોકે, હવે સ્પષ્ટ થાય છે કે ક્રૂડ ઓઈલને રિફાઈન કરતી રિફાઈનરો માત્ર ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ જ નથી ચૂકવતી પરંતુ તેમણે જહાજનું ભાડું, વીમો અને પોર્ટ સંબંધિત ચાર્જ પણ ચૂકવવાના હોય છે. આ બધાની કિંમતો મળીને રિફાઈનરીઓની લેન્ડેડ કોસ્ટ નક્કી થાય છે. ક્રૂડના ઊંચા ભાવની સાથે આ કિંમતોમાં પણ વધારો થતાં રિફાઈનરીઓનો લેન્ડેડ ખર્ચ વધી ગયો છે.


ભારત ક્રૂડ ઓઈલની આયાત માટે વિદેશ પર નિર્ભર

ભારત પોતાની જરૂરિયાતના મોટાભાગના ક્રૂડ ઓઈલની વિદેશમાંથી આયાત કરે છે. નાણાકીય વર્ષ 2025-26માં દેશની ક્રૂડ આયાત નિર્ભરતા અંદાજે 88.7 ટકા હતી. વધુમાં ક્રૂડ ઓઈલની આયાત માટે મધ્ય-પૂર્વના દેશો પર ભારતની નિર્ભરતા પણ વધુ હતી. જાન્યુઆરી 2026માં ભારતમાં અંદાજે 55 ટકા ક્રૂડ ઓઈલ મધ્ય-પૂર્વમાંથી આવતું હતું. એશિયન દેશોની મધ્ય-પૂર્વના દેશો પર વધુ નિર્ભરતા તેમને આ સંકટ પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે. ઓઈલ અને શિપિંગ બંને મોંઘા થવાથી ભારતનું ઈમ્પોર્ટ બિલ વધી શકે છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM