KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

R-Rating છતાં વૈશ્વિક બોક્સ ઓફિસ પર ક્રિસ્ટોફર નોલનની ‘The Odyssey’નો દબદબો, ₹12,924 કરોડની કમાણી

અમેરિકાની સરખામણીએ આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી ફિલ્મને મળેલી આવક તેની વૈશ્વિક લોકપ્રિયતા અને હોલિવૂડ માટે વધતા ગ્લોબલ થિયેટર માર્કેટનું મહત્વ દર્શાવે છે.

KuberaNow
desk@kuberanowPublished On : 25 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
The Odyssey
The Odyssey FilmAI Generated Image

હોલિવૂડની મોંઘા બજેટની ફિલ્મો માટે હવે માત્ર US બોક્સ ઓફિસ પૂરતી નથી. ક્રિસ્ટોફર નોલનની ‘The Odyssey’એ આ વાતને ફરી એકવાર સાબિત કરી છે. આ ફિલ્મે વિશ્વભરમાં $1.35 બિલિયન (આશરે ₹12,924 કરોડ)ની કમાણી કરીને બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો છે. મહત્વનું છે કે ફિલ્મની કુલ કમાણીમાં સૌથી મોટો હિસ્સો અમેરિકાની બહારના આંતરરાષ્ટ્રીય બજારોમાંથી આવ્યો છે. અમેરિકાની સરખામણીએ આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી ફિલ્મને મળેલી આવક તેની વૈશ્વિક લોકપ્રિયતા અને હોલિવૂડ માટે વધતા ગ્લોબલ થિયેટર માર્કેટનું મહત્વ દર્શાવે છે.


The Odyssey



ધ ઓડિસી સૌથી વધુ કમાણી કરનારી R-rated ફિલ્મ બની

The Numbers દ્વારા સંકલિત અને The Guardian દ્વારા અહેવાલિત બોક્સ ઓફિસના આંકડા અનુસાર, ધ ઓડિસીએ ઉત્તર અમેરિકામાં આશરે $516 મિલિયન (₹4,932 કરોડ)ની કમાણી કરી છે, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારોમાંથી લગભગ $834 મિલિયનની કમાણી થઈ છે. આ દર્શાવે છે કે અમેરિકા અને કેનેડાનાં બજારની બહાર પણ ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.


કયા દેશોમાં સૌથી વધુ કમાણી?

આંતરરાષ્ટ્રીય બજારોમાં UK સૌથી મોટું માર્કેટ રહ્યું છે, જ્યાં ફિલ્મે $92.7 મિલિયનની કમાણી કરી છે. ત્યારબાદ ફ્રાન્સમાં $69.3 મિલિયન, ઇટાલીમાં $55.6 મિલિયન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, સ્પેન, મેક્સિકો ચીન જેવા દેશોમાં પણ ફિલ્મે મજબૂત બિઝનેસ કર્યો છે. ભારતમાં લેટેસ્ટ આંકડા મુજબ, ફિલ્મએ બોક્સ ઓફિસ પર ₹181 કરોડની કમાણી કરી છે.


The Odyssey


R-rating છતાં બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા

‘ધ ઓડિસી’ની સફળતા એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ફિલ્મને અમેરિકામાં R-rating આપવામાં આવી છે. આ રેટિંગનો અર્થ છે કે 17 વર્ષથી ઓછી ઉંમરના દર્શકો ફિલ્મને માતા-પિતા અથવા વડીલોની સાથે જ જોઈ શકે છે. Motion Picture Associationએ ફિલ્મને હિંસા અને કેટલીક ભાષાના ઉપયોગને કારણે R-rating આપી હતી. UKમાં ફિલ્મને 15 રેટિંગ મળ્યું છે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં તેને M-rating આપવામાં આવી છે.


ક્રિસ્ટોફર નોલનની કારકિર્દીની સૌથી મોટી ફિલ્મ

The Odysseyની સફળતા ક્રિસ્ટોફર નોલન માટે પણ નવો બિઝનેસ રેકોર્ડ છે. ફિલ્મે તેની અગાઉની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ The Dark Knight Risesને પાછળ છોડી દીધી છે. તાજેતરનાં આંકડા અનુસાર The Odysseyની વિશ્વભરની કુલ કમાણી અંદાજે ₹12000 કરોડને પાર થઈ છે અને કેટલાક બજારોમાં હજુ પણ તેનું થિયેટર રન ચાલુ છે. આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની સફળતા માત્ર અમેરિકન માર્કેટ પર આધારિત નથી. આંતરરાષ્ટ્રીય બોક્સ ઓફિસે કુલ કમાણીમાં મોટો ફાળો આપ્યો છે, જે દર્શાવે છે કે વૈશ્વિક થિયેટર માર્કેટ આજે મોટા બજેટની હોલિવૂડ ફિલ્મો માટે કેટલું મહત્વપૂર્ણ બની ગયું છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM